Uncategorized

ભાસ્કર ખાસ: કર્મચારીઓને આ વર્ષે 7.3 ટકા ઈન્ક્રીમેન્ટ મળશે : સરવે

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હી2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દેશની આર્થિક ગતિવિધિઓ અપેક્ષા કરતાં વધુ ઝડપે રિકવર થવાના કારણે
  • કોરોના મહામારીને ભૂલીને દેશની 20 ટકા કંપનીઓ ડબલ ડિજિટમાં ઈન્ક્રિમેન્ટ આપશે

દેશની આર્થિક ગતિવિધિઓ અપેક્ષા કરતાં વધુ ઝડપે રિકવર થવા સાથે ભારતીય કંપનીઓ આ વર્ષે કર્મચારીઓને સરેરાશ 7.3 ટકા ઈન્ક્રિમેન્ટ આપશે. બિઝનેસ અને કન્ઝ્યુમર કોન્ફિડન્સમાં રિકવરી જોવા મળી છે. ડેલોઈટ ટોયશે ટોહ્મસ્તુ ઈન્ડિયા એલએલપી દ્રારા હાથ ધરાયેલા વર્કફોર્સ એન્ડ ઈન્ક્રિમેન્ટ ટ્રેન્ડ્સ સર્વે અનુસાર, 2020માં કંપનીઓએ 4.4 ટકા ઈન્ક્રિમેન્ટ આપ્યુ હતુ. જ્યારે 2019માં 8.6 ટકા ઈન્ક્રિમેન્ટ આપ્યુ હતું. 2021માં કપનીઓ 7.4 ટકા ઈન્ક્રિમેન્ટ આપશે. જે 2020 કરતાં વધુ પરંતુ 2019 સામે ઘટ્યુ છે. સર્વેમાં 92 ટકા કંપનીઓએ ઈન્ક્રિમેન્ટ આપવા પર ભાર મૂક્યો છે.

ગતવર્ષે 60 ટકા કંપનીઓ જ ઈન્ક્રિમેન્ટ આપવા સહમત થઈ હતી. ડિસેમ્બર, 2020માં સાત મુખ્ય સેક્ટર્સ અને 25 સબ સેક્ટર્સની 400 કંપનીઓ પર બી2બી સર્વે હાથ ધર્યો હતો. જેમાં ભારતીય કંપનીઓ 7.3 ટકા સુધી ઈન્ક્રિમેન્ટ આપવાની યોજના ધરાવે છે.

ઈન્ક્રિમેન્ટ બજેટમાં વધારા પાછળનુ કારણ બિનઅપેક્ષિત ઝડપી આર્થિક રિકવરી, બિઝનેસ અને કન્ઝ્યુમર કોન્ફિડન્સમાં સુધારો તેમજ કોર્પોરેટની નફાકારકતામાં વૃદ્ધિના સંકેતો છે. આ વર્ષે 20 ટકા કંપનીઓ ડબલ ડિજિટમાં ઈન્ક્રિમેન્ટ આપવાની યોજના ધરાવે છે. 2020માં 12 ટકા કંપનીઓ ડબલ ડિજિટમાં ઈન્ક્રિમેન્ટ આપ્યુ હતું. ગતવર્ષે 60 ટકા કંપનીઓએ ઈન્ક્રિમેન્ટ આપ્યા હતા.

ત્રીજા ભાગની કંપનીઓએ ઓફ- સાયકલ ઈન્ક્રિમેન્ટ મારફત ફાળવણી કરી હતી. ગતવર્ષે કોરોના વાયરસ મહામારીના લીધે લાગૂ લોકડાઉનના કારણે આર્થિક ગતિવિધિઓ થંભી ગઈ હતી. પરિણામે ગતવર્ષે 30 ટકા કંપનીઓએ ઉંચા ઈન્ક્રિમેન્ટ અને બોનસ મારફત કર્મચારીઓને વળતર આપવા યોજના બનાવી હતી. અનેક કંપનીઓ રોજગારી સર્જન પર પણ વિચારણા હાથ ધરી રહી છે.

હેલ્થકેર અને ITમાં ઊંચા ઈન્ક્રીમેન્ટ મળવાનો આશાવાદ
લાઈફ સાયન્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (આઈટી) સેક્ટર્સમાં ઉંચા ઈન્ક્રિમેન્ટ મળવાનો આશાવાદ છે. જ્યારે મેન્યુફેક્ચરિંગ અને સર્વિસિઝ સેક્ટર્સમાં પગારમાં નીચા ધોરણે વધારો થવાની શક્યતા છે. એકમાત્ર લાઈફ સાયન્સ સેક્ટર જ 2019ને સમકક્ષ ઈન્ક્રિમેન્ટ આપવા સક્ષમ બનશે. અન્ય સેક્ટર્સમાં 2019ની તુલનાએ 2021માં ઈન્ક્રિમેન્ટના દર નીચા રહેશે. ડિજિટલ અને ઈ-કોમર્સ કંપનીઓ ડબલ ડિજિટમાં ઈન્ક્રિમેન્ટ ઓફર કરી શકે છે. હોસ્પિટાલિટી, રિયલ એસ્ટેટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ એનર્જી કંપનીઓમાં સૌથી ઓછુ ઈન્ક્રિમેન્ટ મળવાની સંભાવના છે.

સ્વૈચ્છિક નિવૃત્તિ દર ઘટી 12.1 ટકા થયો
કોરોનાને લીધે 2020માં સ્વૈચ્છિક નિવૃત્તિનો દર 2019ના 14.4 ટકા સામે ઘટી 12.1 ટકા થયો છે. જ્યારે બિનસ્વૈચ્છિક નિવૃત્તિ (છટણી, રિસ્ટ્રક્ચરિંગ વગેરે)નો દર 2019ની 3.1 ટકા સામે વધી 2020માં 4 ટકા થયો છે. આઈટી, સર્વિસ સેક્ટર્સમાં બિનસ્વૈચ્છિક નિવૃત્તિનો દર વધ્યો છે. કંપનીઓએ એચઆર, એમ્પ્લોયી વેલનેસ, લર્નિંગ એન્ડ ડેવલોપમેન્ટમાં મોટાપાયે ટેક્નોલોજી અપનાવી છે.

[ad_2]

Source link