Uncategorized

વિવાદ: ઓસ્ટ્રેલિયા પર ભડક્યો સહેવાગ, કહ્યું- તમે કરો તે ટોણો, અન્ય કોઈ કરે તો રંગભેદની ટિપ્પણી

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

13 દિવસ પહેલા

  • કૉપી લિંક

ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટર અને જસપ્રીત બુમરાહ સામે સિડનીમાં ગ્રાઉન્ડ પર રંગભેદની ટિપ્પણી કરવાનો મામલો આગળ વધતો જાય છે. આ બાબતે પૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે ઓસ્ટ્રેલિયા સામે ભડકતા કહ્યું હતુ કે તમે કરો તો ટોણો, અન્ય કોઈ કરે તો રંગભેદ ટિપ્પણી. ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે સિડનીમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ છે.

સહેવાગે આ સમગ્ર મામલે ટ્વિટર પર એક ફોટો શેર કર્યો હતો જેમાં રવિવારે ફરીથી રંગભેદની ટિપ્પણી બાદ મેચને અટકાવી દેવામાં આવી હતી અને મુરી ભારતીય ટીમ એક સાથે ગ્રાઉન્ડ પર ઊભી હતી. સહેવાગે આ ફોટો સાથે આકરા શબ્દોમાં કહ્યું હતુ કે તમે કરો તો ટોણો અને કોઈ બીજું કરે તો રંગભેદ ટિપ્પણી. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં કેટલાક ઓસ્ટ્રેલિયાના દર્શકોએ જે કર્યું તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે અને તેમણે એક સારી ટેસ્ટ સીરીઝના આયોજનને બગાડ્યું છે.

સહેવાગ પહેલા ભારતીય સ્પિનર હરભજનસિંહે પણ ઓસ્ટ્રેલિયાના દર્શકો પર રોષ વ્યક્ત કર્યો હતો. હરભજને કહ્યું જતું કે તેમણે પણ વ્યક્તિગત રીતે ઓસ્ટ્રેલિયામાં મેદાનમાં રમતા પોતાના ધર્મ, પોતાના રંગ બાબતે અનેક વાતો સાંભળવી પડી છે. આવું પહેલી વખત નથી બન્યું કે જ્યારે ભીડ આવો બકવાસ કરી રહી હોય.

ઉલ્લેખનીય છે કે ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ભારતીય ફાસ્ટર પર ફરીથી રંગભેદ ટિપ્પણી કરવામાં આવી ત્યારે તેણે અંમ્પાયરને આ બાબતે ફરિયાદ કરી હતી. સિરાજની ફરિયાદ બાદ મેચને અટકાવીને રંગભેદ ટિપ્પણી કરનારાઓની તપાસ કરવામાં આવી અને દર્શકોનું એક સમૂહ જેમાં 6 લોકો સામેલ હતા તેમને સ્ટેડિયમ બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. ભારતે અને ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી એક-એક મેચ જીતી છે. જો કે સ્થિતિ મુજબ ઓસ્ટ્રેલિયાનું પલ્લું ભારે છે. જો કે આ સમગ્ર મામલે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે માફી માંગી છે.



[ad_2]

Source link