Uncategorized

ગૌરવ: કોરોનામાં કરેલાં સામાજિક કાર્યોની કદર રૂપે લંડનમાં વસેલા મૂળ વડોદરાના યુવકને બ્રિટનની રાણીએ સન્માનપત્ર આપ્યું

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા2 દિવસ પહેલા

  • કૉપી લિંક
  • બરોડિયન વિમલ પંડ્યાએ લોકોને દવા સહિતની વસ્તુઓ ઘરે ઘરે જઈને પહોંચાડી

મૂળ વડોદરાના અને હાલ સાઉથ લંડનમાં રહેતા યુવાન વિમલ પંડ્યાને તેણે કોરોનામાં કરેલા સામાજિક કાર્યો બદલ બ્રિટિશ ક્વિને લેટર ઓફ રેકિગ્નેશન પાઠવ્યો છે. વિમલ પંડ્યા સાઉથ લંડનના રોથરહિથના સ્ટોરમાં કામ કરે છે. માર્ચ-2020માં લોકડાઉન થતાં સ્ટોર્સ બંધ થઇ ગયા હતા ત્યારે તે લંડનના પરિવારો, વૃદ્ધોની વહારે આવ્યા હતા. તેમણે લોકોની દવા સહિતની જરૂરની ચીજોની ઘરેથી યાદી લઇ સ્ટોરમાં જઇ વસ્તુ પહોંચાડી હતી. જ્યારે લોકો ઘરેથી નીકળતા ફફડતા હતા ત્યારે લંડનના 50 પરિવારોને તેમણે મદદ કરી હતી. આ સામાજિક સેવાની કદર રૂપે 15 ફેબ્રુઆરીએ બ્રિટિશ ક્વિને પાઠવેલા પત્રમાં લખ્યું છે કે, જેમણે ‘જીવન (લંડનના)માં અપવાદરૂપ ફાળો આપ્યો છે.’

આ 50 પરિવારોએ ત્યાંના સમાજમાં અને સોશિયલ મીડિયામાં વિમલભાઇની કામગીરીના મેસેજ વાઇરલ કર્યા હતા. વિમલભાઇ કહે છે કે, ‘લોકો પેનિક શોપિંગ કરી રહ્યા હતા. દુકાનનો માલ ઝડપથી ખાલી થઇ જતો હતો. સ્ટોર ચાલુ થાય તેના કલાકો અગાઉ લાઇનો લાગતી હતી. વિમલભાઇ રાત્રે 11.30 વાગ્યા સુધી ઊભા રહી સેવા કાર્ય કરતા. રવિવારે તેમના સ્ટોરમાં રજા હોવાથી તેઓ લોકો માટે તેમના ફોન પર ખરીદી કરતા હતા. વિમલભાઇ ઝડપથી લોકલ હીરો બની ગયા. તેમના જન્મદિને સ્થાનિક 100 લોકો આવ્યા અને તેઓ જ્યાં નોકરી કરે છે તે સ્ટોર આગળ ઊભા રહ્યાં અને તેમના જન્મદિને એકત્ર થઇ તાળીઓ પાડીને વધાવી લીધા. વિમલભાઇ હાલમાં પણ રોજ 20 વ્યક્તિને મદદ કરે છે.

ક્વીનનો પત્ર મળવો એ સ્વપ્ન સમાન
વિમલભાઇ કહે છે, કોરોનાની સ્થિતિનો કેટલાક લોકો ગેરફાયદો ઉઠાવતા હતા. ત્યારે હું જરૂરતમંદોને નિ:શુલ્ક મદદ કરતો હતો. મારા બોસ પડતર કિંમતે વસ્તુ સ્ટોરમાંથી આપતા હતા. જ્યારે સ્ટોરમાં કોઇ ન હોય અને કોઇ ફોન આવે ત્યારે હું સ્ટોર બંધ કરી વસ્તુ પહોંચાડતો હતો. મેં વિચાર્યું ન હતું કે, હું લંડન આવીશ અને અહીંના સમાજનો હિસ્સો બનીશ અને આવું સન્માન મળશે. ઇંગ્લેન્ડનાં ક્વિનનો આ રીતે પત્ર મળવો એ સ્વપ્ન જેવું છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link