Uncategorized

શું હવે પૂરી થઈ શકશે IPL: સપ્ટેમ્બર- ઓક્ટોબરમાં મળી શકે છે 20 દિવસની વિંડો; પંજાબ-દિલ્હી યથાવત રાખવા માગતા હતા લીગ, વિદેશી પ્લેયર્સના દબાણમાં સસ્પેન્ડ કરવી પડી

[ad_1]

  • Gujarati News
  • Sports
  • A 20 day Window Can Be Found In September October; Punjab Delhi Wanted To Keep The League Intact, Had To Be Suspended Under Pressure From Foreign Players

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ6 કલાક પહેલાલેખક: શીલા ભટ્ટ / વિક્રમ પ્રતાપ સિંહ

  • કૉપી લિંક

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝન અંતે કોરોના મહામારીના વધતા પ્રકોપને પગલે સ્થગિક કરવામાં આવી છે. સોમવાર અને મંગળવારે 4 ખેલાડીઓ, એક કોચ અને સપોર્ટ સ્ટાફ પોઝિટિવ થવાને કારણે લીગને 29 મેચ પછી રોકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. BCCI ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ જણાવ્યું કે બોર્ડ હવે સપ્ટેમ્બરમાં રિવ્યૂ કરશે કે IPL-2021ની બચી ગયેલી 31 મેચ ક્યારે રમાડવામાં આવી શકે છે.

ભાસ્કરે સમગ્ર ડેવલપમેન્ટ પર બારીકાઈથી નજર રાખી અને તે માહિતી મેળવી કે ક્રિકેટ બોર્ડના અધિકારી અને ફ્રેન્ચાઈઝી કઈ રીતે આ નિર્ણય પર પહોંચ્યા કે લીગને સ્થગિત કરવામાં આવે. વાંચો એક્સક્લુઝિવ રિપોર્ટ….

IPL મેનેજમેન્ટ અને તમામ ફ્રેન્ચાઈઝી વચ્ચે લીગના ભવિષ્ય પર ચર્ચા થઈ. જેમાં પંજાબ તરફથી કહેવામાં આવ્યું કે તેમના ખેલાડી લીગને આગળ પણ યથાવત રાખવા માગે છે. જો કે દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઈઝીમાં આ મુદ્દે બે અભિપ્રાય હતા. દિલ્હીનું એક જૂથ માનતું હતું કે તેમની ટીમ ની પાસે પહેલી વખત ચેમ્પિયન બનવાની તક છે, જેથી ખેલ યથાવત રાખવામાં આવે. પરંતુ ફ્રેન્ચાઈઝના ચેરમેન પાર્થ જિંદલ હાલના વાતાવરણમાં લીગને યથાવત રાખવા માગતા ન હતા. આ રીતે મુંબઈ ઈન્ડિયન્સના આકાશ અંબાણી પણ લીગ સ્થગિત કરવાના પક્ષમાં જ હતા. આ રીતે બોર્ડ અધિકારીઓના અભિપ્રાયો પણ વહેંચાયેેલા હતા. પરંતુ અંતે જોખમ ન લેવામાં આવતા લીગને સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વિદેશી ખેલાડી રોકાવવા ઈચ્છતા ન હતા
બોર્ડ સાથે જોડાયેલાં સૂત્રોએ જણાવ્યું કે લીગમાં સામેલ વિદેશ ખેલાડી આવી પરિસ્થિતિમાં ભારતમાં રોકાવવા ઈચ્છતા ન હતા. લગભગ તમામ ટીમોમાં સામેલ વિદેશ ખેલાડીઓએ લીગને સ્થગિત કરવાની માગ કરી હતી.

બાકિ રહેલી મેચ માટે વિંડો કાઢવાનો મોટો પડકાર, સપ્ટેમ્બરમાં થોડાં દિવસ મળી શકે છે
BCCI માટે IPL-2021ને પૂરી કરવા માટે ઓછામાં ઓછા 20-25 દિવસનો વિંડો જોઈએ. આવનારા મહિનાઓમાં ટીમ ઈન્ડિયા અને બાકીની ટીમના વ્યસ્ત શેડયૂલ વચ્ચે આટલા દિવસના વિંડા કાઢવા એક મોટો પડકાર સાબિત થશે. ભારતીય ટીમન 18થી 22 જૂન સુધી ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવા ઈંગ્લેન્ડ જવાનું છે. યુકેના કોરોન્ટાઈન નિયમો અંતર્ગત ખેલાડીઓને મેચના બે સપ્તાહ પહેલાં ત્યાં જવું પડી શકે છે. આ મેચ પછી ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં જ રોકાશે અને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ત્યાં ટેસ્ટ સીરીઝ રમાયા બાદ જ પરત પરશે. ઈંગ્લેન્ડ વિરૂદ્ધ આ ટેસ્ટ સીરીઝ 4 ઓગસ્ટથી શરૂ થશે અને તે 14 સપ્ટેમ્બર સુધી ચાલશે.

ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝ પછી IPL માટે વિંડો કાઢવામાં આવી શકે છે, કેમકે આગામી મોટું અસાઈનમેન્ટ વર્લ્ડ ટી-20નો છે જે ઓક્ટોબરના મધ્યમાં શરૂ થશે. વર્લ્ડ ટી-20 શરૂ તયા બાદ ફરી માર્ચ સુધીનો સમય કાઢવો મુશ્કેલ થશે. 2022ના એપ્રિલમાં ફરી IPLની આગામી સીઝનનો સમય આવી જશે. વર્લ્ડ ટી-20 પછી ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડની મહેમાનગતી કરશે. વર્ષના અંતમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકા ટૂર પર જશે. જે બાદ જાન્યુઆરીથી માર્ચ સુધી ભારતને વેસ્ટઈન્ડિઝ અને શ્રીલંકા સામે સીરીઝ રમવાની છે. પછી IPL-2022નો સમય આવી જશે. એટલે કે સપ્ટેમ્બર પછી જો BCCIને IPL 2021ની બાકીની મેચ કરાવવાની છે તો કોઈ ઈન્ટરનેશનલ સીરીઝને રદ કરવી પડશે.

IPL સાથે જોયાેલાં લોકોની સુરક્ષા સાથે સમજૂની નથી કરવા માગતાઃ જય શાહ
BCCI સચિવ જય શાહે લીગને સ્થગિત કરવાના નિર્ણય પર કહ્યું કે બોર્ડ IPL સાથે જોયાેલા લોકોની સુરક્ષા સાથે કોઈ જ સમજૂતી કરવા નથી ઈચ્છતું. તેથી BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલની સહમતિથી લીગને સ્થગિત કરવાનો નિર્ણય કરાયો છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link