Uncategorized

2020: કુલ એન્કર ઈન્વેસ્ટમેન્ટમાં FPIનો 55% હિસ્સા સાથે દબદબો, એન્કર ઈન્વેસ્ટર્સ દ્વારા થતું રોકાણ 80 ટકા વધ્યું

[ad_1]

  • Gujarati News
  • Business
  • FPIs Account For 55% Of Total Anchor Investments, With Investments By Anchor Investors Up 80%

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ12 દિવસ પહેલાલેખક: બિજલ નવલખા

  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar

ફાઇલ તસવીર

સંસ્થાકીય રોકાણકારોએ માત્ર સેકેન્ડરી માર્કેટ જ નહીં. પરંતુ પ્રાઈમરી માર્કેટમાં પણ ધૂમ રોકાણ કર્યુ છે. આઈપીઓ સેગમેન્ટમાં એન્કર ઈન્વેસ્ટર્સ દ્રારા થતુ રોકાણ ગતવર્ષની તુલનાએ 79.64 ટકા વધી 7721 કરોડ નોંધાયુ છે. પ્રાઈમડેટાબેઝના આંકડા અનુસાર, 2020માં સેકેન્ડરી માર્કેટની જેમ આઈપીઓમાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 4206 કરોડનું રોકાણ કર્યુ છે. જે કુલ એન્કર ઈન્વેસ્ટમેન્ટના 55 ટકા હિસ્સો દર્શાવે છે. જ્યારે આઈપીઓમાં ડોમેસ્ટીક એન્કર ઈન્વેસ્ટર્સ દ્રારા થતુ રોકાણ 2019ની રૂ. 1674 કરોડ સામે બમણુ વધી 3515 કરોડ નોંધાયુ છે. ઉલ્લેખનીય છે કે, આઈપીઓમાં થતાં ઈન્વેસ્ટમેન્ટમાં દર પાંચ એન્કર ઈન્વેસ્ટર્સમાંથી ચાર મ્યુચ્યુઅલ ફંડ્સ હોય છે.

આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ (રૂ. 426 કરોડ), આદિત્ય બિરલા સન લાઈફ એમએફ (રૂ. 363 કરોડ), ગવર્નમેન્ટ ઓફ સિંગાપોર (રૂ. 326 કરોડ), એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ (રૂ. 294 કરોડ), એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ (રૂ. 280 કરોડ)નું રોકાણ આઈપીઓમાં કર્યુ છે. ટોચના 15 વિદેશી રોકાણકારોએ આઈપીઓમાં રૂ. 2084 કરોડનુ રોકાણ કર્યુ છે. જ્યારે ટોચના 15 સ્થાનિક એન્કર્સ ઈન્વેસ્ટર્સે રૂ. 2824 કરોડનુ રોકાણ કર્યુ છે. ડોમેસ્ટીક એન્કર ઈન્વેસ્ટમેન્ટમાં માત્ર એક જ ઈન્સ્યોરન્સ કંપની એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સે રૂ.109 કરોડનુ રોકાણ કર્યુ છે. ગોલ્ડમેન સાસે રૂ. 213 કરોડ, નોમુરા ફંડ્સ આર્યલેન્ડે રૂ.199 કરોડ, પાયોનીર ઈન્વેસ્ટમેન્ટ ફંડ રૂ. 187 કરોડ, અને ગવર્નમેન્ટ પેન્શન ફંડ ગ્લોબલે રૂ. 164 કરોડનુ રોકાણ કર્યુ છે.

ડોમેસ્ટિક એન્કર ઈન્વેસ્ટમેન્ટ વધી 3515 કરોડ
એન્કર ઈન્વેસ્ટમેન્ટમાં અવ્વલ ટોપ-5 IPO

આઈપીઓ રોકાણ
SBI કાર્ડસ 2768 કરોડ
ગ્લેન્ડ ફાર્મા 1944 કરોડ
કોમ્પ્યુ. એજ. 666 કરોડ
મેનેજ.સર્વિ UTIAMC 645 કરોડ
બર્ગર કિંગ 364 કરોડ

દાયકામાં માત્ર બે વખત ઈન્વેસ્ટમેન્ટ વધ્યું
દાયકાના રિપોર્ટ જોઈએ તો ડોમેસ્ટીક એન્કર્સ દ્રારા થતા ઈન્વેસ્ટમેન્ટ માત્ર બે વર્ષ દરમિયાન જ ફોરેન એન્કર્સ કરતાં વધુ રોકાણ કર્યા હતા. 2018માં ડોમેસ્ટીક ઈન્વેસ્ટમેન્ટ રૂ. 4045 કરોડ પહોચ્યું છે.

એન્કર ઈન્વેસ્ટર્સ દ્વારા IPOમાં રોકાણ

વર્ષ ભારતીય વિદેશી કુલ
2009 215 1459 1674
2010 1004 1311 2316
2011 87 332 419
2012 161 855 1016
2013 69 194 263
2014 168 98 266
2015 1772 2124 3896
2016 3943 3984 7928
2017 5728 6895 12623
2018 4045 3792 7837
2019 1674 2625 4298
2020 3515 4206 7721

2700 કરોડના 3 IPO યોજાવાનો સંકેત

જાન્યુઆરીના અંત સુધી 2700 કરોડના 3 આઈપીઓ યોજાવાની વકી છે. જેમાં આઈઆરએફસીનો રૂ. 1500 કરોડનો આઈપીઓ 20 જાન્યુઆરી સુધી યોજાઈ શકે છે. જ્યારે ઈન્ડિગો પેઈન્ટ્સનો 1000 કરોડ અને હોમ ફર્સ્ટ ફાઈનાન્સનો 1200 કરોડનો આઈપીઓ આવશે.

[ad_2]

Source link