Uncategorized

કોરોનાને હરાવનાર ચીનની વાત: ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાની બીજી આંધી આવી છે ત્યારે ચીનમાં સબ સલામત છે, જીવન થાળે પડી ગયું છે

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

4 કલાક પહેલાલેખક: નિલેશ ઝીંઝુવાડીયા

  • કૉપી લિંક
  • કોરોનાની ઓળખ થતા જ ચીનની કોમ્યુનિસ્ટ સરકારે યુદ્ધના ધોરણે કોરોના સામે તમામ મોરચે કામગીરી હાથ ધરી હતી
  • કોરોના અંકૂશમાં આવ્યા બાદ પણ નિયંત્રણો જાળવી રાખેલા

ભારત સહિત વિશ્વભરના અનેક દેશો કોરોના વાઈરસની બીજી આંધી (લહેર)માં ફસાઈ ગયા છે. ભારતમાં દરરોજ એક લાખથી વધારે કોરોનાના દર્દીઓ મળી રહ્યા છે. દેશમાં કોરોનાના કેસની સંખ્યાનો રોજે રોજ નવો રેકોર્ડ સ્થાપિત થઈ રહ્યો છે. ગઈકાલે ભારતમાં કોરોનાનો 1,31,893 કેસ આવ્યા જે અત્યાર સુધીમાં એક જ દિવસમાં આવેલા સૌથી વધારે કેસ છે. આ ઉપરાંત ગઈકાલે 802 લોકોએ કોરોનાને લીધે જીવ ગુમાવ્યા છે.

પણ હવે પ્રશ્ન એ થાય છે કે જે દેશ કોરોના વાઈરસનું જન્મદાતા છે અને જેણે સમગ્ર દુનિયાને આ મહામારીના ખપ્પરમાં હોમી દીધી છે તે ચીનમાં સ્થિતિ બિલકુલ સામાન્ય કેમ છે…ગઈકાલે સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમિત નવા દર્દીની સંખ્યા 7,39,311 હતી અને 13,913 લોકોએ જીવ ગુમાવ્યા હતા. પણ આશ્ચર્યની વાત એ છે કે ચીનમાં ગઈકાલે ફક્ત 24 જેટલા જ નવા કેસ મળી આવ્યા હતા.જ્યારે કોરોનાથી એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું ન હતું.

ચીનમાં સ્થાનિક લોકોએ 23 માર્ચ,2021ના રોજ આ રીતે વેક્સિનેશનની પ્રક્રિયામાં ભાગ લીધો હતો.

ચીનમાં સ્થાનિક લોકોએ 23 માર્ચ,2021ના રોજ આ રીતે વેક્સિનેશનની પ્રક્રિયામાં ભાગ લીધો હતો.

ચીનમાં કોરોના વાઈરસ મળી આવતાની સાથે જ ચીને યુદ્ધના ધોરણે પોતાની તમામ વ્યવસ્થાને કામે લગાડી દીધી હતી. આ માટે તેને મોટાપાયે હોસ્પિટલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, દવાઓ, નિષ્ણાતોની ટીમ અને તાલીમ પામેલા મેડિકલ સ્ટાફને કામે લગાડી દીધા હતા. બીજી બાજુ આર્થિક મોરચે થતા નુકસાનની બિલકુલ ચિંતા કર્યાં વગર લોકડાઉન, કન્ટેઈનમેન્ટ ઝોન તથા સંક્રમિત લોકોની શોધખોળ તથા ફરજિયાત સારવાર માટે એક અભિયાન હાથ ધરેલું. જે પ્રકારે અહેવાલ આવી રહ્યા છે તેને જોતા ચીનની કોરોના સામેની લડાઈમાં મેળવેલી જીતને આ મુદ્દાઓથી સમજી શકાય છે.

  • ચીનના વુહાનમાં ફેલાયેલા કોરોના વાઈરસની ભયાનકતા અંગે જેવો અંદાજ મળી ગયો તે સાથે જ તેને અન્ય દેશોથી અલગ કરી દેવામાં આવ્યું. વુહાનથી બહાર આવતા અને શહેરોમાં જવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો. આ સાથે લોકોને ઘરની બહાર નિકળવાના સંજોગોમાં પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો. ત્યારબાદ સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે સેનેટાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
  • ચીનની કોમ્યુનિટ સરકારે સૌથી પહેલા તો કોરોના વાઈરસ અંગે મીડિયા, ઓનલાઈન કે ઓફલાઈન બિનજરૂરી ચર્ચા કરવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. અફવા ફેલાવનારાઓની અટકાયત કરવામાં આવેલી.
  • સ્વાસ્થ્ય કોડ (Health Code) નામની પ્રણાલી તૈયાર કરવામાં આવી, જેમાં લાલ, પીળા અને લીલા રંગના કોડનો ઉપયોગ કરવામાં આવતો. તમામ લોકોને તેમની યાત્રા-પ્રવાસ રેકોર્ડ પ્રમાણે રંગનો કોડ આપવામાં આવતો. ત્યારબાદ તેના આધારે સારવાર કરવામાં આવતી હતી. ચીનની અનેક કંપનીઓએ ચહેરાની ઓળખ કરી શકે તેવી એટલે કે ફેસિયલ રેકગ્નાઈઝેશન પ્રણાલી શરૂ કરી. આ પ્રણાલીની મદદથી જાહેર સ્થળો પર માસ્ક નહીં પહેરનાર લોકોની ઓળખ કરવામાં આવી.
(ફાઈલ ફોટો)

(ફાઈલ ફોટો)

  • પ્રશાસને દરેક ખાલી સ્ટેડીયમો અને વિશાળ જગ્યાઓને હંગામી હોસ્પિટલમાં તબદિલ કરી દીધી. શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરી દીધી. મોલ્સ, સિનેમા હોલ્સ સહિત લોકોની ભારે અવરજવર ધરાવતી જગ્યા બંધ કરવામાં આવી હતી.
  • કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે ચીને 549 જેટલા રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો, સહિતના માર્ગોને સંપૂર્ણપણે બંધ કરી દીધા. દેશના 12,000થી વધારે વાઈરસ અસરગ્રસ્ત વિસ્તારોથી અલગ-થલગ કરી દેવામાં આવ્યા હતા.
  • ચીનના 28 પ્રાંતોમાં યાત્રા માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા હતા. 200થી વધારે શહેરોમાં જાહેર પરિવહન બંધ કરી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત રેલવે પરિવહન પર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યા હતા. બેઈજીંગ, શાંઘાઈ, ગ્વાંગઝૂ અને શેનજેન જેવા શહેરોને જોડતી સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી.
  • દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી રાતો-રાત 1,000 બેડની ક્ષમતાવાળી અનેક હોસ્પિટલો તૈયાર કરી. એકલા હુબેઈ પ્રાંતમાં જ એક ડઝનથી વધારે હંગામી કોરોના વાઈરસ હોસ્પિટલો તૈયાર કરી હતી. જેમ-જેમ કોરોના પર અંકૂશ આવતો ગયો તેમ હોસ્પિટલો બંધ કરી દેવામાં આવતી. લોકો સુધી દવાઓ અને ભોજન પહોંચાડવા માટે રોબોટ્સનો ઉપયોગ કરવામાં આવતો હતો.
  • ચીનની કોમ્યુનિસ્ટ સરકારના કડકાઈનો ફાયદો મહામારીને અંકૂશમાં લેવામાં અસરકારક સાબિત થઈ. સ્થિતિ સુધરી તેમ છતાં ઘરમાંથી એક જ વ્યક્તિને ઘરની બહાર નિકળવા પરવાનગી આપવામાં આવતી, તેને પણ કોરોના ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવાનું રહેતું. તમામ શાળા-કોલેજો બંધ કરી ઓનલાઈન ક્લાસિસ શરૂ કરવામાં આવ્યા. ઘરે-રહેઠાણો તથા હોસ્પિટલોમાં દવાઓ પહોંચાડવા માટે કેન્દ્રીય સુવિધાઓ શરૂ કરવામાં આવી.
  • માલવાહક જહાજો અને વાહનો પર ગંભીર સ્થિતિ ધરાવતા વિસ્તારોમાં પરિવહન પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો. કોઈ પણ સંજોગોમાં કાચો માલ અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવા અને ત્યાથી ઉત્પાદન બહાર મોકલવા પર પ્રતિબંધ મુકાયો.
  • સોશિયલ મીડિયાની મદદથી સંક્રમિત અને બચાવ ઉપાયોનો ઉપયોગ નહીં કરનારા લોકોની ઓળખ કરવામાં આવી. સંક્રમિત લોકોની સારવાર માટે અને સ્વસ્થ લોકોના બચાવ માટે ઉપાયોને અપનાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું. અનેક શહેરોમાં તો સંક્રમિતોની ઓળખ કરનારાઓને ઈનામ પણ આપવામાં આવતું હતું.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link