Uncategorized

કોરોના દેશમાં: UK સ્ટ્રેનના દેશમાં 187 કેસ નોંધાયા, 24 દેશોને મોકલવામાં આવી વેક્સિન, દેશમાં 1.70 લાખ લોકોને બીજી વખત વેક્સિન અપાઈ

[ad_1]

  • Gujarati News
  • National
  • 187 Cases Of Strain Reported In UK, Vaccine Sent To 24 Countries, 1.70 Lakh People Vaccinated For Second Time In The Country

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હી9 મિનિટ પહેલા

  • કૉપી લિંક
દેશમાં કોરોના અંગેની માહિતી આપતા કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ - Divya Bhaskar

દેશમાં કોરોના અંગેની માહિતી આપતા કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ

દેશમાં કોવિડ-19 વૈશ્વિક મહામારીની સ્થિતિને લઈ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને ICMRએ મંગળવારે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. અહીં જાણકારી આપવામાં આવી છે કે દેશમાં કોરોનાના UK સ્ટ્રેનથી સંક્રમિત 187 કેસ છે અને 24 દેશોને ભારતે વેક્સિન પહોંચાડી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે અત્યાર સુધીમાં એક લાખ 70 હજાર 678 લોકોને બીજી વખત વેક્સિન આપવામાં આવી છે. દેશમાં કોરોનાના સક્રિય કેસ 1.40 લાખથી ઓછા દર્દી રહ્યા છે. ભૂષણે જણાવ્યું કે દેશના કુલ સક્રિય કેસોની બાબતમાં 72 ટકા કેસ બે રાજ્યમાંથી છે. તેમા કેરળ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. કેરળમાં કોરોના સંક્રમણના 61,550 સક્રિય કેસ છે, જ્યારે મહારાષ્ટ્રમાં તેની સંખ્યા 37,383 છે. ભૂષણે જણાવ્યું કે દેશમાં છેલ્લા સાત દિવસમાં પ્રતિ 10 લાખની વસ્તી પર 56 નવા કેસ સામે આવ્યા છે.

188 જીલ્લામાં 7 દિવસમાં સંક્રમણનો કોઈ નવો કેસ સામે આવ્યો નથી
દેશ માટે સારા સમાચાર છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે દેશમાં 188 જીલ્લા એવા છે જ્યાં છેલ્લા 7 દિવસમાં સંક્રમણના કોઈ જ નવા કેસ સામે આવ્યા નથી. 76 એવા જીલ્લા છે કે જ્યાં છેલ્લા 28 દિવસથી કોઈ જ સંક્રમિત મળ્યા નથી. સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને જણાવ્યું હતું કે દેશમાં કોરોનાના દર્દી મળવાની ઝડપ ઘણી ઓછી થઈ ગઈ છે. ભારતમાં રિકવરી રેટ 97.29 ટકા થઈ ગઈ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.43 ટકા રહી ગયો છે.

આ તસવીર ઉત્તર પ્રદેશના મિર્જાપુર જિલ્લાની છે. અહીં કોરોનાની વેક્સિન લગાવતી હેલ્થકેર વર્કર

આ તસવીર ઉત્તર પ્રદેશના મિર્જાપુર જિલ્લાની છે. અહીં કોરોનાની વેક્સિન લગાવતી હેલ્થકેર વર્કર

અત્યાર સુધીમાં 85 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી
દેશમાં અત્યાર સુધીમાં 85 લાખ 16 હજાર 385 લોકોને વેક્સિન આપવામાં આવી છે. આ પૈકી 97 હજાર 732 લોકો એવા છે કે જે જેમને વેક્સિનનો બીજો ડોઝ પણ આપવામાં આવી ચુક્યો છે. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે તેમા 61 લાખ હેલ્થ કેર વર્કર્સ અને 23 લાખ ફ્રન્ટ લાઈન વર્કર્સનો સમાવેશ થાય છે. તેમા 35 લોકોને વેક્સિન આપ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 21 લોકોને સારવાર બાદ ડિસચાર્જ કરવામાં આવ્યા છે. 3 વ્યક્તિની સારવાર કરવામાં આવી રહી છે. વેક્સિનેશનના 31 દિવસમાં 11 લોકોના મૃત્યુ થયા છે.

સોમવારે 8 હજાર નવા દર્દી મળ્યા
ત્રણ દિવસ સતત એક્ટિવ કેસ વધ્યા બાદ સોમવારે રાહતના આંકડા જોવા મળ્યા. છેલ્લા 24 કલાકમાં દેશમાં 8,864 નવા કોરોના સંક્રમિત મળ્યા છે. 11 હજાર 576 લોકો રિકવર થયા છે અને 72 લોકોના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં 1 કરોડ 9 લાખ 25 હજારથી વધારે લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. 1 લાખ 55 હજાર 840 દર્દીના મૃત્યુ થયા છે. 1 લાખ 34 હજાર 33 દર્દી એવા છે કે જે જેમની સારવાર ચાલી રહી છે.

કોરોના અપડેટ્સ

  • સુપ્રીમ કોર્ટે ગોરખપુર એમ્સને નિર્દેશ આપ્યો છે કે તે 11 વિદ્યાર્થીઓની પરીક્ષા કરવે જેથી અટેન્ડેન્સ કોરોનાને લીધે ઓછી થઈ હતી.
  • સુપ્રીમ કોર્ટે ન્યાયમૂર્તિઓ, વકીલો અને જ્યુડિશિયલ સ્ટાફને વેક્સિનેશનમાં પ્રાયોરિટી મળવાની અરજીને સ્વીકારી લીધી છે. મુખ્ય ન્યાયમૂર્તિ એસએ બોબડેએ કહ્યું કે આ કેસની સુનાવણી બે સપ્તાહ બાદ થશે.
  • ગુજરાતના 4 મોટા શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં 28 ફેબ્રુઆરી સુધી નાઈ કર્ફ્યૂ રહેશે. અહીં અગાઉ 15 ફેબ્રુઆરી સુધી રાત્રીના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો. તેમા એક કલાકની છૂટ આપવામાં આવી છે. હવે તેનો સમય રાત્રીના 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રહેશે.

[ad_2]

Source link