Uncategorized

રક્ષણ માટે વેક્સિન જરૂરી: કોરોના થયા બાદ કેટલાં દિવસ પછી વેક્સિન લગાડવી જોઈએ? સંક્રમણથી બચવા વેક્સિન લગાડ્યા બાદ આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે

[ad_1]

  • Gujarati News
  • National
  • How Many Days After The Corona Should Be Vaccinated? It Is Important To Keep This In Mind After Vaccination To Prevent Infection

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

12 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર કાળો કાળ વરસાવી રહ્યો છે, દેશના દરેક રાજ્યમાં લોકો ખરાબ રીતે વાયરસનો સામનો કરી રહ્યાં છે. દેશમાં રોજ 3-4 લાખ કોવિડના કેસ સામે આવી રહ્યાં છે. આ વચ્ચે 1લી મેથી 18 વર્ષની ઉપરના લોકો માટે વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ થયો છે. ત્યારે વેક્સિનને લઈને લોકોના મનમાં અનેક સવાલો છે. આવો જાણીએ આ સવાલોના શું છે સમાધાન.

સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઇડલાઈન મુજબ વેક્સિનને લઈને લોકોના સવાલોના જવાબ આપવાનો પ્રયાસ કરાયો છે.

અનેક લોકોના મનમાં સવાલ છે કે કોરોનાથી સંક્રમિત થયા બાદ ક્યારે વેક્સિન લગાડવી હિતાવહ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઇડલાઈન મુજબ એવી સલાહ આપવામાં આવે છે કે વેક્સિનનો પહેલો ડોઝ લગાડવા માટે કોવિડથી 14 દિવસની રિકવરી પછી બેથી આઠ સપ્તાહની રાહ જોવી જોઈએ. તે સાથે તે વાતનું પણ ધ્યાન રાખવાની જરૂર છે કે કોરોના વાયરસ વિરૂદ્ધ વેક્સિનને પ્રોત્સાહિત કરવામાં આવે છે, તો પછી ભલેને પહેલાં સંક્રમણ થયું હોય.

રિપોર્ટ હજુ આવ્યો નથી પરંતુ લક્ષણ કોવિડના જોવા મળ છે તો વેક્સિન લગાવવી જોઈએ?
ના, જો કોવિડ-19ના લક્ષણ છે તો વેક્સિન લગાવવી હિતાવહ નથી. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ એવા લોકો વેક્સિનેશન સેન્ટર પર બીજાને સંક્રમિત કરી શકે છે. લક્ષણ ખતમ થયા બાદ ઓછામાં ઓછા બે સ્પાતહ પછી વેક્સિન લગાવી શકાય છે.

કોરોનાની ચેઈન તોડવા વેક્સિનેશન જરૂરી છે

કોરોનાની ચેઈન તોડવા વેક્સિનેશન જરૂરી છે

વેક્સિનનો એક ડોઝ લીધા બાદ સંકમિત થઈ જવાય તો બીજો ડોઝ લઈ શકાય ?
હાં, વેક્સિનનો ડોઝ બિલકુલ લેવો જોઈએ. જો કે કોવિડથી સંપૂર્ણ રિકવર થયા બાદ. રિકવરીના ઓછામાં ઓછા ચાર સપ્તાહ સુધી રાહ જોવી સારી છે.

વેક્સિન લીધા પછી કોવિડ સંક્રમણ થાય તો તે બીજાને સંક્રમિત કરી શકું છું?
હાં. વેક્સિનના બ ંને ડોઝ લીધા બાદ પણ જો કોવિડ થાય તો તે બીજાને પણ સંક્રમિત કરી શકે છે. વેકસિન લીધા બાદ કોરોનાના નિયમ ન ભૂલવા જોઈએ. ખાસ કરીને સંક્રમિત થાય તો તાત્કાલિક આઈસોલેટ કરવામાં આે તેમજ માસ્ક હંમેશા પહેરી રાખવું જરૂરી છે.

વેક્સિન લેવાથી કોરોનાની એફિસન્સી ઓછી થઈ જાય છે?
નિષ્ણાંતોના મતે આ અગે હજુ સુધી વધુ અભ્યાસ નથી થયો. જો કે ડોકટ્રસ વારંવાર કહે છે કે વેક્સિનના બંને ડોઝ કોવિડનો પરમેનેન્ટ ઈલાજ નથી, પરંત વેક્સિન લેવાથી કોવિડની ગંભીરતા જરૂરથી ઓછી થઈ જાય છે અને તે વધુ ઘાતક નથી બનતો.

માસ્ક, સેનિટાઈઝિંગ અને સોશિયલ ડિસ્ટન્સિંગ ઉપરાંત વેક્સિનેશન જ એક એવી મોટી પહેલ છે જેના થકી જીવલેણ કોરોના વાયરસને ભગાડવામાં ઘણી મદદ મળી શકે છે. પરંતુ એવું પણ નથી કે વેક્સિનેટ થયા બાદ કોઈ વ્યક્તિ બીજી વખત કોરોના સંક્રમિત નહીં થાય. એક્સપર્ટન જણાવ્યા મુજબ આપણી કેટલીક ભૂલના કારણે જ આપણે વેક્સિન લીધા બાદ વાયરસની ઝપેટમાં આવી શકે છીએ.

માસ્ક પહેરવાનું ટાળવું
વેક્સિન લીધા બાદ લોકો એવું વિચારે છે કે હવે તેમને માસ્ક પહેરવાની કોઈ જ જરૂરિયાત નથી. જો કે આ વાત સાચી નથી. વેક્સિન લગાડવામાં આવ્યા બાદ લોકો આ પ્રકારની બેદરકારી કરે છે તો તે તેની સૌથી મોટી ભૂલ હશે. જ્યાં સુધી કોમ્યુનિટી લેવલ ઈમ્યુનિટી કે હર્ડ ઈમ્યુનિટી સુધી નહીં પહોંચે ત્યાં સુધી કોઈએ પણ કોવિડના નિયમોને ન તોડવા જોઈએ. વેક્સિનેટ થયા બાદ પણ સાવધાની રાખવી એટલી જ જરૂરી છે.

કોરોનાથી બચવા માસ્ક પહેરવું જરૂરી છે

કોરોનાથી બચવા માસ્ક પહેરવું જરૂરી છે

સંક્રમિત થયા બાદ વેક્સિન ન લેવામાં આવે તો
જો કોઈ પણ વ્યક્તિ સંક્રમિત થઈ ગઈ હોય અને તેને વેક્સિન ન લગાવી હોય તે લેવી જરૂરી છે. જો વેક્સિન ન લગાડવામાં આવે તો બીજી વખત પણ કોરોનાના ગંભીર લક્ષણોના શિકાર બની શકાય છે. વેક્સિન લેવાથી કોરોના ઈન્ફેક્શનના ગંભીર પરિણામોથી બચી શકાય છે.

વેક્સિન લીધા બાદ યાત્રા કરવી કે ન કરવી
એક્સપર્ટની સલાહ મુજબ જ્યાં સુધી સાવધાની રાખવામાં આવે ત્યાં સુધી વેક્સિનેશન પછી વાયરસનો ખતરો ઓછો રહે છે. વિશેષજ્ઞોના મતે જ્યાં સુધી વધુમાં વધુ લોકો વેક્સિન નહીં લગાડે ત્યાં સુધી એકબીજાને મળવાનું ટાળવું, ટ્રાવેલિંગ પર પણ અંકુશ મુકવો જરૂરી છે. કેમકે હજુ પણ વાયરસના નવા-નવા વેરિએન્ટનો ગંભીર ખતરો છે જે આરપણાં પર હાવી થઈ શકે છે.

નિષ્ણાંતો આપી રહ્યાં છે વેક્સિનેશન પર જોર
વિશેષજ્ઞો વેક્સિન લગાવવા પર જોર આપે છે. તેમના મતે હર્ડ ઈમ્યુનિટી પ્રાપ્ત કરવા માટે આપણે આપમી 70% વસ્તીમાં એન્ટીબોડીઝ વિકસિત કરવાની જરૂરિયાત છે. એવામાં એન્ટીબોડીઝ કાં તો વેક્સિનેશથી ડેવલપ થઈ શકે છે કે પછી ઈન્ફેક્શનના માધ્યમથી. હેલ્થ એક્સપર્ટ્સ મુજબ વેક્સિનેશન કોરોનાનો ડેથ રેટઘટાડવામાં મદદગાર રહેશે. પરંતુ તેને લીધા બાદ કેટીલ વસ્તુઓ પર ધ્યાન આપવું પણ જરૂરી છે. ડોકટરોનું માનું છે કે જો વેક્સિન લેનાર વ્યક્તિ પોતાની તંદુરસ્તી પ્રત્યે સાવધાન નહીં રહે તો વેક્સિન પછી પણ કોવિડની ઝપેટમાં આવી શકે છે.

વાયરસનું ચક્ર તોડવા વેક્સિનેશન જરૂરી છે
વિશેષજ્ઞએ ચેતવણી આપી છે કે, જો કોરોના વાયરસનો પ્રકોપ લાંબા સમય સુધી રહ્યો તો તેના ખતરનાક સ્વરૂપ સામે આવતા રહેશે. આ વેરિયેન્ટ વેક્સિનોની અસરનો પણ સામનો કરી શકે છે. 40% વસતીને વેક્સિન આપી ચૂકેલા અમેરિકા જેવા દેશોમાં પણ જોખમ પેદા થઈ શકે છે. વોશિંગ્ટન યુનિવર્સિટીમાં વાઈરલ ઈમ્યુનોલોજિસ્ટ માઈકલ ડાયમંડ કહે છે કે, વાયરસનું ચક્ર તોડવાનો એકમાત્ર રસ્તો ભારત જેવા દેશોમાં પૂરતું રસીકરણ છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના ડેટા પ્રોજેક્ટ અનુસાર ભારતમાં 94 કરોડ વયસ્કોમાંથી માત્ર 2%ને જ વેક્સિનના બંને ડોઝ અપાયા છે.

ડૉ. ડાયમંડે કહ્યું કે, મહામારી રોકવા માટે આપણે આખી દુનિયામાં વેક્સિન આપવી પડશે. જો વૈશ્વિક ધોરણે રસીકરણ નહીં થયું તો ઈન્ફેક્શનની નવી લહેર વારંવાર આવશે. ભારતમાં ખતરનાક બીજી લહેર માટે બી.1.617 વેરિયન્ટ જવાબદાર મનાય છે. બીજા દેશોના રિસર્ચર કહે છે, મર્યાદિત ડેટાથી ખબર પડે છે કે કોઈ અન્ય વેરિયન્ટની પણ ભૂમિકા હોઈ શકે છે. જે સૌથી પહેલા બ્રિટનમાં મળેલો અતિ સંક્રામક બી.1.1.7 વેરિયન્ટ છે. હવે આ અમેરિકામાં સંક્રમણનો નવો સ્રોત છે. આ વેરિયન્ટ સામે તમામ મુખ્ય વેક્સિન અસરકારક જોવા મળી છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link