Uncategorized

4 સરકારી બેંકનું ખાનગીકરણ થશે: બેંક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન ઓવર્સીસ બેંક અને સેન્ટ્રલ બેંક પ્રાઈવેટ થશે, 6 મહિનામાં પ્રોસેસ શરૂ થશે

[ad_1]

  • Gujarati News
  • Business
  • Bank Of Maharashtra, Bank Of India, Indian Overseas Bank And Central Bank Will Be Private, Process Will Start In 6 Months

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ9 કલાક પહેલા

  • કૉપી લિંક

સરકારે 4 સરકારી બેંકોને ખાનગી બેંક બનાવવા માટે પસંદગી કરી લીધી છે. આ પૈકી 3 બેંક નાની બેંક છે. એક મોટી બેંક છે. ત્રણ નાની બેંકમાં બેંક ઓફ મહારાષ્ટ્ર, ઈન્ડિયન ઓવર્સીસ બેંક અને સેન્ટ્રલ બેંક છે. જ્યારે મોટી બેંકમાં-બેંક ઓફ ઈન્ડિયા છે. તેની ખાનગીકરણની પ્રક્રિયા શરૂ થવામાં 5-6 મહિના લાગશે.

સરકારે બજેટમાં 2 બેંકોમાં હિસ્સો વેચવાની વાત કરી હતી, જોકે મોદી સરકાર દેશમાં કેટલીક મોટી સરકારી બેંકોને ચલાવવાના પક્ષમાં છે. દેશમાં મોટી સરકારી બેંકોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB),બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો સમાવેશ થાય છે.

જોકે, સરકારી બેંકને ખાનગી બેંક બનાવવાથી રાજીકય પક્ષો બચતા રહ્યા છે, કારણ કે તેમાં લાખો કર્મચારીઓની નોકરીઓ પર જોખમ રહે છે. જોકે, સરકાર આ અગાઉ કહી ચુકી છે કે બેંકને ઓછી કરવા અથવા ખાનગીકરણ કરવાની સ્થિતિમાં કર્મચારીઓની નોકરી જશે નહીં.

દેશમાં છઠ્ઠા નંબર પર છે બેંક ઓફ ઈન્ડિયા
દેશમાં બેંક ઓફ ઈન્ડિયા છઠ્ઠા નંબરની બેંક છે, જ્યારે સાતમા નંબર પર સેન્ટ્રલ બેંક છે. ત્યારબાદ ઈન્ડિયન ઓવર્સીસ બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રનો નંબર આવે છે. બેંક ઓફ ઈન્ડિયાનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂપિયા 19 હજાર 298 કરોડ છે. જયારે ઈન્ડિયન ઓવર્સીસ બેંકનું માર્કેટ કેપ રૂપિયા 18 હજાર કરોડ, બેંક ઓફ મહારાષ્ટ્ર રૂપિયા 10 હજાર 443 કરોડ તથા સેન્ટ્રલ બેંક રૂપિયા 8 હજાર 190 કરોડ છે.

ઈન્ડિયન ઓવર્સીસ બેંકની સ્થાપના 10 ફેબ્રુઆરી,1937ના રોજ થઈ હતી. તે કુલ 3800 શાખા ધરાવે છે. બેંક ઓફ ઈન્ડિયાની 7 સપ્ટેમ્બર,1906ના રોજ સ્થાપના થઈ હતી. તે એક ખાનગી બેંક હતી. વર્ષ 1969માં અન્ય 13 બેંકોને એક સાથે ભેળવીને તેને સરકારી બેંક બનાવવામાં આવી હતી. 50 કર્મચારીઓ સાથે આ બેંક શરૂ કરવામાં આવી હતી. બેંક ઓફ મહારાષ્ટ્ર વર્ષ 1840માં શરૂ થઈ હતી. તે સમયે તેનું નામ બેંક ઓફ બોમ્બે હતું. તે સમયે આ બેંકનું નામ બેંક ઓફ બોંબે હતું. તે મહારાષ્ટ્રની પહેલી કોમર્શિયલ બેંક હતી. તેની 1874 શાખા છે અને 1.5 કરોડ ગ્રાહક છે. સેન્ટ્રલ બેંકની વર્ષ 1911માં સ્થાપના થઈ હતી.

યુનિયનોના વિરોધનો ડર
સરકારને ડર છે કે બેંકોનું વેચવાની સ્થિતિમાં બેંક યુનિયનો વિરોધ પર ઉતરી શકે છે. આ સ્થિતિ તે સમયાંતરે બેંકોનું વેચાણ કરવાનો પ્રયત્ન કરશે. બેંક ઓફ ઈન્ડિયા પાસે 50 હજાર કર્મચારી છે. જ્યારે સેન્ટ્રલ બેંકમાં 33 હજાર કર્મચારી છે. ઈન્ડિયન ઓવર્સીસ બેંકમાં 26 હજાર અને બેંક ઓફ મહારાષ્ટ્રમાં 13 હજાર કર્મચારી છે. આ રીતે એકંદરે એક લાખથી વધારે કર્મચારી આ ચાર બેંકોમાં છે.
બેંક ઓફ મહારાષ્ટ્રમાં ઓછા કર્મચારી છે, માટે તેને પ્રાઈવેટ બનાવવામાં સરળતા રહેશે.

[ad_2]

Source link