Uncategorized

ભોપાલમાં હત્યાનો LIVE વીડિયો: હુમલાખોરે રસ્તા વચ્ચે જ મિત્રનું ગળું કાપી કરી હત્યા, ગર્લફ્રેન્ડના વિવાદે હત્યા કર્યાની આશંકા

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભોપાલ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • હત્યા બુધવારે રાત્રે 12 વાગે ગૌતમબુદ્ધ વિસ્તારના પીજીબીટી કોલેજ નજીક કરાઇ
  • હત્યા દરમિયાન નજીકથી પસાર થઈ રહ્યા હતા લોકો, ફ્ઘાતના CCTVમાં કેદ થઈ

ભોપાલમાં બુધવારે રાત્રે 12 વાગે એક વ્યક્તિએ તેના મિત્રને જાહેરમાં રસ્તા વચ્ચે જ ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. ઘટના દરમિયાન હુમલો કરનાર સાથે તેના બે સાથીઓ પણ હતા. પહેલા હુમલાખોરે પહેલા છરીથી પોતાના મિત્રનું ગળું કાપી નાંખ્યું હતું , ત્યાર બાદ તેના પેટના ભાગે પણ છરીના ઘા માર્યા હતા. ઘટનામાં પીડિત ગંભીર રીતે ઘાયલ થયો હતો અને બાદમાં તેનું મૃત્યુ થયું હતું.

આ ઘટના દરમિયાન નજીકથી વાહનો પસાર થયા રહ્યા હતા, પરંતુ કોઈએ પણ હુમલાખોરને રોકવાનો કે પીડિતને મદદ કરવાના પ્રયાસ કર્યા ન હતા. શહેરના ગૌતમનગર વિસ્તારના પીજીબીટી કોલેજ પાસે બનેલી આ ઘટના CCTVમાં કેદ થઈ હતી, જેમાં હત્યા કર્યાનો ખુલાસો થયો હતો.

મુખ્ય આરોપીને ઝડપી લેવાયો, હજી 2 આરોપી ફરાર
પોલીસે જણાવ્યા પ્રમાણે આરોપી નદીમ બચ્ચાએ પોતાના સાથી ફૈઝાન અને સૈયદ સાથે મળીને આ હત્યાને અંજામ આપ્યો હતો. આરોપીઓએ દારૂ પીધેલો હતો. ઘટનામાં માર્યા ગયેલા શખ્સ નું નામ સાદાબ જહરીલા હતું. નદીમે પહેલા તો છરી વડે સાદાબના પેટ માર છરી વડે ઘા માર્યા હતા અને પછી ગળું કાપી નાંખ્યું હતું. ત્યાર બાદ પણ તેણે પેટ પર ઉપરાછાપરી છરીના ઘા માર્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે બાદમાં નદીમે પોલીસે સ્ટેશને જઈને પોલીસના શરણે થઈ ગયો હતો, જો કે પોલીસનો દાવો છે કે ઘેરબંધી કરીને તેણે ઝડપી પાડ્યો હતો. જ્યારે નદીમના અન્ય બે સાથીઓ ફરાર છે. આ તમામ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યોં છે.

મુખ્ય આરોપી આદતન ગુનેગાર છે
પોલીસ આ બાબતને અંગત અદાવતનો મામલો જણાવી રહી છે. પોલીસના સૂત્રો મુજબ આ ઘટના ગર્લફ્રેન્ડણે લઈને વિવાદના કારણે બની હતી. મુખ્ય આરોપી નદીમ નિશાતપુરા વિસ્તારનો ગુંડો છે. તે સામે પહેલેથી જ અનેક કેસ નોંધાયેલા છે. જ્યારે મૃતક સાદાબ પણ ટીટી નાગર વિસ્તારનો ગુંડો હતો. તેની સામે પણ જુદા-જુદા પોલીસ મથકોમાં 24 જેટલા કેસ નોંધાયેલા છે.

આરોપીએ એક બીજા મિત્ર પર પણ હુમલો કર્યો હતો
પોલીસે જણાવ્યુ હતું કે સાદાબની હત્યા પહેલા નદીમ અને તેના સાથીઓએ પોતાના એક બીજા મિત્ર સ્પર્શ સોની પર પણ છરી વડે હુમલો કર્યો હતો. છરી વડે હુમલો કરતાં તે ઘાયલ થયો હતો. જમાલપુરા વિસ્તારમાં થયેલી આ મામલામાં ત્રણ આરોપીઓ સામે હત્યાના પ્રયાસાની ફરિયાદ નોંધવામાં આવી છે. સ્પર્શ સોની પણ 2019માં નિશાતપુરામાં લૂંટ મામલે જેલમાં પણ જઇ ચૂક્યો છે.

[ad_2]

Source link