Uncategorized

મેરીકોમને નિરાશા: મેરીકોમ સેમિ ફાઇનલમાં હારી, કાંસ્ય પદકથી સંતોષ માનવો પડ્યો

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હી5 કલાક પહેલા

  • કૉપી લિંક
  • મેરીકોમ પહેલાં જ ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ થઈ ચૂકી છે, જજના નિર્ણયથી મેરીકોમ નિરાશ

છ વારની વિશ્વ ચેમ્પિયન મેરીકોમ (51 કિગ્રા) ને શુક્રવારે સેમિ ફાઇનલમાં અમેરિકાની વર્જિનિયા કુશ્લ સામે હાર્યા બાદ સ્પેનના કાસ્ટેલોનમાં ચાલી રહેલ 35મી વોક્સામ આંતરરાષ્ટ્રીય બોક્સિંગ ટુર્નામેન્ટમાં કાસ્ય પદકથી સંતોષ માનવો પડ્યો હતો. ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી ચુકેલી 37 વર્ષીય સ્ટાર મહિલા બોક્સર મેરીકોમને વિભાજીત નિર્ણયમાં હાર મળી હતી.

શરૂઆતની 3 મીનીટમાં બંને બોક્સરો એક બીજના હુમલાની રાહ જોઇ રહ્યા હતા. પણ બીજા રાઉન્ડમાં ભારતીય બોક્સર ઘણી આક્રમક જોવા મળી હતી. ત્રીજો રાઉન્ડ વધુ આક્રમક જોવા મળ્યો હતો. જેમાં બંને બોક્સરોએ એક બીજાને ઘણા મુક્કા માર્યા હતા. પણ જજના નિર્ણય અમેરિકી બોક્સરના પક્ષમાં આવ્યો હતો. જ્યારે મેચ તેના વધુ પડતા મુક્કા નિશાના પર સારી રીતે લાગતા જોવા મળ્યા ન હતા. આ પહેલા ઓલિમ્પિકમાં જગ્યા બનાવનાર સતીશ કુમાર (91 કિગ્રાથી વધુ) અને આશીષ કુમાર (75 કિગ્રા) સાથે સિત સાંગવાન (81 કિગ્રા) એ શાનદાર જીત મેળવીને સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

સુપર હૈવીવેટ વર્ગમાં ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનાર દેશમાં પહેલા બોક્સર સતીશ કુમારે ગુરૂવારે ક્વાર્ટર ફાઇનલમાં ડેનમાર્કના ગિવસકોવ નીલસનને 5-0 થી માત આપી હતી. જ્યારે આશિષે ઇટલીના રેમો સાલવટીને 4-1 થી માત આપી પડકની દૌડમાં પ્રવેશ કર્યો હતો. સુમિત સાંગવાને બેલ્જિયમના મોહોર અલ જિયાદને 4-1 થી માત આપી હતી. આ ટુર્નામેન્ટમાં રૂસ, અમેરિકા, ઇટલી અને કજાખસ્તાન સહિત 17 દેશના બોક્સરોએ ભાગ લીધો છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link