Uncategorized

એન્ટિલિયાકેસ: થાણેના વેપારીના મૃત્યુની ઘટનામાં ATSએ હત્યા અને ષડયંત્રનો કેસ દાખલ કર્યો, PM રિપોર્ટમાં ચહેરા-પીઠ પર ઈજાનાં નિશાન મળ્યાં

[ad_1]

  • Gujarati News
  • National
  • Postmortem Report Of Thane Trader Came, Body Was In Water For About 10 Hours, Marks Of Injuries Were Found On Face And Back

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ10 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • મૃતદેહ મળવાના 12થી 13 કલાક પહેલાં મનસુખ હિરેનનું મૃત્યુ થયું હતુંઃ રિપોર્ટ
  • મનસુખનો મૃતદેહ 5 ફેબ્રુઆરીએ થાણેની નજીકના કલવા ક્રિકમાં મળ્યો હતો

મહારાષ્ટ્ર સરકારે થાણેના વેપારી મનસુખ હિરેનના મૃત્યુની તપાસ એન્ટી ટેરરીસ્ટ સ્ક્વોડ (ATS)ને સોંપી છે.ATSએ રવિવારે આ ઘટનામાં હત્યા, ગુનાહિત ષડયંત્ર અને પૂરાવાનો નાશ કરવાનો કેસ દાખલ કર્યો છે.

મુંબઈ પોલીસે કેસ સાથે સંકળાયેલા દસ્તાવેજ ATSને સોંપી દીધા છે. તે મેળવવા માટે ટીમ મુંબ્રા પોલીસ સ્ટેશન પહોંચી હતી. આ ઘટનામાં મનસુખના પત્ની વિમલા હિરેનની ફરિયાદના આધારે હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

થાણેના વેપારી મનસુખ હિરેનનો પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો છે. એમાં જાણવા મળ્યું છે કે મનસુખની બોડી લગભગ 10 કલાક પાણીમાં પડી રહી હતી. ચહેરા અને પીઠ પર ઈજાનાં નિશાન પણ મળ્યાં છે. મનસુખનો મૃતદેહ વિસરા કલિનાની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યો છે. આ ડિટેલ રિપોર્ટ આવ્યા પછી ઘણા સવાલો સ્પષ્ટ થઈ શકશે.

મનસુખનો મૃતદેહ 5 ફેબ્રુઆરીએ થાણેની નજીકના કલવા ક્રિકમાંથી મળ્યો હતો. પોલીસે સુસાઈડની વાત કહી હતી. જોકે પરિવારે એનો ઈન્કાર કર્યો હતો. મનસુખ છેલ્લા થોડા દિવસોથી કાર ચલાવી રહ્યા હતા, જે 25 ફેબ્રુઆરીએ એન્ટિલિયાથી 200 મીટર દૂર સંદિગ્ધ સ્થિતિમાં મળી હતી. આ કારમાં જિલેટિનની 20 સ્ટિક્સ અને ધમકી ભરેલો પત્ર પણ મળ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તેની સાથે જોડાયેલા કેટલાક સવાલોના જવાબ વાંચો…

પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું મળ્યું ?
મનસુખના પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચહેરા અને આંખો પર ઈજાનાં નિશાન મળ્યાં છે. પીઠ પર બે જગ્યાએ ઈજાનાં નિશાન મળ્યાં છે. ઈજા ક્યારે અને કઈ રીતે થઈ એનો ઉલ્લેખ રિપોર્ટમાં કરવામાં આવ્યો નથી. આ સિવાય કોઈ અધિકારીનું નિવેદન આવ્યું નથી.

મનસુખના મૃત્યુનો સમય શું હતો?
રિપોર્ટ પરથી ચોક્કસપણે બહાર આવ્યું છે કે મૃતદેહ મળવાના 12થી 13 કલાક પહેલાં મનસુખ હિરેનનું મૃત્યુ થયું હતું. તારીખ અને સમયનો ઉલ્લેખ નથી. મનસુખનું શરીર 8-10 કલાક સુધી પાણીમાં ડૂબી રહ્યું હતું. કલિનાની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાંથી મનસુખનો વિસરા રિપોર્ટ આવવા માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય લાગશે.

ચહેરા પર રૂમાલ બાંધેા હતા, શું રિપોર્ટમાં એનો ઉલ્લેખ છે?
ચહેરા પર બાંધેલા રૂમાલ અંગે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન પોલીસ દ્વારા અપાયું નથી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

શું પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યો છે?
ના. ડોકટરોએ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પોતાનો મત સુરક્ષિત રાખ્યો છે. ડોક્ટર હજી કેમિકલ એનાલિસ્ટના રિપોર્ટની રાહ જોશે, એટલે કે ફોરેન્સિક રિપોર્ટ આવ્યા પછી જ મોતને લગતા તમામ પ્રશ્નોના જવાબો સ્પષ્ટ થઈ શકશે.

મૃત્યુના દાવા પર સવાલ ઊભા થવાનાં 5 કારણ
1. જે દિવસે મૃતદેહ મળ્યો એ જ દિવસે મુંબઈના ડીસીપીએ કહ્યું હતું કે મનસુખે આત્મહત્યા કરી છે. આ અગાઉ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મનસુખ અને ક્રાઈમ બ્રાંચના અધિકારી સચિન વાઝેના કનેક્શનને લઈને સવાલ કર્યા હતા. તેમણે NIA તપાસની માગ કરી હતી. જોકે સચિને ફડણવીસના પ્રશ્નો પર પોતાનો ખુલાસો આપ્યો હતો.
2. મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ દાવો કર્યો હતો કે મનસુખના શરીર પર કોઈ ઈજાનાં નિશાન જોવા મળ્યાં નથી. હવે રિપોર્ટ સામે આવ્યો છે, એમાં ઇજાઓ હોવાનો ઉલ્લેખ છે.
3. મનસુખનો મૃતદેહ કાઢવામાં આવ્યો ત્યારે તેના મોં પર રૂમાલો બાંધેલા હતા. રૂમાલ બાંધ્યા બાદ આશંકા વ્યક્ત કરાઇ રહી છે કે તે આત્મહત્યા નહીં, પણ હત્યા હોઈ શકે છે.
4. મનસુખની પત્ની વિમલા હિરેન આત્મહત્યાના એંગલને સંપૂર્ણપણે નકારી દીધો છે. તેમણે કહ્યું હતું કે મનસુખ આત્મહત્યા કરવાનો વિચાર પણ કરી શકતો નથી. ગુરુવારે મનસુખનેપોલીસે પૂછપરછ માટે બોલાવ્યો હતો, પરંતુ તે પછી તે પાછો ફર્યો ન હતો. કાંદિવલીથી કોઈ તાવડેનો ફોન આવ્યો અને તે પછી તેનો ફોન બંધ થઈ ગયો. મનસુખે આ જ અધિકારીને મળવાની વાત કરી હતી.
5. મનસુખના મોબાઈલનું છેલ્લું લોકેશન પાલઘરના વિરારમાં મળી આવ્યું છે, જ્યારે મૃતદેહ થાણેના કલવા ક્રિકમાં મળ્યો હતો. બંને લોકેશન વચ્ચે બહુ વધારે અંતર છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link