Uncategorized

પ્રિવ્યૂ: ઇંગ્લેન્ડ સામેની અંતિમ મેચ જીતીને ભારતની નજર ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા પર, સ્પિન ફ્રેન્ડલી પિચ પર કોહલી અને પૂજારા પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • With India Looking To Reach The Final Of The Test Championship After Winning The Final Against England, Expect Big Innings From Kohli And Pujara On A Spin Friendly Pitch.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ19 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ભારત આવતીકાલે પોતાના ટેસ્ટ ઇતિહાસની 550મી ટેસ્ટ રમશે, આ સિદ્ધિ મેળવનાર ચોથો દેશ બનશે
  • વિરાટ કોહલીની કપ્તાન તરીકે 60મી ટેસ્ટ, સૌથી વધુ ટેસ્ટમાં ભારતની કપ્તાનીના મામલે ધોનીની બરાબરી કરશે

ઇન્ડિયા-ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચ આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ભારત સીરિઝમાં 2-1થી આગળ છે. આ મેચ જીતવા અથવા ડ્રો કરવા પર ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાવવાનો પાસ મળશે. જ્યારે ભારત હારે તો કાંગારુંની બીજા ફાઇનલિસ્ટ તરીકે એન્ટ્રી થશે. જોકે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ઉપરાંત આ મેચ પર બધાની નજર ખાસ કરીને પીચ કેવી રીતે બિહેવ કરે છે તેના માટે પણ રહેશે.

ભારત 550 ટેસ્ટ રમનાર ચોથો દેશ બનશે
ઇંગ્લેન્ડ સામે અમદાવાદ ખાતેની ચોથી ટેસ્ટ ભારતના ટેસ્ટ ઇતિહાસની ઓવરઓલ 550મી ટેસ્ટ હશે. સૌથી વધુ ટેસ્ટ રમવાનો રેકોર્ડ ઇંગ્લેન્ડના નામે છે. ઇંગ્લેન્ડે 1033 ટેસ્ટ રમી છે. ઓસ્ટ્રેલિયા 834 ટેસ્ટ અને વેસ્ટ ઇન્ડિઝ 552 ટેસ્ટ સાથે આ સૂચિમાં અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. ભારત 549 ટેસ્ટ રમ્યું છે, તેમાંથી 161 જીત્યું છે, 169 હાર્યું છે. 218 ટેસ્ટ ડ્રો રહી છે. 1 ટેસ્ટમાં ટાઈ પડી હતી.

પિચ સ્પિનરને મદદ કરવાનું ચાલુ રાખશે
કોહલીએ મેચના એક દિવસ પહેલાં પૂછ્યું કે, ટેસ્ટ ક્રિકેટમાં મેચ 5 દિવસ ચાલે એ માટે રમીએ છીએ કે ગેમ જીતવા માટે? કોહલીના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ઇન્ડિયન કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટને પિચ પર ચાલતી ચર્ચાથી ફેર પડતો નથી. તેઓ હોમ એડવાન્ટેજ માટે સ્પિન ટુ વિન થિયરી મુજબ રમવાનું ચાલુ રાખશે. વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણેએ તો પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કરી દીધું કે બીજી અને ત્રીજી ટેસ્ટની જેમ બોલ સ્પિન થશે અને મેચમાં સ્પિનર્સનો જ દબદબો યથાવત રહેશે.

જોકે, અમદાવાદમાં રમાયેલી ગઈ મેચની જેમ આ વખતે રમત 842 બોલમાં સમાપ્ત નહીં થાય. પિન્ક બોલ સ્કીડ થતો હતો જ્યારે રેડ બોલ ઓફ ધ સરફેસ એટલી સ્પીડમાં આવશે નહીં. ત્યારે આવતીકાલની મેચમાં પિચ વિશે એક જ વસ્તુ નક્કી છે કે પિચ 22 યાર્ડ્સની હશે. ગુજરાત ક્રિકેટ એસોસિયેશન પાસેથી મળેલી માહિતી મુજબ મેચ પિચ નંબર 4 પર રમાશે અને રેડ સોઇલનો ઉપયોગ થયો હોવાથી સ્પિન અને બાઉન્સ જોવા મળશે.

બુમરાહની જગ્યાએ ઉમેશને તક મળે તેવી પ્રબળ સંભાવના
જસપ્રીત બુમરાહે અંગત કારણોસર ચોથી ટેસ્ટમાંથી નામ પાછું ખેંચી લીધું છે. તેની જગ્યાએ ઉમેશ યાદવને તક મળે તેવી પ્રબળ સંભાવના છે. 33 વર્ષીય ઉમેશ ઘરઆંગણે દર 45 બોલે એક વિકેટ ઝડપે છે. તેની જગ્યાએ ટીમ પાસે મોહમ્મદ સિરાજને રમાડવાની પણ તક છે. જ્યારે વધુ એક વખત બેટિંગને મજબૂત કરવા કુલદીપ યાદવની જગ્યાએ વી. સુંદરને તક મળી શકે છે.

ભારતની સંભવિત પ્લેઈંગ-11: રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કપ્તાન), અજિંક્ય રહાણે, ઋષભ પંત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વી. સુંદર, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ

ઇંગ્લેન્ડની ટીમમાં સ્પિનર ડોમ બેસની વાપસી થશે
ઇંગ્લેન્ડ ગઈ મેચ હારીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાંથી બહાર થઈ ગયું છે. તેઓ શ્રેણીની બરાબરી કરવાના ઇરાદે મેદાનમાં ઉતરશે. પ્રેક્ટિસ દરમિયાન જે રીતે ખેલાડીઓએ ભાગ લીધો તેના પરથી લાગે છે કે સ્ટુઅર્ટ બ્રોડની જગ્યાએ ડોમ બેસને પ્લેઈંગ-11માં તક મળશે. ગઈ મેચમાં ઇંગ્લેન્ડ એક જ સ્પિનર સાથે રમ્યું હતું, જે તેમને ભારે પડ્યું હતું. તે સિવાય ઇંગ્લેન્ડ અન્ય કોઈ ફેરફાર કરે તેવું લાગતું નથી.

ઇંગ્લેન્ડની સંભવિત પ્લેઈંગ-11: ડોમ સિબલે, ઝેક ક્રોલ, જોની બેરસ્ટો, જો રૂટ (કપ્તાન), બેન સ્ટોક્સ, ઓલી પૉપ, બેન ફોક્સ (વિકેટકીપર), ડોમ બેસ, જેક લીચ, જોફરા આર્ચર, જેમ્સ એન્ડરસન

પૂજારા અને કોહલીની સદીની તડપ ચરમસીમાએ
ચેતેશ્વર પૂજારાએ ટેસ્ટ ક્રિકેટમાં 791 દિવસથી સદી મારી નથી. તેણે છેલ્લે 3 જાન્યુઆરી 2019ના રોજ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડની ખાતે સદી મારી હતી. ઘરઆંગણે તો સૌરાષ્ટ્રના સાવજે 4 વર્ષથી સેન્ચુરી ફટકારી નથી. તેણે છેલ્લે ડિસેમ્બર 2017માં ઘરે સદી મારી નથી. જ્યારે વિરાટ કોહલીએ 468 દિવસથી સદી મારી નથી. કોહલીએ છેલ્લે 22 નવેમ્બર 2019ના રોજ બાંગ્લાદેશ વિરુદ્ધ ઈડન ગાર્ડન્સ ખાતે સેન્ચુરી મારી નથી. ટેસ્ટમાં ઇન્ડિયાના નંબર-3 અને નંબર-4એ ઘણા સમયથી સદી મારી નથી.

રવિચંદ્રન અશ્વિન બની શકે છે દેશનો ફોર્થ હાઈએસ્ટ વિકેટ ટેકર
ઓફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિન ઇન્ટરનેશનલ ક્રિકેટમાં દેશનો ફોર્થ હાઈએસ્ટ વિકેટ ટેકર બની શકે છે. ભારત માટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ શિકાર કરવાનો રેકોર્ડ અનિલ કુંબલેના નામે છે. કુંબલેએ ત્રણેય ફોર્મેટમાં કુલ 956 વિકેટ ઝડપી છે. હરભજન સિંહ 711 વિકેટ, કપિલ દેવ 687 વિકેટ અને ઝહીર ખાન 610 વિકેટ સાથે અનુક્રમે બીજા, ત્રીજા અને ચોથા સ્થાને છે. અશ્વિનની અત્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 603 વિકેટ છે. તે ચોથી ટેસ્ટની બંને ઇનિંગ્સમાં થઈને કુલ 8 વિકેટ લે તો ઝેકને પાછળ છોડીને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં દેશનો ફોર્થ હાઈએસ્ટ વિકેટ ટેકર છે.

કેપ્ટન કોહલી બનાવશે 2 નવા રેકોર્ડ

  • ધોની સાથે સંયુક્તપણે સૌથી વધુ ટેસ્ટ રમનાર ભારતીય કપ્તાન ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ વિરાટ કોહલીની કેપ્ટન તરીકે 60મી ટેસ્ટ હશે. ભારત માટે કપ્તાન તરીકે સૌથી વધુ ટેસ્ટ રમનાર કપ્તાનની સૂચિમાં તે મહેન્દ્રસિંહ ધોનીની બરાબરી કરશે. ધોનીએ ટેસ્ટમાં ઇન્ડિયાના કપ્તાન તરીકે 60 ટેસ્ટમાં ફરજ નિભાવી છે અને કેપ્ટન કોહલી તેની બરાબરી કરશે.
  • 12 હજાર રન કરનાર ત્રીજો કેપ્ટન બનશે અમદાવાદ ખાતેની ચોથી ટેસ્ટમાં 17 રન કરવાની સાથે જ વિરાટ કોહલી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કેપ્ટન તરીકે 12 હજાર રન પૂરા કરશે. તે આ સિદ્ધિ મેળવનાર ત્રીજો કપ્તાન બનશે. તેની પહેલાં ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટિંગ (15,440 રન) અને સાઉથ આફ્રિકાનો ગ્રેમ સ્મિથ (14,878 રન) જ આ માઈલસ્ટોન અચીવ કરી શક્યા છે.

નંબર ગેમ

  • ઇંગ્લેન્ડ 1-0ની લીડ મેળવ્યા પછી શ્રેણી હાર્યું હોય તેવું છેલ્લે 1999માં થયું હતું. ત્યારે ઇંગ્લિશ ટીમે ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
  • અક્ષર પટેલે 2 ટેસ્ટમાં 18 વિકેટ લીધી છે. ડેબ્યુ શ્રેણીમાં ભારત વતી સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ દિલીપ દોશીના નામે છે. દિલીપ દોશીએ 27 વિકેટ લીધી છે. શિવલાલ યાદવ 24, રવિચંદ્રન અશ્વિન 22 અને વેન્કટરાઘવન 21 વિકેટ સાથે આ સૂચિમાં અનુક્રમે બીજા, ત્રીજા અને ચોથા સ્થાને છે. અક્ષર મેચમાં 10 વિકેટ લે તો આ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.
  • ભારત 2012થી ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી હાર્યું નથી.
  • ઇંગ્લેન્ડ આ મેચ જીતે તો જો રૂટ પૂર્વ કપ્તાન માઈકલ વો સાથે સંયુક્તપણે ઇંગ્લિશ ટીમનો સૌથી સફળ કપ્તાન બની જશે. રૂટ હેઠળ ઇંગ્લેન્ડ અત્યારે 26 ટેસ્ટ જીત્યું છે.
  • ઉમેશ યાદવ મેચમાં 4 વિકેટ લે તો ઘરઆંગણે ટેસ્ટમાં 100 વિકેટ ઝડપનાર પાંચમો ભારતીય ફાસ્ટ બોલર બનશે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link