Uncategorized

એન્ટિલિયા વિસ્ફોટક કેસ: સચિન વજેને ક્રાઈમ બ્રાન્ચ હેડની પોસ્ટ પરથી હટાવવામાં આવ્યા, મનસુખની પત્નીએ પતિની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો

[ad_1]

  • Gujarati News
  • National
  • The NIA Raided As Soon As It Reached Mumbai, The Possibility Of A Reconstruction Of The Incident Today; The Team Collected A Lot Of Evidence

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ6 કલાક પહેલા

તસવીર સચિન વજેની છે. સ્કોર્પિયાના માલિક મનસુખ હિરેનના મોત પછી તેમની પત્ની અને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે વજે પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા

  • મુકેશ અંબાણીના ઘરેથી નીકળ્યા પછી NIAના અધિકારી મુંબઈ પોલીસ હેડક્વાર્ટર પહોંચ્યા
  • મુંબઈ પોલીસની ટીમ આ મામલે 2000થી વધુ CCTV ફૂટેજની તપાસ કરી રહી છે

મુંબઈ ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટ(CIU)ના મુખ્ય સેક્રેટરી સચિન વજેને તેમના પદ પરથી હટાવવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે બુધવારે વિધાનસભામાં આ અંગેની માહિતી આપી છે. સચિન વજે તે જ અધિકારી છે, જે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહારથી મળેલી વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયો ગાડીના મામલાની તપાસ સાથે જોડાયા હતા.

સ્કોર્પિયાના માલિક મનસુખ હિરેનના મોત પછી તેમની પત્ની અને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે વજે પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. ફડણવીસે મંગળવારે કહ્યું હતુ કે સચિન વજેએ જ મનસુખની હત્યા કરી છે.

આ મામલાને લઈને વિપક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી સતત હુમલાઓ કરી રહી છે. વિપક્ષનો હંગામો જોતા મંગળવારે વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. બુધવારે વિપક્ષે વિધાનસભાની સડી પર બેસીને સચિન વજેની ધરપકડની માંગ કરતા હંગામો કર્યો હતો.

25 ફેબ્રુઆરીએ દક્ષિણ મુંબઈના પેડર રોડ સ્થિત એન્ટિલિયાની બહાર વિસ્ફોટક ભરેલી એક સ્કોર્પિયો ગાડી ઊભેલી મળી હતી.

25 ફેબ્રુઆરીએ દક્ષિણ મુંબઈના પેડર રોડ સ્થિત એન્ટિલિયાની બહાર વિસ્ફોટક ભરેલી એક સ્કોર્પિયો ગાડી ઊભેલી મળી હતી.

NIAએ મુંબઈ પહોંચતાની સાથે જ રેડ શરૂ કરી
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહારથી 25 ફેબ્રુઆરીએ વિસ્ફોટકો ભરેલી મળેલી સ્કોર્પિયોના મામલાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી(NIA)એ શરૂ કરી દીધી છે. મંગળવારે જ એક ટીમ મુંબઈ પહોંચી છે. ટીમે મુંબઈમાં ઊતરતાંની સાથે જ ઘણી જગ્યાઓ પર રેડ કરી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ટીમ એ ઈનોવાની તપાસનાં પરિણામોની ખૂબ જ નજીક પહોંચી ગઈ છે, જે સ્કોર્પિયોની પાછળ બે વખત જોવા મળી હતી.

એન્ટિલિયા પણ ગઈ NIAની ટીમ, આજે રિકન્સ્ટ્રક્શનની શક્યતા
આ ટીમને એક IG(ઈન્સ્પેક્ટર જનરલ) લેવલના અધિકારી લીડ કરી રહ્યા છે. મંગળવારે એક ટીમ એન્ટિલિયા પહોંચી અને ત્યાંના સુરક્ષા કર્મચારીઓ અને સુરક્ષા અધિકારીઓની પૂછપરછ કરી છે. ટીમે ત્યાંથી CCTV ફૂટેજની કોપી પણ પોતાના કબજામાં લીધી છે. NIAની ટીમની સાથે ગામદેવી પોલીસ સ્ટેશનના કેટલાક અધિકારી અને DCP રાજીવ જૈન પણ હતા. જૈને જ કેસ સાથે જોડાયેલી તમામ ડિટેલ NIAની ટીમને જણાવી છે. એ માહિતી પણ પ્રકાશમાં આવી રહી છે કે ટીમ આજે આ ઘટનાના સીનનું રિકન્સ્ટ્રક્શન કરશે.

26 ફેબ્રુઆરીએ એન્ટિલિયાના ઘરની બહાર એક જિલેટની ભરેલી શંકાસ્પદ સ્કોર્પિયો મળી હતી.

26 ફેબ્રુઆરીએ એન્ટિલિયાના ઘરની બહાર એક જિલેટની ભરેલી શંકાસ્પદ સ્કોર્પિયો મળી હતી.

ટીમે મુંબઈ પોલીસ કમિશનર સાથે પણ મુલાકાત કરી
મુકેશ અંબાણીના ઘરેથી નીકળ્યા પછી NIAના અધિકારી મુંબઈ પોલીસ હેડક્વાર્ટર પહોંચ્યા અને જોઈન્ટ પોલીસ કમિશનર મિલિંદ ભારબે સાથે મુલાકાત કરી. એ પછી મુંબઈ પોલીસ કમિશનર, પરમબીર સિંહને પણ મળ્યા. આ મામલાને લઈને મુંબઈના ગામદેવી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ એની તપાસ કરી રહી છે. જોકે સોમવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ કેસ NIAનો સોંપી દીધો હતો. મુંબઈ પોલીસની ટીમ 2000થી વધુ CCTV ફૂટેજની આ મામલામાં તપાસ કરી રહી છે.

આ મામલા સાથે જોડાયેલા છે ત્રણ કેસ
આ મામલામાં કુલ ત્રણ કેસ નોંધાયા છે. પ્રથમ મામલો વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયો મળવાનો છે. બીજો કેસ સ્કોર્પિયોની ચોરીનો છે અને ત્રીજો કેસ સ્કોર્પિયોના માલિકની હત્યાનો છે. સ્કોર્પિયોની ચોરીનો કેસ થાણેના વેપારી મનસુખ હિરેને નોંધાવ્યો હતો. જોકે 6 માર્ચે તેમનું શબ થાણેની ખાડીમાંથી મળ્યું હતું. તેમના મોતને હત્યા માનતાં ગૃહમંત્રી અનિલ દેશમુખના આદેશ પર મહારાષ્ટ્ર ATSએ આ મામલામાં હત્યાનો કેસ નોંધ્યો છે.

મનસુખની પત્નીના હવાલાથી પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે વિધાનસભામાં ખુલાસો કર્યો કે મનસુખની હત્યા મુંબઈ ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટના હેડ સચિન બઝોએ કરી છે. તેમણે સચિનની ધરપકડની માગ પણ કરી છે.

ગુરુવારે ગુમ થયો હતો મનસુખ
મનસુખ થાણેનો વેપારી અને ક્લાસિક મોટર્સની ફ્રેન્ચાઈઝી ચલાવતો હતો. તે ગુરુવારે ગુમ થયો હતો અને આજે તેનો મૃતદેહ મળ્યો છે. આ દરમિયાન મળેલી માહિતી પ્રમાણે એન્ટિલિયા કેસની તપાસ કરતાં અધિકારી સચીન વાજે અને મનસુખ એકબીજાના સંપર્કમાં હતા. આ વિશે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સમગ્રકેસની તપાસ NIAને સોંપવાની માંગણી કરી હતી.

શું છે સમગ્ર મામલો?
25 ફેબ્રુઆરીએ દક્ષિણ મુંબઈના પેડર રોડ સ્થિત એન્ટિલિયાની બહાર વિસ્ફોટક ભરેલી એક સ્કોર્પિયો ગાડી ઊભેલી મળી હતી. 24 ફેબ્રુઆરીની મધ્યરાતે 1 વાગ્યે આ ગાડી એન્ટિલિયાની બહાર પાર્ક કરવામાં આવી હતી. બીજા દિવસે ગુરુવારે તે પોલીસની નજરમાં આવી અને કારમાંથી 20 જિલેટીનની સ્ટિક્સ મળી હતી. 5 માર્ચે સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનનું શબ મળ્યું હતું. થોડા દિવસો પહેલાં જ મનસુખે આ ગાડી ખોવાયો હોવાનો રિપોર્ટ નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link