Uncategorized

IPLમાં પંત vs ધોની: દિલ્હીના નવા કેપ્ટનનો અનેરો અભિગમ, કહ્યું- માહીભાઈ પાસેથી જે ટ્રિક્સ શીખ્યો છું એનો તેમની સામે જ ઉપયોગ કરીશ

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ15 મિનિટ પહેલા

  • કૉપી લિંક
દિલ્હી અને ચેન્નઈ વચ્ચે લીગમાં 23 મેચ રમાઈ છે, તેમાંથી દિલ્હીની ટીમ 8 જ મેચ જીતી શકી છે. - Divya Bhaskar

દિલ્હી અને ચેન્નઈ વચ્ચે લીગમાં 23 મેચ રમાઈ છે, તેમાંથી દિલ્હીની ટીમ 8 જ મેચ જીતી શકી છે.

IPLની 14મી સીઝનમાં ઋષભ પંત દિલ્હી કેપિટલ્સની કપ્તાની કરશે. તેની પહેલી મેચ 10 એપ્રિલે મહેન્દ્રસિંહ ધોનીની ટીમ ચેન્નઈ સુપરકિંગ્સ સામે છે. પંતે કહ્યું કે, તે પ્રથમ મેચ માટે તૈયાર છે. તેણે કહ્યું કે, હું આટલા વર્ષોમાં જે પણ શીખ્યો તે માહી ભાઈ પાસેથી શીખ્યો છું, તે બધું તેમની સામે મેચમાં ઉપયોગ કરીશ.

IPLની શરૂઆત 9 એપ્રિલે થશે. પ્રથમ મેચમાં રોહિત શર્માની મુંબઈ ઇન્ડિયન્સ અને વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલોર આમને-સામને થશે.

પ્રથમ વખત કપ્તાની કરવા ઉત્સાહિત
પંતે કહ્યું કે તે પ્રથમ વખત આઈપીએલમાં કપ્તાની કરવા માટે ઉત્સાહિત છે. તેણે કહ્યું – અમારી પહેલી મેચ માહી ભાઈની ટીમ સામે છે. આ મેચ મારા માટે વિશેષ રહેશે અને મને તેમની પાસેથી ઘણું શીખવા મળશે. હું તેમની પાસેથી ભૂતકાળમાં ઘણું શીખ્યો છું. મારો આઈપીએલ રમવાનો અત્યાર સુધીનો જે પણ અનુભવ છે, હું તેનો સીએસકે સામે ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીશ.

હું મારી કેપ્ટનશિપ હેઠળ આઈપીએલ ટ્રોફી જીતવાનો પ્રયત્ન કરીશ
તેણે કહ્યું – હું કપ્તાનીને મારા માટે એક તક તરીકે જોઉં છું. અમે એક વખત પણ આઈપીએલનો ખિતાબ જીત્યો નથી. હું મારી કેપ્ટનશિપ હેઠળ ટીમને ટાઇટલ અપાવવાનો પ્રયત્ન કરીશ. અમારી ટીમ છેલ્લી કેટલીક સીઝનથી સતત સારું પ્રદર્શન કરી રહી છે. અમારા ખેલાડીઓ તેમનું 100% આપી રહ્યા છે.

પોન્ટિંગના અનુભવથી ટીમને લાભ થશે
પંતે કહ્યું કે, ટીમને રિકી પોન્ટિંગનો કોચ બનવાનો ફાયદો થયો છે. પોન્ટિંગ પાસે ક્રિકેટ અને કપ્તાનીનો ઘણો અનુભવ છે. તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું છે. મને આશા છે કે અમે આ વખતે તેના માર્ગદર્શન અને અન્ય સાથી ખેલાડીઓના ટેકાથી ખિતાબ જીતવા માટે સક્ષમ થઈશું.

પંતે આઈપીએલમાં 68 મેચ રમી, 2079 રન બનાવ્યા
પંતે આઈપીએલમાં અત્યાર સુધીમાં 68 મેચ રમી છે, જેમાં 35.23ની સરેરાશથી 2079 રન બનાવ્યા છે. તેણે અત્યાર સુધીમાં 1 સદી અને 12 અડધી સદી ફટકારી છે. તે જ સમયે, ધોનીએ 204 મેચોમાં 40.99ની સરેરાશ અને 136.75ના સ્ટ્રાઇક રેટથી 4,632 રન બનાવ્યા હતા. તેણે આઈપીએલમાં કુલ 23 અર્ધી સદી ફટકારી છે, પરંતુ તે ક્યારેય સદી ફટકારી શક્યો નથી.

8 ટીમ 52 દિવસમાં ફાઇનલ સહિત 60 મેચ રમશે
14મી સીઝનમાં તમામ 8 ટીમ 52 દિવસમાં ફાઇનલ સહિત 60 મેચ રમશે. તમામ મુકાબલા 6 શહેર- અમદાવાદ, બેંગલુરુ, ચેન્નઈ, દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં રમાશે. ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પહેલીવાર એવું થઈ રહ્યું છે કે ટૂર્નામેન્ટ હોવા છતાં ટીમો પોતાના હોમગ્રાઉન્ડમાં નહીં રમે, એટલે કે કોલકાતાની મેચ કોલકાતામાં અને મુંબઈની મેચ મુંબઈમાં નહીં રમાય.

મુંબઈ સૌથી વધુ 5 વાર ચેમ્પિયન બન્યું, દિલ્હી હજી સુધી ટાઇટલ જીત્યું નથી
IPLના ઇતિહાસમાં મુંબઈ ઇન્ડિયન્સે સૌથી વધુ 5 ટાઇટલ જીત્યા છે. રોહિતની કપ્તાનીમાં ટીમ 2013, 2015, 2017, 2019 અને 2020માં ચેમ્પિયન બની હતી. બીજા નંબરે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીવાળી ચેન્નઈ સુપરકિંગ્સ છે. તેઓ 2010, 2011 અને 2018 એમ કુલ ત્રણવાર ખિતાબ જીત્યા છે તેમજ સૌથી વધુ 8 ફાઇનલ રમવાનો રેકોર્ડ પણ તેમના નામે છે. ટીમ 2008, 2012, 2013, 2015 અને 2019માં રનરઅપ રહી હતી.

કોલકાતા અને હૈદરાબાદ 2-2 વાર ચેમ્પિયન બન્યું છે. કોલકાતા 2012, 2014 અને હૈદરાબાદ 2009, 2016માં ચેમ્પિયન બન્યું હતું. રાજસ્થાને એકવાર 2008માં ટાઇટલ પોતાના નામે કર્યું હતું. પંજાબ, દિલ્હી અને બેંગલોરની ટીમ હજી સુધી ચેમ્પિયન બનવામાં સફળ થઈ નથી. ગઈ સીઝનમાં મુંબઈએ દિલ્હીને હરાવીને 5મી વાર કપ ઉપાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link