Uncategorized

કોરોના રિટર્ન: કોવિડ 19ના કેસ વધતા રાણા દગ્ગુબાતી સ્ટારર ફિલ્મ ‘હાથી મેરે સાથી’ હિંદી માર્કેટમાં રિલીઝ નહીં થાય

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ17 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ફરી એકવાર કોરોનાને કારણે ફિલ્મ રિલીઝનું ભાવિ અદ્ધર તાલ

રાણા દગ્ગુબાતી, પલ્લવી જોષી તથા શ્રેયા પિલગાંવકર સ્ટારર ફિલ્મ ‘હાથી મેરે સાથી’ 26 માર્ચે થિયેટરમાં રિલીઝ થવાની હતી. જોકે, કોરોનાના વધતા કેસને કારણે હવે આ ફિલ્મ હિંદી માર્કેટમાં રિલીઝ થશે. જોકે, સાઉથમાં તમિળ તથા તેલુગુ વર્ઝન 26 માર્ચે જ રિલીઝ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંક દિવસથી ભારતમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ તથા ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થયો છે. આથી જ આ સમયે પ્રોડ્યૂસર કોઈ જાતનું જોખમ લેવા માગતા નથી. આ રાજ્યોમાં ઘણાં શહેરોમાં નાઈટ કર્ફ્યૂ તથા શનિ-રવિ મલ્ટીપ્લેક્સ બંધ કરી દેવામાં આવ્યા છે. ‘હાથી મેરે સાથી’ ઉપરાંત પંજાબી ફિલ્મ પણ રિલીઝ થવાની નથી.

સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું

ઈરોઝ ઈન્ટરનેશનલના સ્પોકપર્સને કહ્યું હતું, ‘ડિયર દર્શકો, બહુ જ દુઃખ સાથે આ સમાચાર તમારી સાથે શૅર કરવામાં આવે છે, પરંતુ કોવિડ 19ને કારણે હિંદી માર્કેટમાં ‘હાથી મેરે સાથી’ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે નહીં. અમે તમને નવી તારીખ અંગે માહિતી આપીશું. જોકે, તેલુગુ વર્ઝન ‘અરન્યા’ તથા તમિળ વર્ઝન ‘કાદાન’ નક્કી કરેલી તારીખ એટલે કે 26 માર્ચે જ રિલીઝ થશે.’

ઍન્વાયરમૅન્ટ ક્રાઇસિસ પર આધારિત
‘હાથી મેરે સાથી’ ફિલ્મમાં રાણા દગ્ગુબાતી જંગલ તથા પ્રાણીઓ માટે લડતો જોવા મળે છે. આ ફિલ્મમાં ઍન્વાયરમૅન્ટ ક્રાઈસિસની ખરાબ અસરો વિશ્વ પર કેવી થાય છે તે વાત બતાવવામાં આવી છે. ફિલ્મને પ્રભુ સોલોમોને ડિરેક્ટ કરી છે. ફિલ્મને સુનીલ લુલ્લા, ઈન્દર સિંહ બારૈયાએ પ્રોડ્યૂસ કરી છે.

પંજાબી ફિલ્મ પણ હોલ્ડ પર

પંજાબી ફિલ્મ ‘પૌડા’ બીજી એપ્રિલે રિલીઝ થવાની હતી. જોકે, હવે આ ફિલ્મ પણ અનિશ્ચિત મુદત માટે હોલ્ડ પર મૂકી દેવામાં આવી છે.

બીજી ફિલ્મનું ભાવિ અદ્ધરતાલ
ભારતમાં કોરોનાના કેસમાં ઊછાળો આવ્યો છે અને તેને કારણે વિવિધ રાજ્યોમાં કર્ફ્યૂ, મોલ, મલ્ટિપ્લેક્સ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાઈટ કર્ફ્યૂ હોવાને કારણે થિયેટરમાં નાઈટના શો યોજી શકાય નહીં. આ ઉપરાંત શનિ-રવિ મલ્ટિપ્લેક્સ બંધ રહેતા પ્રોડ્યૂસરને નુકસાન સહન કરવાનો વારો આવે તે સ્વાભિવક છે. હિંદીમાં જાહન્વી-રાજકુમાર રાવની ‘રૂહી’ તથા જ્હોન અબ્રાહમની ‘મુંબઈ સાગા’ રિલીઝ થઈ છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે સારો દેખાવ કર્યો છે. હિંદીમાં 26 માર્ચે ‘સાનિયા’, ‘પગલેટ’, ‘ડી કંપની’ રિલીઝ થવાની છે. 9 એપ્રિલે અમિતાભ-ઈમરાનની ફિલ્મ ‘ચેહરે’, 23 એપ્રિલે ‘થલાઈવી’, ‘બંટી ઔર બબલી 2’ 30 એપ્રિલે ‘સૂર્યવંશી’, 13 મેના રોજ ‘સત્યમેવ જયતે 2’ તથા ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ રિલીઝ થવાની છે. હવે આ હિંદી ફિલ્મ રિલીઝ થાય છે કે પછી કોરોનાને કારણે રિલીઝ અટકાવી દેવામાં આવે છે તે ટૂંક સમયમાં જ ખબર પડી જશે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link