[ad_1]
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
16 કલાક પહેલા
ઈશા દેઓલની વિદાયની તસવીર
- ઈશાનો મેસેજ જોઈ અશ્રુભરી આંખે હેમાએ કહ્યું કે, ઈશા અને અહાના બંને મારી લાડકવાયી દીકરી છે
- હેમા માલિની સ્પેશિયલ એપિસોડ’માં ગેસ્ટ તરીકે તેમણે હાજરી આપી હતી
ડ્રીમ ગર્લ હેમા માલિની તાજેતરમાં જ ‘ઈન્ડિયન આઈડલ 12’માં જોવા મળ્યા છે. તેમને ‘હેમા માલિની સ્પેશિયલ એપિસોડ’માં ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યા હતા. આ એપિસોડમાં એક એવી મુમેન્ટ આવી કે ડ્રીમ ગર્લના આંખમાંથી આસું વહેવા લાગ્યા. તેનું કારણ હેમાની દીકરી ઈશા દેઓલે કરાવેલો સ્પેશિયલ રેકોર્ડેડ મેસેજ છે. આ મેસેજ એટલો ઈમોશનલ હતો કે હેમા માલિનીની આંખો ભીંજાઈ ગઈ.
વીડિયોમાં ઈશા હેમાને કહે છે કે, ‘જ્યારે મારા લગ્ન થઈ રહ્યા હતા અને મારે ઘર છોડીને જવાનું હતું તે ક્ષણ મારા માટે ખૂબ ભારે હતી. વિદાયની વેળા હતી મમ્મી એકદમ સ્ટ્રોન્ગ હતી, પરંતુ જ્યારે હું સાસરે ગઈ અને મમ્મીનો ફોન આવ્યો ત્યારે તે ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી. હું આજે જે પણ કંઈ છું તે માત્ર તમારા કારણે છું. હું તમારું સન્માન કરું છું. આઈ લવ યુ.’
ઈમોશનલ થયા હેમા માલિની
ઈશાનો મેસેજ જોઈ અશ્રુભરી આંખે હેમાએ કહ્યું કે, ઈશા અને અહાના બંને મારી લાડકવાયી દીકરી છે. તે હંમેશાં મારી સાથે છે. લગ્ન પછી એવું લાગે કે મારા માટે તે 2 દીકરા લેતી આવી છે. ભરત અને વૈભવ મારા જમાઈ નથી મારા દીકરાઓ છે. આ બધુ જ ધર્મજીને કારણે સંભવ બન્યું છે.
2014માં અહાનાના લગ્ન થયા હતા
લાઈમલાઈટ્સથી દૂર રહેતી અહાના દેઓલે 2014માં વૈભવ વોહરા સાથે લગ્ન કર્યા હતા, જે દિલ્હી બેઝ્ડ બિઝનેસમેન વિપિન વોહરાનો દીકરો છે. વૈભવ પોતે બિઝનેસમેન છે. 2015માં અહાના અને વૈભવના દીકરા ડેરિયનનો જન્મ થયો હતો.
2012માં ઈશાના લગ્ન થયા હતા
ધર્મેન્દ્ર અને હેમા માલિનીની મોટી દીકરી ઈશા દેઓલ 2 દીકરીની માતા છે. 2012માં બિઝનેસમેન ભરત તખ્તાની સાથે તેણે લગ્ન કર્યા છે. ઓક્ટોબર 2017માં તેણે રાધ્યા અને જૂન 2019માં મિરાયાને જન્મ આપ્યો હતો.
[ad_2]
Source link