Uncategorized

વીજક્ષેત્ર: કેન્દ્ર શાસિત દાદરા નગર હવેલી, દિવ અને દમણમાં વીજ વિતરણ કંપનીના 51 ટકા ખાનગીકરણમાં ટોરેન્ટ પાવર સૌથી મોટા બિડર તરીકે ઉભરી આવી

[ad_1]

  • Gujarati News
  • Business
  • Torrent Power Emerges As Biggest Bidder For 51 Per Cent Privatization Of Power Distribution Company In Union Territory Of Dadra Nagar Haveli, Diu And Daman

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક દિવસ પહેલા

  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar

(ફાઈલ ફોટો)

ટોરેન્ટ પાવર લિમિટેડ (કંપની) કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દિવમાં પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપનીમાં 51 ટકા હિસ્સા માટે સૌથી મોટા બિડર તરીકે આજે ઉભરી આવી છે. ટોરેન્ટ દ્વારા પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપનીમાં 51 ટકા હિસ્સો હસ્તગત કરવાની આ પ્રક્રિયા ટેન્ડરને લગતા દસ્તાવેજો અંતર્ગત દર્શાવવામાં આવ્યા પ્રમાણેની વધુ માહિતીને આધિન છે. કેન્દ્ર શાસિત પ્રદેશોની વીજ વિતરણ કંપનીઓની કાર્યક્ષમતાને વધારવા તેમના ખાનગીકરણના ભાગરૂપે UTના ડિસ્ટ્રીબ્યુશન કારોબાર માટે આ બિડિંગની પ્રક્રિયા કરવામાં આવી છે. જે દેશભરમાં અન્ય વીજ ક્ષેક્ષની કંપનીઓ માટે ઉત્તમ મોડેલનું ઉદાહરણ પૂરું પાડશે.

અત્યારે ટોરેન્ટ પાવર ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, દહેજ SEZ અને ધોલેરા SIRમાં તેમ જ મહારાષ્ટ્રમાં ભિવંડી, શિલ, મુમ્બ્રા અને કાલવા તેમ જ ઉત્તર પ્રદેશમાં આગ્રામાં આશરે 3.65 મિલિયન ગ્રાહકોને આશરે 16.66 અબજ યુનિટનું વિતરણ કરે છે. દાદરા અને નગર હવેલી (સિલવાસા સહિત) અને દમણ અને દિવનો ઉમેરો થવા સાથે ટોરેન્ટ આશરે 3.8 મિલિયન ગ્રાહકોને આશરે 25 અબજ યુનિટનું વિતરણ કરશે તેમ જ આશરે 5000 MWની માંગને સંતોષશે.

આ પ્રસંગે ટોરેન્ટ ગ્રુપના ચેરમેન સમિર મહેતાએ જણાવ્યું હતું કે આ હસ્તાંતરણ સાથે ટોરેન્ટ 25 બિલિયન યુનિટ વિતરણની મહત્વની જવાબદારી ધરાવશે,જે ભારતની કુલ વીજ વપરાશની આશરે 2 ટકા જેટલી છે. આ હસ્તાંતરણ સાથે દેશમાં એક અગ્રણી પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપની તરીકે ટોરેન્ટની સ્થિતિ નોંધપાત્ર પ્રમાણમાં મજબૂત બનશે. આ સાથે કંપની 3 રાજ્યના 12 શહેરો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં પોતાની ઉપસ્થિતિ ધરાવે છે. અમે દાદરા અને નગર હવેલી તેમ જ દમણ અને દિવના નાગરિકોને ટોરેન્ટની ઉચ્ચ ગુણવત્તાયુક્ત વિશ્વસનિય સેવા પૂરી પાડવા માટે કટિબદ્ધ છીએ.

[ad_2]

Source link