Uncategorized

સચિન વઝે મુદ્દો ઉઠાવનારી સાંસદને ધમકી: અમરાવતીની સાંસદે સ્પીકર સમક્ષ ફરિયાદ કરી; શિવસેનાના MPએ લોબીમાં ધમકી આપી- ‘જોઉ છું કે તુ મહારાષ્ટ્રમાં કેવી રીતે ફરે છે’

[ad_1]

  • Gujarati News
  • National
  • Amravati MP Complains To Speaker, Shiv Sena MP Threatens In Lobby ‘I See How You Move Around Maharashtra’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હી21 મિનિટ પહેલા

  • કૉપી લિંક
સંસદની કાર્યવાહી સમયે સાંસદ નવનીત રવિ રાણાએ દાવો કર્યો હતો કે એન્ટિલિયા કેસમાં સચિન વઝેને હોદ્દા પર ફરી લાવવા ઉદ્ધવ ઠાકરેએ દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ રજૂઆત કરી હતી - Divya Bhaskar

સંસદની કાર્યવાહી સમયે સાંસદ નવનીત રવિ રાણાએ દાવો કર્યો હતો કે એન્ટિલિયા કેસમાં સચિન વઝેને હોદ્દા પર ફરી લાવવા ઉદ્ધવ ઠાકરેએ દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ રજૂઆત કરી હતી

સંસદમાં સોમવારે સચિન વઝેને લગતો મુદ્દો ઉઠાવનારી અમરાવતીની સાંસદ નવનીત રવિ રાણાએ શિવસેના સાંસદ અરવિંદ સાંવત પર ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આ અંગેની ફરિયાદ લોકસભાના સ્પિકર ઓમ બિરલા સમક્ષ કરી છે. નવનીતે સ્પીકરને લખેલા પત્રમાં કહ્યું કે સંસદમાં સચિન વઝેનો મુદ્દો ઉઠાવ્યા બાદ અરવિંદે કહ્યું કે હું જોઉં છું કે તુ મહારાષ્ટ્રમાં કેવી રીતે ફરે છે. તને પણ જેલમાં પૂરી દેઈશું.

નવનીત રવિ રાણાએ લખ્યું છે કે મહારાષ્ટ્રના મનસુખ હિરેન હત્યાકાંડ, સચિન વઝે અને ભૂતપુર્વ પોલીસ કમિશ્નરના પત્ર અંગે ઠાકરે સરકાર પર પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા હતા. આ પ્રશ્નોને મેં સંસદમાં ઉપસ્થિત કર્યાં. જેને લીધે શિવસેના સાંસદ અરવિંદ સાવંતે સંસદની લોબામાં મને ધમકી આપી. અગાઉ પણ મને શિવસેનાના લેટર હેડ પર, ફોન પર ચહેરા પર તેજાબ ફેકવા તથા જાનથી મારી નાંખવાની ધમકીઓ આપવામાં આવેલી છે. આ મુદ્દે મેં પોલીસ કાર્યવાહીની માંગ કરી છે.

નવનીત રવિ રાણાએ લોકસભા સ્પીકરને મોકલેલા પત્રમાં લખ્યું છે કે તેમને અગાઉ પણ ધમકીઓ મળી ચુકી છે

નવનીત રવિ રાણાએ લોકસભા સ્પીકરને મોકલેલા પત્રમાં લખ્યું છે કે તેમને અગાઉ પણ ધમકીઓ મળી ચુકી છે

શિવસેના સાંસદે કહ્યું-શિવસેનાવાળા મહિલાઓને ધમકાવતા નથી
નવનીત રાણાના આરોપ અંગે મુંબઈ દક્ષિણથી સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે આ વાત ખોટી છે. એક તો તે મહિલા છે. નવનીત રાણા મને આવતા-જતા ભૈયા-દાદા કહે છે. મહિલાઓને ધમકાવવા જેવા કામ શિવસેનાવાળા કરતા નથી. તેમની આજુબાજુમાં કોઈ લોકો હોય તો મને કહે કે મે તેને ધમકાવ્યા છે. તેમની વાત કરવાની પદ્ધતિ યોગ્ય નથી.

તેમણે કહ્યું તેમનો વીડિયો ક્લિપ જોવામાં આવે, જ્યારે તેઓ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું નામ લે છે ત્યારે તેની બોડી લેંગ્વેલ જુઓ, એકદમ ધૃણાસ્પદ વાત કરતી રહે છે. તેમ છતા અમે ક્યારેય કંઈ કહ્યું નથી. તે અગાઉથી જ આ પ્રકારની વાત કરે છે. આજે પણ એમ જ કર્યું છે. હું તેને શા માટે ધમકી આપુ. તે યોગ્ય રીતે વાત કરી રહી નથી. આ યોગ્ય નથી.

એક API પાસેથી 6000 કરોડ વસુલવા ઈચ્છતા હતા ગૃહમંત્રીઃ પૂજમ મહાજન
ભાજપ સાંસદ પૂજન મહાજને કહ્યું છે કે મહારાષ્ટ્રમાં ત્રણ પૈડાની સરકાર ચાલી રહી છે, જેમનો તાલમેલ યોગ્ય રીતે બેસી રહ્યો નથી. DG સ્તરના IPS અધિકારી પ્રશ્ન ઉપસ્થિત કરી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં એક API લેવલના પોલીસ કર્મચારીને પ્રત્યેક મહિને રૂપિયા 100 કરોડની વસૂલી કરવાનો લક્ષ્યાંક આપવામાં આવી રહ્યો છે. એક મહિનાના રૂપિયા 1000 કરોડ એટલે પ્રત્યેક વર્ષ રૂપિયા 1200 કરોડ. એટલે કે એક APIને પાંચ વર્ષમાં 6000 કરોડનો લક્ષ્યાંક છે.​​​​​​​

BJP સાંસદે ઉદ્ધવ ઠાકરે પાસે રાજીનામુ માગ્યુ
લોકસભામાં મધ્ય પ્રદેશના જબલપુરથી સાંસદ રાકેશ સિંહે કહ્યું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ તેમના પર પરથી તાત્કાલિક રાજીનામુ આપી દેવુ જોઈએ અને કેન્દ્રીય તપાસ એજન્સીઓએ આ મુદ્દે તપાસ કરવી જોઈએ. આ પ્રથમ વખત છે કે જ્યારે APIના સમર્થનમાં મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું. તે APIને રૂપિયા 100 કરોડ વસુલ કરવા લક્ષ્યાંક આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link