Uncategorized

કોરોના દુનિયામાં: ફ્રાન્સમાં 55 વર્ષથી ઉપરના લોકોને જ એસ્ટ્રાઝેનેકા વેક્સિન અપાશે; આયર્લેન્ડે પણ એસ્ટ્રાઝેનેકા વેક્સિન પરનો પ્રતિબંધ હટાવ્યો

[ad_1]

  • Gujarati News
  • International
  • In France, Only People Over The Age Of 55 Will Be Vaccinated Against AstraZeneca; Ireland Also Lifted The Ban On The AstraZeneca Vaccine

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેરિસ / લંડન8 મિનિટ પહેલા

  • કૉપી લિંક
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને શુક્રવારે એસ્ટ્રાઝેનેકા-ઓક્સફોર્ડની કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લગાવ્યો હતો. તેમણે સ્વયં સોશિયલ મીડિયા પર આ બાબતની જાણકારી આપી હતી. - Divya Bhaskar

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને શુક્રવારે એસ્ટ્રાઝેનેકા-ઓક્સફોર્ડની કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લગાવ્યો હતો. તેમણે સ્વયં સોશિયલ મીડિયા પર આ બાબતની જાણકારી આપી હતી.

  • દુનિયાભરમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 12.28 કરોડને પાર પહોંચી

દુનિયાભરમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે ફ્રાન્સે એક્ટ્રાઝેનેકાની કોરોના વેક્સિનનો ઉપયોગ મર્યાદિત કરી દીધો છે. અહીં ફક્ત 55 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને જ આ વેક્સિન આપવામાં આવશે. બ્લડ ક્લોટિંગના રિપોર્ટ બાદ ફ્રાન્સ સહિત ઘણા યુરોપિયન દેશોએ આ વેક્સિન પર પ્રતિબંધ લાગાવ્યો હતો. ફ્રાન્સે આ નિર્ણય એવા સમયે લીધા છે જ્યારે યુરોપિયન મેડિસિન એજન્સીએ ગુરુવારે એસ્ટ્રાઝેનેકાને સુરક્ષિત અને અસરકારક જણાવી હતી.

આયર્લેન્ડ પણ એસ્ટ્રાઝેનેકા પરનો પ્રતિબંધ હટાવ્યો
બીજી તરફ, આયર્લેન્ડ પણ એસ્ટ્રાઝેનેકા પરનો પ્રતિબંધ હટાવ્યો છે. નેશનલ ઇમ્યુનાઇઝેશન સલાહકાર સમિતિએ શુક્રવારે કહ્યું હતું કે 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોએ આ વેક્સિનનો ડોઝ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આડઅસરના કેસ સામે આવ્યા પછી અહીં એસ્ટ્રાઝેનેકાના ઉપયોગ પર હંગામી ધોરણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતા.

બોરિસ જોનસને વેક્સિન લગાવી
UKના વડાપ્રધાન બોરિસ જોનસને શુક્રવારે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ મુકાવ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા દ્વારા કહ્યું, ‘મેં મારો પ્રથમ ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. વૈજ્ઞાનિકો, NHS કર્મચારીઓ અને સ્વયંસેવકો સહિતના દરેકને આભાર કે જેમણે આ બનવામાં મદદ કરી. આપણે જે વસ્તુઓને મિસ કરીએ છીએ તેનેઆપણા જીવનમાં ફરીથી મેળવવા માટે આ વેક્સિન લેવી શ્રેષ્ઠ વસ્તુ છે. ચાલો, વેક્સિન લગાવવામાં આવે.

WHOએ પણ આ વેક્સિન યોગ્ય હોવાનું જણાવ્યુ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ની એક સમિતિ અનુસાર, એવા કોઈ પુરાવા નથી કે એસ્ટ્રાઝેનેકા વેક્સિન બ્લડ ક્લોટિંગ થઈ જવાનું કારણ બને છે. આ નિષ્કર્ષ તાજેતરમાં એકત્રિત ડેટાના આધારે કાઢવામાં આવ્યો છે. સમિતિએ શુક્રવારે કહ્યું હતું કે કોરોના સંક્રમણને કારણે પણ લોકોમાં બ્લડ ક્લોટિંગ શકે છે. જો કે આવા કિસ્સા બહુ ઓછા થયા છે. કોઈને બ્લડ ક્લોટિંગની સમસ્યા થઈ છે અને તેને હાલમાં જ વેક્સિન મળી છે, તો તેનો અર્થ એ નથી કે તેને વેક્સિનના કારણે આવું થયું છે.

ફિનલેન્ડે 1 અઠવાડિયા માટે ઉપયોગ બંધ થયો
એસ્ટ્રાઝેનેકાને ક્લીનચિટ આપ્યા પછી પણ ફિનલેન્ડે 1 અઠવાડિયા માટે આ વેક્સિનનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ફિનિશ ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ એન્ડ વેલફેરના પ્રવક્તાઓએ જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયને આ વેક્સિન સલામત હોવાનું જણાવ્યુ છે, પરંતુ તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી અમે તેનો ઉપયોગ કરીશું નહીં.

બ્લડ ક્લોટિંગના કોઈ પુરાવા મળ્યા નથી
યુરોપિયન મેડિસિન એજન્સીએ વેક્સિન સાથે સંકળાયેલા જોખમોની તપાસ કરી હતી અને આ વેક્સિન કોરોના વાયરસને રોકવામાં અસરકારક અને સલામત હોવાનું જણાવ્યુ છે. બ્લડ ક્લોટિંગનો આ વેક્સિન સાથે કોઈ સંબંધ નથી.

વિશ્વમાં 12.28 કરોડ દર્દીઓ
વિશ્વમાં દર્દીઓની કુલ સંખ્યા 12.28 કરોડને પાર થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 5.05 લાખ નવા કેસ નોંધાયા છે. 9 હજારથી વધુ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધીમાં 9 કરોડ 90 લાખથી વધુ લોકો કોરોનાથી સાજા થઈ ચૂક્યા છે. 27 લાખ 12 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. દુનિયાભરમા હાલમાં 20 કરોડ 11 લાખથી વધુ લોકોની સારવાર કરવામાં આવી રહી છે. આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે.

ટોપ-10 દેશ, જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું

દેશ

કેસ

મૃત્યુ

સાજા થયા

અમેરિકા

30,425,787

554,104

22,610,325

બ્રાઝિલ

11,877,009

290,525

10,383,460

ભારત

11,554,895

159,594

11,105,149

રશિયા

4,437,938

94,267

4,049,373

યૂકે

4,285,684

126,026

3,621,493

ફ્રાન્સ

4,181,607

91,679

278,263

ઈટલી

3,332,418

104,241

2,671,638

સ્પેન

3,212,332

72,910

2,945,446

તુર્કી

2,971,633

29,864

2,788,757

જર્મની

2,645,186

75,073

2,401,700

​​​​​​​

(આ આંકડા https://www.worldometers.info/coronavirus/ મુજબના છે.)

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link