Uncategorized

જરૂરી છે રાજકીય ઈચ્છા શક્તિની: પેટ્રોલ 16 રૂપિયા અને ડીઝલ 13 રૂપિયા લીટર સસ્તું મળી શકે છે, જો સરકાર બંનેને GST સિસ્ટમમાં લાવે

[ad_1]

  • Gujarati News
  • Business
  • Petrol Can Be Got Cheaper By Rs 16 And Diesel By Rs 13 A Liter, If The Government Brings Both Into The GST System

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક કલાક પહેલા

  • કૉપી લિંક
હાલની કર વ્યવસ્થામાં દરેક રાજ્ય પોતાની રીતે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ લગાવે છે અને કેન્દ્ર પોતાની ડ્યૂટી અને સેસ અલગથી વસૂલે છે - Divya Bhaskar

હાલની કર વ્યવસ્થામાં દરેક રાજ્ય પોતાની રીતે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ લગાવે છે અને કેન્દ્ર પોતાની ડ્યૂટી અને સેસ અલગથી વસૂલે છે

  • SBIના ઈકોનોમિસ્ટ મુજબ કન્ઝ્યૂમરને 10થી 30 રૂપિયા પ્રતિ લીટર સુધીની બચત થશે.
  • LPG સબસિડી વધારીને 5 વર્ષમાં ખતમ કરવાની ભલામણ, શરૂઆતમાં વધશે 16,000 કરોડ રૂપિયાનું ભારણ.

દેશભરમાં પેટ્રોલનો ભાવ ઘટીને 75 રૂપિયા અને ડીઝલ 68 રૂપિયા પ્રતિ લીટરે આવી શકે છે. સાંભળીને આશ્ચર્ય જરૂર થાય પરંતુ આ માટે રાજકીય ઈચ્છાશક્તિની જરૂરિયાત છે. પેટ્રોલ અને ડીઝલના ભાવોને GSTના દાયરામાં લાવવામાં આવે તે જરૂરી છે. આવી ફોર્મુલા SBIના અર્થશાસ્ત્રીઓએ આપ્યો છે.

અર્થશાસ્ત્રીઓએ ડીઝલ અને પેટ્રોલને GST અંતર્ગત લાવવામાં આવે તો કેન્દ્ર અને રાજ્યને એક લાખ કરોડ રૂપિયા (GDPના 0.4%)ની રેવેન્યૂનું નુકસાન થઈ શકે છે. તેઓએ તમામ હિસાબ 60 ડોલર પ્રતિ બેરલના ક્રુડ અને 73 રૂપિયા પ્રતિ ડોલરના એક્સચેન્જ રેટ પર લગાવ્યો છે.

રાજ્ય પોતાની ગણતરીએ ટેક્સ લગાવે છે, કેન્દ્ર ડ્યૂટી અને સેસ વસૂલે છે
હાલની કર વ્યવસ્થામાં દરેક રાજ્ય પોતાની રીતે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ લગાવે છે અને કેન્દ્ર પોતાની ડ્યૂટી અને સેસ અલગથી વસૂલે છે. કેટલાંક સમયથી દેશમાં અનેક જગ્યાએ પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરની આસપાસ જોવા મળી રહી છે, જેના માટે જવાબદાર લોકો ટેક્સને માને છે. SBIના અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે પેટ્રોલ અને ડીઝલને GST સિસ્ટમમાં લાવવાથી આ વ્યવસ્થાને અપનાવવાનો સરકારનો હેતુ પૂરો થઈ જશે.

ઓયલ પ્રોડક્ટ્સ પર લાગે છે એડ વેલોરમ ટેક્સ, સેસ, એક્સ્ટ્રા વેટ કે સરચાર્જ
SBIના અર્થશાસ્ત્રીઓ મુજબ, ‘કેન્દ્ર અને રાજ્ય ઓયલ પ્રોડક્ટ્સને GST સિસ્ટમમાં નથી જોવા માગતા કેમકે સેલ્સ ટેક્સ/વેટ તેમની કમાણીનો મોટો સ્ત્રોત છે.’ રાજ્ય પોતાની જરૂરિયાત મુજબ ઓયલ પ્રોડક્ટ્સ પર એડ વેલોરમ ટેક્સ, સેસ, એક્સ્ટ્રા વેટ/ સરચાર્જ લગાવે છે. આ બધા ટેક્સ ક્રુડના ભાવ, કેરેજ ચાર્જ, ડીલર કમીશન અને કેન્દ્રના ઉત્પાદ શુલ્કને જોડ્યા બાદ લગાવવામાં આવે છે.

SBIના અર્થશાસ્ત્રીઓએ આ રીતે કર્યો પેટ્રોલ અને ડીઝલ પ્રાઈઝનો હિસાબ-કિતાબ
SBIના અર્થશાસ્ત્રીઓએ ડીઝલ માટે 7.25 રૂપિયા કેરેજ ચાર્જ, 2.53 રૂપિયા ડીલર કમીશન અને 20 રૂપિયાના સેસ પર હિસાબ કર્યો છે. તેઓએ પેટ્રોલ માટે 3.82 રૂપિયાનો કેરેજ ચાર્જ, 3.67 રૂપિયાનું ડીલર કમીશન અને 30 રૂપિયાનો સેસ લગાવ્યો છે. તેમની ભલામણ મુજબ ડીઝલ પર 20 અને પેટ્રોલ પર 30 રૂપિયા પ્રતિ લીટરનો સેસ રાજ્યો અને કેન્દ્ર સરકાર વચ્ચે સરખી રીતે વેચવો અને 28%નો GST લગાડવાનું સામેલ છે.

કન્ઝ્યુમરને દરેક લીટર પર 10થી 30 રૂપિયા સુધીની બચત થવા લાગશે
GST સિસ્ટમમાં એક લાખ રૂપિયાની રેવન્યૂ લોસનો આંકડો ડીઝલ (15%) અને પેટ્રોલ (10%)ની ખપતમાં વધારાના આધારે કાઢવામાં આવ્યો છે. ક્રુડના ભાવમાં એક ડોલર પ્રતિ બેરલના વધારાથી પેટ્રોલનો ભાવ 50 પૈસા અને ડીઝલનો ભાવ દોઢ રૂપિયા પ્રતિ લીટર વધશે. જે રાજ્યોમાં સૌથી વધુ ટેક્સ રેવન્યૂ મળે છે, ત્યાં પેટ્રોલ-ડીઝલને GST સિસ્ટમમાં લાવવાથી તેમનો લોસ સૌથી વધુ થશે, પરંતુ કન્ઝ્યુમરને પેટ્રોલ અને ડીઝલમાં દર લીટરે 10થી 30 રૂપિયા સુધીની બચત થવા લાગશે.

ક્રુડ 10 ડોલર સસ્તું થવા પર રાજ્યો અને કેન્દ્રને 18,000 કરોડની બચત થશે
આ ઉદાહરણમાં રસપ્રદ વાત એ છે કે ક્રુડ 10 ડોલર પ્રતિ બેરલ સસ્તું થવા પર રાજ્યો અને કેન્દ્રને 18,000 કરોડ રૂપિયાની બચત થશે. આ ત્યારે થશે જ્યારે બંને પ્રાઈઝને બેઝલાઈન પર યથાવત રાખવામાં આવશે. અને ઘટાડેલા ભાવનો ફાયદો કન્ઝ્યૂમરને ન આપવામાં આવે. જો ક્રુડનો ભાવ 10 ડોલર પ્રતિ બેરલ વધે છે પરંતુ તેનો બોજ ઉપભોક્તાઓ પર ન નાખવામાં આવે તો 9,000 કરોડ રૂપિયાની બચત થશે.

જેને જોતા SBIના અર્થશાસ્ત્રીઓએ સરકારને ઓઈલ પ્રાઈઝ સ્ટેબિલાઈઝેશન ફંડ બનાવવાની સલાહ આપી છે. તેમના મુજબ, ‘સારા સમયમાં જમા કરવામાં આવેલી રકમથી તૈયાર થયેલા આ ફંડનો ઉપયોગ ખરાબ સમયમાં રેવન્યૂ લોસની ભરપાઈમાં કરવામાં આવશે. તેનાથી વધેલા ભાવનો બોઝ કન્ઝ્યૂમર પર નહીં પડે.’

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link