Uncategorized

વતનની ફિકર: NRIઓએ કોરોના સામે લડવા 10 ઓક્સિજન કોન્સન્ટ્રેટર વ્યારા મોકલ્યા, અન્ય મશીનો ખરીદવા માટે પણ સહાય કરી

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યારાએક દિવસ પહેલા

  • કૉપી લિંક
એનઆરઆઇ દ્વારા મોકલાયેલી સહાયથી ખરીદાયેલી મશીનરી. - Divya Bhaskar

એનઆરઆઇ દ્વારા મોકલાયેલી સહાયથી ખરીદાયેલી મશીનરી.

  • વોટ્સએપના માધ્યમથી વ્યારાની સમસ્યા અંગે ખબર પડતા જ અમેરિકાથી સહાય મોકલાઇ

કોરોના કાળમાં વ્યારામાં સર્જાયેલી સમસ્યા અંગે જાણ થતાં જ એનઆરઆઈઓ દ્વારા તાત્કાલિક વ્યારા માટે 10 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અમેરિકાથી પાર્સલ કર્યા હતા. ઉપરાંત તેમના દ્વારા આર્થિક ભંડોળ ઊભું કરી ભારત માંથી બીજા 10 આવાજ 10 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અને 20 વેન્ટીપેપ મશીનો સ્થાનિક લેવલે ખરીદવા આર્થિક સહાય કરી હતી.

કોરોનાના કપરા સમયમાં વ્યારાના વતનીઓ જેઓ હમણાં વિદેશોમાં સ્થાયી થયેલા છે તેઓ હમણાં પોતાના વતન ના લોકો ની વહારે આવ્યા છે. વિદેશમાં સ્થાયી થયેલા અને વ્યારામાં રહેતા જુના મિત્રો દ્વારા બનાવવામાં આવેલા વ્યારા મિત્ર મંડળ નામના વોટ્સએપ ગ્રુપમાં વ્યારાના આગેવાન નેવીલભાઈ જોખી, હસુભાઇ ભક્ત (કપૂરા) જેવા અગ્રણીઓ દ્વારા વ્યારા પંથક માં ઓક્સિજન અને અન્ય જરૂરિયાતો માટે ગ્રુપમાં પોસ્ટ મુકી હતી. જે વાંચતા જ અમેરિકા સ્થિત વ્યારાવાસીઓ એ પોતાના વતન ના લોકો માટે 10 ઓક્સિજન કૉંસોન્ટ્રેટર અમેરિકાથી પાર્સલ કરી દીધા હતા. અને અહીં પહોંચતા જ વ્યારાવાસીઓની સેવામાં કાર્યરત થઈ જશે.

આ ઉપરાંત તેમના દ્વારા આર્થિક ભંડોળ ઊભું કરી ભારત માંથી બીજા 10 આવાજ ઓક્સિજન માટે ના મશીનો તેમજ અન્ય કોવિડની સારવારમાં ઉપયોગી સાધનો લેવામાં આવશે. અહીં હોમ કૉરૅન્ટાઇન લોકોને જો ઓક્સિજન ની જરૂરિયાત ઉભી થાય તો તેમને પણ 10 દિવસ માટે આવા મશીન આપવામાં આવશે તેમજ વ્યારાની સિવિલ અને અન્ય હોસ્પિટલમાં પણ આ સાધનો દર્દીઓને વાપરવા માટે આપવામાં આવશે. આ ઉપરાંત વેન્ટીલેટરની અવેજીમાં કામ લાગતા 20 વેંટીપેપ મશીનો નું વિતરણ તાપી જિલ્લામાં કોવિડ ની સારવાર કરતી હોસ્પિટલોમાં કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત વ્યારાની જનક હોસ્પિટલ અને કાલિદાસ હોસ્પિટલમાં ડુમા નામની ઓક્સિજન ટેન્ક પણ આપવામાં આવી હતી.આ ભગીરથ કાર્ય વ્યારાની જનક સ્મારક હોસ્પિટલ, કાલિદાસ હોસ્પિટલ તેમજ પોષીકા ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ દ્વારા સયુંકત રીતે કરાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link