Uncategorized

ક્રિકેટ માટે મોદીનો ક્રેઝ: તમિલનાડુની મુલાકાતે ગયેલા મોદીએ પ્લેનમાંથી ચેપક સ્ટેડિયમની તસવીર લીધી, કહ્યું-ઈન્ટરેસ્ટિંગ ટેસ્ટ મેચનો હવાઈ નજારો

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • PM Modi Shared An Aerial Picture Of The Chepauk Stadium Where India And England Are Playing A Test Match

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેન્નઈએક કલાક પહેલા

  • કૉપી લિંક
વડાપ્રધાન મોદીએ સ્ટેડિયમની આ તસવીર ફ્લાઈટમાંથી લીધી છે. - Divya Bhaskar

વડાપ્રધાન મોદીએ સ્ટેડિયમની આ તસવીર ફ્લાઈટમાંથી લીધી છે.

ચેન્નાઈના ચેપક સ્ટેડિયમમાં ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ ચાલી રહી છે. કોરોના કાળમાં પહેલી વખત ક્રિકેટ જોવા માટે સ્ટેડિયમમાં દર્શક પહોંચ્યા છે, પરંતુ રવિવારે આ ટેસ્ટને એક ખાસ દર્શક પણ મળ્યા છે. જો કે, વડાપ્રધાન રવિવારે જ તમિલનાડુની મુલાકાતે ગયા હતા. તેમનો ચેન્નાઈમાં કાર્યક્રમ હતો. જ્યારે મોદીએ વિમાન દ્વારા ચેન્નાઈથી કેરળ રવાના થઈ રહ્યાં હતા, ત્યારે તેમણે ચેપક સ્ટેડિયમની તસવીર લીધી હતી. મોદીએ ચેપકનો એરિયલ વ્યૂ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. તેમણે લખ્યું કે, ઈન્ટરેસ્ટિંગ ટેસ્ટ મેચનો હવાઈ નજારો જોવા મળ્યો.

નાનકડી ફેને પહેલી વખત સ્ટેડિયમમાં જઈને ટેસ્ટ મેચ જોઈ

ચેન્નઈ ટેસ્ટના બીજા દિવસે પ્લે-કાર્ડ સાથે નાનકડી ફેન

ચેન્નઈ ટેસ્ટના બીજા દિવસે પ્લે-કાર્ડ સાથે નાનકડી ફેન

મેચના બીજા દિવસે સ્ટેડિયમ પહોંચેલા ઘણા અન્ય ફેન્સે પણ તસવીરો દ્વારા ક્રિકેટ સાથે જોડાણ શેર કર્યું. એક નાનકડી ફેન પોતાની લાઈફની પહેલી મેચ જોવા પહોંચી. આ દરમિયાન સચિન તેડુંલકર અને ટીમ ઈન્ડિયાના ફેન રહી ચૂકેલા સુધીર પણ પહોંચ્યા. નાનકડી ફેને એક પ્લે-કાર્ડ બતાવતા કહ્યું કે,આ તેની લાઈફનો પહેલી ટેસ્ટ છે. તે પહેલી વખત સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચી છે.

સુધીરે સચિનના જર્સી નંબર-10ના સાથે શરીર પર લખ્યું- મિસ યૂ તેડુંલકર

સુધીરે સચિનના જર્સી નંબર-10ના સાથે શરીર પર લખ્યું- મિસ યૂ તેડુંલકર

સ્ટેડિયમમાં 50% ફેન્સને એન્ટ્રી
જો કે, કોરોના વચ્ચે લોકડાઉન પછી પહેલી વખત દેશમાં ક્રિકેટ સ્ટેડિયમમાં 50% ફેન્સને એન્ટ્રી આપવામાં આવી છે. સ્ટેડિયમમાં એન્ટ્રી આપવા માટે 17 ગેટ છે. તમામનું તાપમાન પણ ચેક કરવામાં આવ્યું છે. સ્ટેડિયમમાં મેડિકલ અને આઈસોલેશન રૂમ પણ બનાવવામાં આવ્યા છે.

સોશિયલ ડિસટન્સિંગ પર દેખરેખ માટે CCTV કેમરા લગાવ્યા
સોશિયલ ડિસટન્સિંગની દેખરેખ માટે CCTV કેમરા પણ લગાડવામાં આવ્યા છે. દર્શક સ્ટેડિયમની અંદર માત્ર મોબાઈલ લઈ જઈ શકશે. સ્ટેન્ડ્સમાં બોલ ગયા પછી એમ્પાયર તેને સેનેટાઈઝ કરશે. તમામે માસ્ક પહેરવું જરૂરી છે. ગ્રાઉન્ડના ચારેય બાજુ મેડિકલ ટીમ હાજર રહેશે. 4 એમ્બ્યુલન્સની સુવિધા થશે. સ્ટેડિયમમાં મેડિકલ રૂમ અને આઈસોલેશન રૂમ પણ હશે.

[ad_2]

Source link