Uncategorized

300ના ક્લબમાં એન્ટ્રી: ઇશાંત શર્માએ ટેસ્ટ કરિયરમાં 50% વિકેટ ધોની હેઠળ લીધી; માઈલસ્ટોન સુધી પહોંચનાર સૌથી ધીમો બોલર

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ40 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • 19 વર્ષની વયે ડેબ્યુ કરતાં બાંગ્લાદેશના મશરફે મુર્તઝાને આઉટ કરીને કરિયરની પ્રથમ વિકેટ લીધી હતી
  • કરિયરમાં ઝડપેલી 300માંથી 152 વિકેટ ધોની હેઠળ લીધી, કોહલીની કપ્તાનીમાં 110 વિકેટ લીધી
  • ઇશાંતે 300 વિકેટના માઈલસ્ટોન સુધી પહોંચવા સૌથી વધુ 13 વર્ષ અને 314 દિવસ લીધા

ઇશાંત શર્માએ ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ચોથા દિવસે ડેન લોરેન્સને LBW કરીને ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ પૂરી કરી. તે આ સિદ્ધિ મેળવનાર ભારતનો ત્રીજો ફાસ્ટ બોલર બન્યો છે. તેની પહેલાં કપિલ દેવ અને ઝહીર ખાન આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. ઓવરઓલ 300 ટેસ્ટ વિકેટ લેનાર ઇશાંત છઠ્ઠો ભારતીય અને દુનિયાનો 35મો બોલર બન્યો છે. તેણે 19 વર્ષની વયે ડેબ્યુ કરતાં 25 મે 2007ના રોજ બાંગ્લાદેશના મશરફે મુર્તઝાને આઉટ કરીને કરિયરની પ્રથમ વિકેટ લીધી હતી.

ઇશાંતે ટેસ્ટમાં સૌથી ધીમી 300 વિકેટ પૂરી કરી
લંબુ તરીકે ઓળખાતા ઇશાંતે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ધીમી 300 વિકેટ પૂરી કરી છે. આ માટે તેણે સૌથી વધુ 98 ટેસ્ટ લીધી. અગાઉ આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડના ડેનિયલ વિટ્ટોરીના નામે હતો. વિટ્ટોરીએ આ સિદ્ધિ મેળવવા 94 ટેસ્ટ લીધી હતી.

કેપ્ટન ટેસ્ટ વિકેટ બોલિંગ એવરેજ
મહેન્દ્રસિંહ ધોની 47 152 36.65
વિરાટ કોહલી 37 110 23.93
અનિલ કુંબલે 9 24 38.00
વિરેન્દ્ર સહેવાગ 3 9 35.22
અજિંક્ય રહાણે 1 4 11.25
રાહુલ દ્રવિડ 1 1 49.00
કુલ 98 300 32.29

બોલિંગ એવરેજ એટલે બોલર એક વિકેટ ઝડપવા માટે કેટલા રન આપે છે.

ભારતમાં પૂરી કરી વિકેટની સદી

ઇશાંત શર્માએ ચેન્નાઈ ટેસ્ટ દરમિયાન ભારતમાં 100 વિકેટ પૂરી કરી. તે અત્યાર સુધીમાં 101 વિકેટ લઈ ચૂક્યો છે. ભારતની બહાર ઇશાંતે સૌથી વધુ 43 વિકેટ ઇંગ્લેન્ડમાં લીધી છે. વેસ્ટ ઇન્ડિઝમાં તેણે 41 વિકેટ લીધી છે.

કરિયરના ફેઝ વિકેટ બોલિંગ એવરેજ
પ્રથમ 33 ટેસ્ટ 106 32.60
34-66 ટેસ્ટ 94 41.34
અંતિમ 32 ટેસ્ટ 100 23.47
98 ટેસ્ટ 300 32.29

​​​​​​દરેક ભારતીય બોલરને 300 વિકેટ સુધી પહોંચતા કેટલો સમય લાગ્યો:

બોલર ટેસ્ટ સમય
રવિચંદ્રન અશ્વિન 54 6 વર્ષ, 18 દિવસ
અનિલ કુંબલે 66 11 વર્ષ, 132 દિવસ
હરભજન સિંહ 72 10 વર્ષ, 226 દિવસ
કપિલ દેવ 83 8 વર્ષ, 80 દિવસ
ઝહીર ખાન 89 13 વર્ષ, 38 દિવસ
ઇશાંત શર્મા 98 13 વર્ષ, 314 દિવસ

67% વિકેટ ટોપ-6 બેટ્સમેનની લીધી
ઇશાંતે મોટાભાગની વિકેટ ટોપ અને મિડલ ઓર્ડરની લીધી. તેણે 300માંથી 202 વિકેટ ટોપ-6 બેટ્સમેનની લીધી છે. ઓપનર્સને તેણે કુલ 72 વાર આઉટ કર્યા. જ્યારે નંબર 3 અને નંબર 4ને 31 વાર પેવેલિયન ભેગા કર્યા. નંબર 5ને 32 અને નંબર 6ને 31 વાર આઉટ કર્યા.

ઇશાંત શર્માની માઈલસ્ટોન વિકેટ

પ્રથમ વિકેટ મશરફે મુર્તઝા (2007) પ્રથમ ટેસ્ટ
50મી વિકેટ ડેનિયલ વિટ્ટોરી (2009) 17મી ટેસ્ટ
100મી વિકેટ ડેરેન સેમી (2011) 33મી ટેસ્ટ
150મી વિકેટ હેમિશ રધરફોર્ડ (2014) 54મી ટેસ્ટ
200મી વિકેટ એન્જલો મેથ્યુઝ (2015) 65મી ટેસ્ટ
250મી વિકેટ જો રૂટ (2018) 86મી ટેસ્ટ
300મી વિકેટ ડેનિયલ લોરેન્સ (2021) 98મી ટેસ્ટ

[ad_2]

Source link