Uncategorized

બોલિવૂડમાં નેપોટિઝ્મ: ગોવિંદાની દીકરી ટીનાએ કહ્યું, નેપોટિઝ્મની પ્રોડક્ટ હોત તો અત્યાર સુધી 30-40 ફિલ્મો કરી લીધી હોત

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક કલાક પહેલા

  • કૉપી લિંક

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદથી બોલિવૂડમાં નેપોટિઝ્મ પર હવે વધુ સવાલ થવા લાગ્યા છે. હાલમાં જ એક ન્યૂઝ વેબસાઈટને આપેલા ઇન્ટરવ્યૂમાં લેજન્ડ એક્ટર ગોવિંદાની દીકરી ટીના આહુજાએ નેપોટિઝ્મ પર કહ્યું કે તેણે ક્યારેય તેના પપ્પા પાસેથી કોઈપણ પ્રકારની કોઈ પ્રોફેશનલ મદદ નથી લીધી. તેણે કહ્યું કે તેને તેની લાયકાતના આધારે બધી ફિલ્મો મળી છે. માટે તેને નેપો કિડ કહી ન શકાય.

મને મારી બધી ફિલ્મો લાયકાતના આધારે મળી
ઇન્ટરવ્યૂમાં ટીનાએ કહ્યું કે ગોવિંદાએ ક્યારેય તેના માટે ફિલ્મની ઓફર લાવવા માટે ખુદનો રેફરન્સ નથી આપ્યો. તેણે કહ્યું કે જો તે નેપોટિઝ્મની પ્રોડક્ટ હોત તો તે અત્યારસુધી 30-40 ફિલ્મો સાઈન કરી લેતી. ટીનાએ કહ્યું, ‘આ જ એક વાત છે જે પપ્પાએ અત્યારસુધી નથી કરી અને મેં પણ તેમને ક્યારેય તેમના રેફરન્સ લગાવવા માટે નથી કહ્યું. જોકે, જે દિવસે મને કોઈ વસ્તુની જરૂર હશે તો તે હંમેશાં મારી સાથે હશે. પણ મને ક્યારેય નેપો કિડ કહી ન શકાય. મને બધી ફિલ્મો મારી લાયકાતના આધારે મળી છે.’

મને નેપો કિડ કહી ન શકાય
ટીનાએ કહ્યું, ‘મને મારી મહેનતે બધી ઓફર્સ મળી છે, મારા પિતાએ આમાં મારી કોઈ મદદ નથી કરી. પણ, તેમને ખબર હોય છે કે હું શું કરી રહી છું અને શું નહીં. હું જે પણ કામ કરતી હોઉં છું તે બધી વાતનો રિપોર્ટ તેમને મળે છે. પણ આનો અર્થ એવો જરાપણ નથી કે તે મારા કામમાં દખલગીરી કરે છે. પપ્પાએ ક્યારેય કોઈને મને ફિલ્મ આપવા માટે નથી કહ્યું, માટે મને નેપો કિડ કહી ન શકાય.’

ટીનાએ 2015માં બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું
ટીનાએ જણાવ્યું કે ગોવિંદા તેના માટે એક ફિલ્મ પ્રોડ્યુસ કરવા ઇચ્છુક છે. તેમણે ઘણી વખત આ વાત ટીનાને કહી પણ છે. ટીનાએ કહ્યું, ‘પપ્પા હંમેશાં મારા કામમાં મને ઘણો સપોર્ટ કરે છે. તો ચાલો જોઈએ છીએ, ભવિષ્યમાં પણ અમે આવું જ કરીએ.’ ટીનાએ 2015માં ડિરેક્ટર સમીપ કાંગની ફિલ્મ ‘સેકન્ડ હેન્ડ હસબન્ડ’થી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેની ઓપોઝિટ ગિપ્પી ગ્રેવાલ હતા. ટીના- ગિપ્પી સિવાય આ ફિલ્મમાં ગીતા બસરા અને ધર્મેન્દ્ર પણ લીડ રોલમાં હતા. જોકે, આ ફિલ્મ બોક્સઓફિસ પર સારું પ્રદર્શન કરી શકી ન હતી.

[ad_2]

Source link