Uncategorized

શેરબજાર: સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ઘટાડા સાથે ખુલ્યા બજાર, સેન્સેક્સ 414 અંક ઘટ્યો, નિફ્ટી 14550ની નીચે; ટાઈટન કંપની, SBIના શેર ઘટ્યા

[ad_1]

  • Gujarati News
  • Business
  • Open Market With A Decline On The First Trading Day Of The Week, The Sensex Fell 414 Points, Below The Nifty 14550; Shares Of Titan Co., SBI Fall

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ2 કલાક પહેલા

  • મારૂતિ સુઝુકી, બજાજ ઓટો, એચયુએલ, ઈન્ડસઈન્ડ બેન્ક, નેસ્લેના શેર વધ્યા, તમામ એશિયાઈ બજારોમાં ઘટાડો

ભારતીય શેરબજારોમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે 10.12 કલાકે સેન્સેક્સ 414 અંક ઘટી 48367 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 103 અંક ઘટી 14527 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ટાઈટન કંપની, એસબીઆઈ, રિલાયન્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાઈટન કંપની 3.62 ટકા ઘટી 1438.00 પર કારોબાર કરી રહ્યો છે. એસબીઆઈ 1.88 ટકા ઘટી 346.80 પર કારોબાર કરી રહ્યો છે. જોકે મારૂતિ સુઝુકી, બજાજ ઓટો, એચયુએલ, ઈન્ડસઈન્ડ બેન્ક, નેસ્લે સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. ટાઈટન કંપની 3.62 ટકા ઘટી 1438.00 પર કારોબાર કરી રહ્યો છે. SBI 1.88 ટકા ઘટી 346.80 પર કારોબાર કરી રહ્યો છે.

તમામ એશિયાઈ બજારોમાં ઘટાડો

  • જાપનનો નિક્કેઈ ઈન્ડેક્સ 241 પોઈન્ટ ઘટી 28812 પર કારોબાર કરી રહ્યો છે.
  • ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ પણ 28 અંકના ઘટાડાની સાથે 3446 પર આવી ગયો છે.
  • હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેકસ 450 અંક ઘટી 28225 પર કારોબાર કરી રહ્યો છે.
  • કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 3 અંકના ઘટાડા સાથે 3144 પર કારોબાર કરી રહ્યો છે.
  • ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડનરીઝ ઈન્ડેક્સ 5 પોઈન્ટના ઘટાડા સાથે 7285 પર પહોંચી ગયો છે.

અમેરિકાના બજાર ઘટાડા સાથે બંધ
શુક્રવારે તમામ અમેરિકાના બજાર ઘટાડા સાથે બંધ થયા હતા. ડાઉજોન્સ 0.54 ટકાના ઘટાડા સાથે 185.51 અંક નીચે 33874.90 પર બંધ થયો હતો. નેસ્ડેક 0.85 ટકાના ઘટાડા સાથે 119.86 અંક નીચે 13962.70 પર બંધ થયો. S&P 500 ઈન્ડેક્સ પણ 30.30 અંક ઘટી 484.17 પર બંધ થયો હતો. ફ્રાન્સ અને જર્મનીના બજાર પણ ઘટાડા સાથે બંધ થયા હતા.

FII અને DII ડેટા
NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ 30 એપ્રિલે વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ 3465 કરોડ રૂપિયા અને ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ 1419 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. મંગળવારે સેન્સેક્સ 983 પોઈન્ટ નીચે 48782 પર બંધ થયો હતો. આ રીતે નિફ્ટી પણ 263 અંક ઘટી 14631 પર બંધ થયો હતો.

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ચેરમેન દિનેશ ખારાએ રવિવારે કહ્યું કે ઈકોનોમિક ગ્રોથને સપોર્ટ કરવા માટે જેટલા શકય હશે તેટલા વ્યાજ દરો ઓછા રાખીશું. કોરોનાની બીજી લહેરે નોન પરફોર્મિંગ એસેટ્સ પર અસરને લઈને ખારાએ કહ્યું કે આ વખતે દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું નથી. એવામાં આપણે તેના બેન્કિંગ સેકટર પરની અસરને લઈને થોભો અને રાહ જોવોની નીતી અપનાવી પડશે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link