Uncategorized

હેપ્પી વેડિંગ: હરમન બાવેજા અને સાશા રામચંદાનીના થયા આનંદ કારજ, વરરાજા હરમન પોતાના વરઘોડામાં મનમૂકીને નાચ્યો

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક કલાક પહેલા

  • કૉપી લિંક
હરમન બાવેજાએ ડિસેમ્બર 2020માં ન્યૂટ્રીશન હેલ્થ કોચ સાશા રામચંદાની સાથે સગાઈ કરી હતી. - Divya Bhaskar

હરમન બાવેજાએ ડિસેમ્બર 2020માં ન્યૂટ્રીશન હેલ્થ કોચ સાશા રામચંદાની સાથે સગાઈ કરી હતી.

રવિવારે એક્ટર હરમન બાવેજાના લગ્ન સાશા રામચંદાની સાથે થયા છે. બંનેના લગ્નની વિધિ શીખ ધર્મ મુજબ થઈ. ફેમિલી અને ખાસ મિત્રોની હાજરીમાં આનંદ કારજના ફોટો અને વીડિયો હરમનની ખાસ દોસ્ત શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયામાં શેર કર્યા અને તેને શુભેચ્છા આપી. શિલ્પાએ લખ્યું- અભિનંદન હરમન અને સાશાને, આ અનકંડીશનલ લવ, ખુશીઓ અને મિત્રતાની એક નવી શરૂઆત થઈ રહી છે. તમારા બંને માટે ઘણી જ ખુશ છું.

જાનમાં મન મૂકીને નાચ્યો હરમન
હરમન સાશાના લગ્નની વિધિ રવિવાર સવારે તેના વરઘોડા સાથે થઈ. હરમનના બેસ્ટ ફ્રેન્ડ રાજ કુંદ્રાએ પણ લગ્નની ફોટો શેર કરી છે. આ ફોટોઝમાં હરમન જાનમાં ઢોલના તાલે નાચતો જોવા મળે છે. હરમનના લગ્નનું ફંકશન 3 દિવસથી ચાલી રહ્યું છે. જેમાં સૌથી પહેલાં કોકટેલ નાઈટ શુક્રવારની સાંજે સેલિબ્રેટ થઈ હતી. જે બાદ પીઠી અને સંગીત સેરેમની શનિવારે યોજાઈ. આ લગ્નમાં બોલીવુડમાંથી આશીષ ચૌધરી, આમિર અલી અને સાગરિકા ઘાટગે પણ સામેલ થયા હતા.

આ લગ્નમાં બોલીવુડમાંથી આશીષ ચૌધરી, આમિર અલી અને સાગરિકા ઘાટગે પણ સામેલ થયા હતા.

આ લગ્નમાં બોલીવુડમાંથી આશીષ ચૌધરી, આમિર અલી અને સાગરિકા ઘાટગે પણ સામેલ થયા હતા.

હરમન બાવેજા અને સાશા

હરમન બાવેજા અને સાશા

હરમન બાવેજાના લગ્ન સમારંભમાં સેલિબ્રીટી

હરમન બાવેજાના લગ્ન સમારંભમાં સેલિબ્રીટી

રાજ કુંદ્રાએ કર્યા ભાંગડા
ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાએ હરમન બાવેજાના સંગીત સમારંભમાં જોરદાર ભાંગડા કર્યા હતા. શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં હરમન બાવેજાના લગ્નમાં રાજ કુંદ્રા ભાંગડા કરતો નજરે પડજે છે. આ વીડિયો પર શિલ્પા શેટ્ટી રસપ્રદ કોમેન્ટ કરી છે. શિલ્પાએ લખ્યું કે, ‘હરમનના સંગીતમાં ફ્લોર પર જોરદાર ડાંસ કરનાર મારા પતિ જ્યારે ભાંગડા કરે છે ત્યારે હું મારું હાસ્ય રોકી શકી ન હતી. આ ઘણું જ સુપરથી ઉપરવાળો ડાંસ છે. રાજ કુંદ્રાજી તમે ઘણો જ સારો ડાંસ કર્યો.’

હેલ્થ કોચ સાશા સાથે કરી હતી સગાઈ
40 વર્ષનો હરમન ફિલ્મ મેકર હેરી બાવેજાનો દીકરો છે. તેને 2008માં ‘લવ સ્ટોરી 2050’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું, જેમાં પ્રિયંકા ચોપડા તેની ઓપોઝિટ નજરે પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસમાં ફ્લોપ રહી હતી. જે બાદ તેની ‘વિક્ટ્રી’, ‘વોટ્સ યોર રાશિ’ અને ‘ઢિશક્યાઉં’ પણ બોક્સ ઓફિસમાં કંઈ ખાસ ઉકાળી શકી ન હતી. આ વર્ષે તેની અને જેનેલિયા ડિસૂઝા સ્ટારર ફિલ્મ ‘ઈટ્સ માય લાઈફ’ ટીવી પર રિલીઝ થઈ, જેનું શૂટિંગ લગભગ એક દશકા પહેલાં જ પૂર્ણ થયું હતું.

હરમન બાવેજાએ ડિસેમ્બર 2020માં ન્યૂટ્રીશન હેલ્થ કોચ સાશા રામચંદાની સાથે સગાઈ કરી હતી. આ સમાચાર હરમનની બહેન રોવેનાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી.

હરમનની જાનમાં સામેલ સેલિબ્રીટી

હરમનની જાનમાં સામેલ સેલિબ્રીટી

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link