Uncategorized

ઓસ્કર અવોર્ડ્સ 2021: પ્રિયંકા ચોપરા તથા નિક જોનસે વર્ચ્યુઅલી ફાઈનલ નોમિનેશનની જાહેરાત કરી

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોસ એન્જલસ15 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રિયંકા તથા નિક હાલમાં લંડનમાં છે અને તેમણે ત્યાંથી વર્ચ્યુઅલી નોમિનેશનની જાહેરાત કરી હતી - Divya Bhaskar

પ્રિયંકા તથા નિક હાલમાં લંડનમાં છે અને તેમણે ત્યાંથી વર્ચ્યુઅલી નોમિનેશનની જાહેરાત કરી હતી

  • અવોર્ડ સેરેમની 25 એપ્રિલના રોજ યોજાશે

નિક જોનસ તથા પ્રિયંકા ચોપરાએ 93મા એકેડમી અવોર્ડની નોમિનેશનની જાહેરાત કરી હતી. પ્રિયંકા-નિકે ઓસ્કરની વિવિધ 23 કેટેગરીના નોમિનેશનની જાહેરાત કરી હતી. ભારત તરફથી ઓસ્કર માટે મોકલાયેલી ફિલ્મ ‘જલિકટ્ટુ’ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મમાં સામેલ થઈ શકી નથી. ઉલ્લેખનીય છે કે પ્રિયંકાએ આ પહેલાં 2018માં ઓસ્કર નોમિનેશનની જાહેરાત કરી હતી.

આજે એટલે કે 15 માર્ચના રોજ પ્રિયંકાએ સવારે 5.19 (ભારતીય સમય પ્રમાણે સાંજે 5.49) ઓસ્કર નોમિનેશનની જાહેરાત કરી હતી. નોમિનેશન્સને બે ભાગમાં વહેંચવામાં આવ્યા હતા. પહેલાં 9 કેટેગરીની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં સપોર્ટિંગ રોલ, કોસ્ચ્યુઅમ ડિઝાઈન, મ્યૂઝિક, એનિમેટેડ શોર્ટ ફિલ્મ, લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ, સાઉન્ડ, રાઈટિંગ તથા સ્ક્રીનપ્લે જેવી કેટેગરી સામેલ હતી.

બીજા પાર્ટની જાહેરાત ભારતીય સમય પ્રમાણે સાંજે 6.10 વાગે કરવામાં આવી હતી, જેમાં 14 કેટેગરી સામેલ હતી. આ કેટેગરીમાં લીડ એક્ટર-એક્ટ્રેસ, ફિલ્મ એડિટિંગ, બેસ્ટ ફિલ્મ, ડિરેક્શન તથા સિનેમેટોગ્રાફી જેવી વિવિધ કેટેગરી હતી.

ઉલ્લેખનીય છે કે 25 એપ્રિલના રોજ લોસ એન્જલસમાં સવારે 5.30 વાગે ઓસ્કર સેરેમની યોજાશે.

  • નેટફ્લિક્સની ‘મૅન્ક’ને સૌથી વધુ 10 નોમિનેશન મળ્યા છે.
  • પહેલી જ વાર બે મહિલાઓ ક્લોઅ ઝાઓ તથા એમરાલ્ડ ફેનલને બેસ્ટ ડિરેક્ટર કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે.
  • અત્યાર સુધી માત્ર 5 મહિલાઓને જ બેસ્ટ ડિરેક્ટર કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે
  • ઝાઓ નોમિનેશન મેળવનારી પ્રથમ એશિયન ડિસેન્ટની મહિલા છે.

ઓસ્કર નોમિનેશન લિસ્ટઃ
એક્ટર ઈન સપોર્ટિંગ રોલ

સાશા બેરન કોહેન (ધ ટ્રાયલ ઓફ ધ શિકાગો 7)
ડેનિયલ કલોયા (જૂડ્સ એન્ડ ધ બ્લેક મસીહા)
લેસ્લી ઓડમ જુનિયર (વન નાઈટ ઈન મિયામી)
પોલ રેકી (સાઉન્ડ ઓફ મેટલ)
લેકેથ સ્ટેનફીલ્ડ (જૂડ્સ એન્ડ ધ બ્લેક મસીહા)

એડોપ્ટેડ સ્ક્રીનપ્લે
સાશા બેરન કોહેન, એન્થોની હાઈન્સ, પીટર બેનહેમ, એરિકા રિવિનોઝા, ડેન મેજર, જેના ફ્રીડમેન, લીકેર્ન, ડેન સ્વીમર, નીના પેડરાડ (બોરાત)
ક્રિસ્ટોફર હેમ્પટન, ફ્લોરિયન જેલર (ધ ફાધર)
ક્લોઅ ઝાઓ (નોમેડલેન્ડ)
કેમ્પ પાવર્સ (વન નાઈટ ઈન મિયામી)
રમીન બહરાની (ધ વ્હાઈટ ટાઈગર)

બેસ્ટ ફિલ્મ
ધ ફાધર
જુડાસ એન્ડ ધ બ્લેક મસીહા
મૅન્ક
મીનારી
નોમેડલેન્ડ
પ્રોમિસિંગ યંગ વુમન
સાઉન્ડ ઓફ મેટલ
ધ ટ્રાયલ ઓફ ધ શિકાગો 7

બેસ્ટ એક્ટર
એન્થોની હોપ્કિન્સ (ધ ફાધર)
ગેરી ઓલ્ડમેન (મૅન્ક)
રિઝ અહમેદ (સાઉન્ડ ઓફ મેટલ)
ચેડવિક બોસમેન (મા રેનીઝ બ્લેક બોટમ)
સ્ટિવિન યેન (મીનારી)

બેસ્ટ એક્ટ્રેસ
વાયોલા ડેવિસ (મા રેનીઝ બ્લેક બોટમ)
એન્ડ્રા ડે (ધ યુનાઇટેડ સ્ટેટ્સ વિ. બિલી હોલિડે)
વેનેસા કિર્બી (પિસીસ ઓફ અ વુમન
ફ્રાન્સિસ મેર્ડોમેન્ડ (નોમેડલેન્ડ)
કેરી મુલીગન (પ્રોમિસિંગ યંગ વુમન)

બેસ્ટ ડિરેક્ટર
થોમસ વિન્ટરબ્રગ (અનધર રાઉન્ડ)
ડેવિડ ફિન્ચર (મૅન્ક)
લી આઈઝેક ચુંગ (મીનારી)
ક્લોઅ ઝાઓ (નોમેડલેન્ડ)
એમરાલ્ડ ફેનલ (પ્રોમિસિંગ યંગ વુમન)

બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ
મારિયા (બોરાત)
ગ્લેન્ન ક્લોઝ (હિલબિલી એલેગી)
ઓલિવિયા કોલમેન (ધ ફાધર)
અમાન્ડ સેફ્રીડ (મૅન્ક)
યુન યુહ-જંગ (મીનારી)

બેસ્ટ સિનેમેટ્રોગ્રાફી
જુડ્સ એન્ડ ધ બ્લેક મસીહા (સીન બોબ્બીત્ત)
મૅન્ક (એરીક)
ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ (ડેરીઉઝ વોલ્સ્કી)
જોશુઆ જેમ્સ રિચાર્ડ્સ (નોમેડલેન્ડ)
ધ ટ્રાયલ ઓફ ધ શિકાગો 7 (ફેડન પેપામાઈકલ)

બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે
જુડ્સ એન્ડ ધ બ્લેક મસીહા (વીલ બેર્સન, શાકા કિંગ, કેઈથ લુકાસ, કેન્નેથ લુકાસ)
મીનારી (લી આઈઝેક ચુંગ)
પ્રોમિસિંગ યંગ વુમન (એમરાલ્ડ ફેનલ)
સાઉન્ડ ઓફ મેટલ (અબ્રાહમ, ડેરેક)
ધ ટ્રાયલ ઓફ ધ શિકાગો (એરોન સોર્કિન)

બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ
અનધર રાઉન્ડ (ડેન્માર્ક)
બેટર ડેઝ (હોંગકોંગ)
ક્લેક્ટિવ (રોમાનિયા)
ધ મેન હૂ સોલ્ડ હીઝ સ્કિન (ટ્યુનિશિયા)
ક્વો વાડિસ આઈડા? (બોસ્નિયા તથા હર્ઝેગોવિના)

બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મ
ઓનવર્ડ (પિક્સર)
ઓવર ધ મૂન (નેટફ્લિક્સ)
શૌન ધ શિપ મૂવીઃ ફાર્માગેડન (નેટફ્લિક્સ)
સોલ (પિક્સર)
વોલ્ફવોકર્સ (એપલ ટીવી પ્લસ/GKIDS)

બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન
એમ્મા (એલેક્ઝાન્ડર બાયર્ને)
મૅન્ક (ટ્રિશ સમરવિલે)
મા રેનીઝ બ્લેક બોટમ (એન્ન રોથ)
મુલાન (બિના ડાઇજલર)
પિનોચિઓ (માસિમો કેન્ટિની પેરિની)

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link