Uncategorized

માનવાધિકારો પર USનો રિપોર્ટ: વંશવાદની ઘટનાઓથી પરેશાન અમેરિકાનો દાવો- ભારતમાં માનવાધિકારો સંબંધિત ઘણા મુદ્દાઓ, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય બની રહી છે

[ad_1]

  • Gujarati News
  • International
  • US Report Released By Joe Biden Administration Many Human Rights Issues In India, But Situation Is Becoming Normal In Jammu And Kashmir

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

7 કલાક પહેલા

  • અમેરિકાના અહેવાલમાં દુનિયાભરના દેશોમાં માનવાધિકારોની સ્થિતિ અંગે જણાવાયું છે
  • આ રિપોર્ટમાં રશિયા અને સિરિયાનો પણ સમાવેશ કરાયો છે

અમેરિકાના જો બાઇડન પ્રશાસને જાહેર કરેલા એક માનવાધિકારના રિપોર્ટમાં ભારતની પ્રશંસા કરાઈ છે, તો એની સાથે કેટલાક મુદ્દાઓ પર સવાલો પણ ઉઠાવ્યા છે. US ખુદ રંગભેદથી પરેશાન છે, એવામાં અમેરિકાએ મંગળવારના રોજ ‘2020 કન્ટ્રી રિપોર્ટ ઓન હ્યુમન રાઈટ્સ પ્રેક્ટિસીસ’ના રિપોર્ટમાં દુનિયાભરના વિવિધ દેશોમાં માનવાધિકારોની સ્થિતિ અંગે જણાવ્યું હતું. આ રિપોર્ટ અમેરિકાના વિદેશમંત્રી એન્ટોની બ્લિંકને રજૂ કર્યો હતો.

રિપોર્ટમાં કહ્યું હતું કે ભારત દેશ માનવ અધિકારોને લઈને ઘણાબધા પ્રશ્નોથી ઝઝૂમી રહ્યો છે, પરંતુ હવે ભારતમાં ધીમે-ધીમે જમ્મુ-કાશ્મીરનો મુદ્દો હળવો બની રહ્યો છે. અમેરિકી વિદેશ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિને સામાન્ય કરવા માટે ભારત સરકાર સતત કાર્યરત છે. ઘણા પ્રકારના પ્રતિબંધોને ધીમે-ધીમે હઠાવાઈ રહ્યા છે. આ વર્ષે ત્યાં રાજકીય પ્રવૃત્તિઓને પણ વેગવંતી બનાવવામાં આવી છે. જાન્યુઆરીમાં ત્યાં ઈન્ટરનેટની સુવિધાને પણ પુનઃ સ્થાપિત કરાઈ હતી.

અમેરિકામાં વંશવાદ જેવી ઘટનાઓ વચ્ચે અહેવાલ જાહેર કરાયો
જોવાની વાત એ છે કે અત્યારે અમેરિકા પોતે રંગભેદનો સામનો કરી રહી છે, એવામાં બાઈડન સરકારનો આ રિપોર્ટ સામે આવ્યો છે. અમેરિકાના વિદેશમંત્રી એન્ટોની બ્લિંકને પણ આ મુદ્દા પર ચર્ચા કરીને આવરી લીધો હતો. તેમણે કહ્યું હતું કે અમારે પણ કેટલાક ઘરેલું મુદ્દાઓ પર કાર્ય કરવાની જરૂર છે, જેમાં સૌથી મોટો મુદ્દો વંશવાદનો જ છે. અમે એવું પણ નથી કહી રહ્યા કે આ મુદ્દો USમાં નથી અને તેને છાવરી લેવાની પણ કોશિશ કરી રહ્યા નથી. આપણે આ પ્રશ્નની અવગણના ન કરવી જોઈએ.

ભારતમાં આ મુદ્દાઓ પર ચિંતા વ્યક્ત કરી

  • પોલીસ દ્વારા ગેરકાયદે અને મનફાવે એમ હત્યાઓ
  • કેટલાક પોલીસ અને જેલના અધિકારીઓનો અત્યાચાર
  • મનફાવે એમ ધરપકડ અને અટકાયત
  • કઠોર અને જાનલેવા જેલની પરિસ્થિતિ
  • કેટલાંક રાજ્યોમાં રાજનૈતિક કેદ અને નજરબંદી
  • અભિવ્યક્તિ અને પ્રેસની સ્વતંત્રતા પર પ્રતિબંધ
  • ભ્રષ્ટાચાર અને ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન
  • સરકારમાં દરેક સ્તરે વ્યાપક ભ્રષ્ટાચાર
  • મહિલાઓ વિરુદ્ધ હિંસાને પગલે તપાસ અને જવાબદારીઓનો અભાવ

અહેવાલમાં રશિયા અને સિરિયાનો પણ સમાવેશ
આ રિપોર્ટમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની આગેવાનીના પ્રશાસન વિરુદ્ધ રાજકીય હરીફો અને વિરોધીઓને કચડવાના આરોપો મુકાયા છે. સિરિયાની બશર અલ-અસદ સરકારને પણ પોતાના જ લોકો પર અત્યાચાર અને દબાણમાં રાખવાના આરોપો અંતર્ગત દોષી ઠેરવવામાં આવી હતી.

USમાં ગત વર્ષે 3,800 હેટ ક્રાઇમના કેસો નોંધાયા હતા
મીડિયા અહેવાલો અનુસાર, અમેરિકામાં છેલ્લા કેટલાક મહિનાઓમાં વંશવાદને લગતા વંશીય હુમલાઓમાં વધારો નોંધાયો છે. માર્ચ 2020 પછીથી લગભગ 3,800 જેટલા હેટ ક્રાઈમના કેસો પ્રકાશમાં આવ્યા છે. ગત વર્ષે મે મહિનામાં પોલીસ કસ્ટડીમાં બ્લેક જ્યોર્જ ફ્લોયડના મૃત્યુ પછી આખી દુનિયાએ અમેરિકામાં માનવાધિકાર ઉલ્લંઘનનો મામલો ઉઠાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link