Uncategorized

પૂજારા ઇન ‘T20 MODE’: ચેતેશ્વર પૂજારાએ નેટ પ્રેક્ટિસ દરમિયાન છગ્ગાઓનો વરસાદ કર્યો; વીડિયો વાઇરલ, CSK તરફથી મેદાનમાં ઊતરશે

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Cheteshwar Pujara Hits Back To Back Sixes During Net Practice; Video Will Went Viral, Will Play From Channai Team

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

16 કલાક પહેલા

  • કૉપી લિંક
પૂજારાએ IPLમાં સારું પ્રદર્શન દાખવવા માટે જોરશોરથી પ્રેક્ટિસ હાથ ધરી હતી. જેમાં તેણે મેદાનના દરેક ખૂણામાં છગ્ગાઓ મારવા માટે અભ્યાસ હાથ ધર્યો હતો. - Divya Bhaskar

પૂજારાએ IPLમાં સારું પ્રદર્શન દાખવવા માટે જોરશોરથી પ્રેક્ટિસ હાથ ધરી હતી. જેમાં તેણે મેદાનના દરેક ખૂણામાં છગ્ગાઓ મારવા માટે અભ્યાસ હાથ ધર્યો હતો.

  • ચેન્નઈએ પૂજારાને 50 લાખની બેઝ પ્રાઇઝમાં ખરીદ્યો હતો, તે IPLમાં સારું પ્રદર્શન કરવા આતુર
  • મને શોર્ટ ફોર્મેટમાં યોગ્ય તક આપ્યા વગર જ ટેસ્ટનો બેટ્સમેન માની લીધો છેઃ ચેતેશ્વર પૂજારા

ચેતેશ્વર પૂજારાને ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનની યાદીમાં સામેલ કરવામાં આવે છે. IPLની 14મી સિઝનમાં ચૈન્નઈ સુપરકિંગ્સે તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. ચેન્નઈએ પૂજારાને 50 લાખની બેઝ પ્રાઈઝમાં ખરીદ્યો હતો. આ સિઝનની IPL માટે પૂજારાએ પણ જોરશોરથી નેટ્સમાં પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરી દીધી છે. આમ તો પુજારાને તેના ડિફેન્સિવ અંદાજ માટે ઓળખવામાં છે. જ્યારે શોર્ટ ફોર્મેટને વાત કરીએ તો તે કેટલાકના મતે પૂજારાની છબીથી એકદમ વીપરીત માનવામાં છે, ત્યારે સોશિયલ મીડિયામાં પુજારાની નેટ પ્રેક્ટિસનો એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં તે છગ્ગા મારવાની પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ પ્રમાણેની તેની પ્રેક્ટિસને જોતાં પૂજારાના તમામ ફેન્સ પણ તેના નવા ક્રિકેટીંગ અંદાજને IPLમાં જોવા માટે ઘણા આતુર થઈ ગયા છે.

પૂજારાએ 360 ડીગ્રીમાં છગ્ગાઓ મારવાની પ્રેક્ટિસ કરી
વાઈરલ થયેલા વીડિયોમાં પૂજારા મેદાનના દરેક ખૂણામાં બોલને પહોંચાડવા માટે લોફ્ટેડ શોટ્સનો અભ્યાસ કરતો જણાઈ રહ્યો છે. પ્રેક્ટિસ દરમિયાન પૂજારા ટેસ્ટમેચની માફક જ લયબદ્ધતાથી બોલને બેટ સાથે કનેક્ટ કરી રહ્યો હતો. આ વખતે તે કોઈ ડિફેન્સિવ શોટ માટે નહીં પરંતુ હવાઈ ફાયર કરવા માટે પોતાના શોટ્સને ક્રિએટ કરતો નજરે પડ્યો હતો. પુજારાએ જણાવ્યું હતું કે તેને ઘણો આનંદ થયો છે કે એ ચેન્નઈ સુપરકિંગ્સનો એક ભાગ છે. મહેન્દ્રસિંહ ધોનીની પણ તેણે પ્રશંસા કરી હતી. પૂજારાએ કહ્યું હતું કે હું જ્યારે ડેબ્યુ કરી રહ્યો હતો ત્યારે પણ મારી ટીમના કેપ્ટન માહી ભાઈ હતા.

ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ મને દરેક ફોર્મેટ રમવા પ્રેરણારૂપઃ પુજારા
પુજારા ઘણા સમયથી કહી રહ્યો હતો કે મને ટેસ્ટમેચનો બેટ્સમેન સમજીને IPLમાં સ્થાન અપાતું નહોતું. પુજારાને ક્રિકેટના દરેક ફોર્મેટથી લગાવ છે અને તમામ ફોર્મેટમાં તે પોતાની શૈલીના આધારે રમત દાખવવા માટે આતુર છે. પુજારાએ જણાવ્યું હતું કે તેને સૌથી સારી ટીમમાં રમવાનું સ્થાન મળ્યું છે અને આ તકનો લાભ ઉઠાવીને 60 દિવસીય ટૂર્નામેન્ટમાં તેને ઘણાબધા તજજ્ઞોનું માર્ગદર્શન પણ પ્રાપ્ત થશે. ક્રિકેટ પ્રત્યેનો પુજારાનો પ્રેમ જ તેને દરેક ફોર્મેટમાં રમાવા માટે પ્રેરણા પૂરી પાડે છે.

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર

પૂજારાએ અત્યારસુધી IPLમાં 30 મેચ રમી
IPLમાં તેને તક ન મળતા પુજારા દરેક વખતે કહેતો હતો કે મને પ્રયાસ કરવાની પણ તક આપવામાં આવી નહોતી. જ્યાં સુધી હું શોર્ટ ફોર્મેટમાં ગેમ નહીં રમુ ત્યાં સુધી કેવી રીતે મારા કૌશલ્યનો પરચો બતાવી શકીશ? મને યોગ્ય તક આપ્યા વગર જ ટેસ્ટનો બેટ્સમેન હોવાની પૂર્વધારણાઓ બાંધવામાં આવી છે. મારા ઉપર ફ્રેન્ચાઈઝે ભરોસો કરવો પડશે. પૂજારાએ IPLમાં અત્યારસુધી 30 મેચ રમી છે. આ સિઝનમાં તેના પર સારું પ્રદર્શન કરવાનો દબાવ પણ રહેશે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link