Uncategorized

ઓલરાઉન્ડરની નિવૃત્તિ: યુસુફ પઠાણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી, કહ્યું- વર્લ્ડ કપમાં જીત બાદ સચિનને મારા ખભ્ભા પર ઉઠાવ્યા તે મારા જીવનની શ્રેષ્ઠ ક્ષણ

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

5 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • કહ્યું- બે વર્લ્ડ કપ જીતવા અને સચિનને ખભ્ભા પર ઉઠાવવા મારા કેરિયરની યાદગાર ક્ષણ

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર યુસુફ પઠાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેણે આ અંગેની માહિતી તેના સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરીને આપી છે. યુસુફ પઠાણે નિવૃત્તિ પછી કહ્યું હતું કે બે વર્લ્ડ કપ જીતવા અને સચિનને ખભ્ભા પર ઉઠાવવા મારા કેરિયરની યાદગાર ક્ષણ છે.

યુસુફે ભારત માટે 57 વનડે અને 22 T20 મેચ રમી હતી. તેણે 57 વન ડે મેચમાં 810 રન બનાવ્યા હતા. જેમાં તેણે બે સદી અને 3 ફિફ્ટી ફટકારી હતી. 22 T20માં તેણે 236 રન બનાવ્યા હતા. 2007 ICC T20 વર્લ્ડ કપમાં તે ટીમ ઈન્ડિયાનો પણ એક ભાગ હતો. યુસુફ છેલ્લા ઘણા વર્ષોથી ટીમ ઈન્ડિયાની બહાર હતો અને IPLમાં કોઈપણ ફ્રેન્ચાઇઝી એ તેને ખરીદવામાં રસ દાખવ્યો ન હતો.

યુસુફે 24 સપ્ટેમ્બર 2007માં પાકિસ્તાન સામેની T20 મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી, યુસુફે 2008માં પાકિસ્તાન સામે પણ પ્રથમ વનડે મેચ રમી હતી. યુસુફ પઠાણ 2011 વર્લ્ડ કપમાં પણ ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. બરોડા ઓલરાઉન્ડર 2012 પછી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો ન હતો.

આઈપીએલમાં યુસુફનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું હતું અને ઈન્ડિયન પ્રીમિયર લીગની પ્રથમ સીઝનમાં રાજસ્થાન રોયલ્સને ચેમ્પિયન બનાવવામાં ઓલરાઉન્ડરે મોટી ભૂમિકા નિભાવી હતી.

યુસુફ પઠાણે તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું કે, “હું મારા પરિવાર, મિત્રો, ચાહકો, ટીમો, કોચ અને સમગ્ર દેશનો તમામ ટેકો અને પ્રેમ માટે પૂરા દિલથી આભાર માનું છું.”

વર્લ્ડ કપમાં જીત બાદ સચિન તેન્ડુલકરને પોતાના ખભ્ભા પર ઉઠાવવાની ક્ષણને તેણે પોતાની કેરિયરની શ્રેષ્ઠ ક્ષણ પૈકિની એક ગણાવી હતી.

IPLમાં ત્રણ ટીમમાં રમ્યો
યુસુફ IPLમાં સફળ ખેલાડી રહ્યો છે. તે રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝ હૈદરાબાદ તરફથી રમ્યો હતો. તેણે IPLમાં 174 મેચમાં 3204 રન બનાવ્યા અને 42 વિકેટ ઝડપી. 2008થી 2019 સુધી તે સતત IPLમાં રમ્યો હતો. તે ગત સિઝન રમ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link