Uncategorized

મીડિયા અહેવાલમાં દાવો: મ્યાનમારની સેનાએ બોર્ડર નજીકના ગામોમાં હવાઈ હુમલા કર્યાં, 3 હજારથી વધારે લોકો ભાગીને થાઈલેન્ડ પહોંચ્યા

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યાંગોન2 કલાક પહેલા

  • કૉપી લિંક
આ તસવીર કરેન પ્રાંતમાં હવાઈ હુમલાવાળી જગ્યાની છે - Divya Bhaskar

આ તસવીર કરેન પ્રાંતમાં હવાઈ હુમલાવાળી જગ્યાની છે

મ્યાનમારમાં સેનાની કાર્યવાહીમાં 114 લોકો માર્યા ગયા ત્યારબાદ બોર્ડર નજીક આવેલા ગામોમાં હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. તેમા બાળકો સહિત અનેક લોકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રોયટર્સે સ્થાનિક મીડિયાને ટાંકી જણાવ્યું છે કે આ ગામ મ્યાનમારના દક્ષિણપૂર્વ કરેન રાજ્યમાં છે.

સેનાના હુમલાથી ડરીને અહીં આશરે 3,000 લોકો રવિવારે થોઈલેન્ડ ભાગી ગયા છે. આ વિસ્તાર હથિયારધારી એથેનિક ગ્રુપ કરેન નેશનલ યુનિયન (KNU)ના કબ્જામાં હોવાનું માનવામાં આવે છે. KNUનું કહેવું છે કે તે એવા સેંકડો લોકોને શરણ આપી રહ્યા છે, જે તાજેતરના સપ્તાહમાં દેશમાં વધેલી હિંસા વચ્ચે ભાગી સેન્ટ્રલ મ્યાનમાર પહોંચ્યા છે.

મ્યાનમારની સેનાએ જે ગામ પર હુમલો કર્યો તે થાઈલેન્ડની સીમા નજીક આવેલ છે

મ્યાનમારની સેનાએ જે ગામ પર હુમલો કર્યો તે થાઈલેન્ડની સીમા નજીક આવેલ છે

KNUના જણાવ્યા પ્રમાણે સેનાનો હુમલો રાત્રે લગભગ 8 વાગે થયો હતો. તેના બ્રિગેડ-5 ફોર્સના નિયંત્રણવાળા વિસ્તારોમાં ફાઈટર જેટ્સે બોમ્બ વર્ષા કરી હતી. આ ગ્રુપનું કહેવું છે કે ગયા મહિને સેનાએ સત્તા પલટો કર્યાં બાદ ગૃહયુદ્ધની આશંકા વધી ગઈ છે. જોકે, આ બાબતમાં મ્યાનમારની સેના તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

વર્ષ 2015માં સરકાર સાથે કરી હતી યુદ્ધવિરામ સમજૂતી
અહેવાલ પ્રમાણે આ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષમાં આ સૌથી મોટો હુમલો છે. KNUએ વર્ષ 2015માં સરકાર સાથે યુદ્ધવિરામ સમજૂતી કરી હતી. સેનાએ ગત 1 ફેબ્રુઆરીના રોજ સરકારનો સત્તા પલટો કર્યો હતો.

શનિવારે 114 પ્રદર્શકારીઓના મોત થયા હતા
મ્યાનમારમાં સત્તા પલટા સામે જારી હિંસાના વિરોધ-પ્રદર્શનો વચ્ચે સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝપાઝપીમાં શનિવારે 114 લોકોના મોત થયા હતા. સત્તાપલટા બાદ કોઈ એક દિવસમાં આ સૌથી વધારે મોત થયા છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link