Uncategorized

ટ્રમ્પને ભારતીય ભારે પડ્યા: ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવું મૂળ ભારતની વિજયાનો નિર્ણય, એ જ કંપનીની પોલીસી નક્કી કરે છે

[ad_1]

  • Gujarati News
  • International
  • Who Is Vijaya Gadde?: Twitter | US President Donald Trump Twitter Account Suspension By Indian American Vijaya Gadde

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોશિંગ્ટન4 દિવસ પહેલા

નવેમ્બર 2018માં ટ્વિટરના એક ડેલીગેશને PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેમાં વિજયા પણ સામેલ હતી(ફાઈલ તસીવર)

અમેરિકામાં ગત બુધવારે ઈલેક્ટોરલ વોટની ગણતરી વખતે હિંસાએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે.સોશિયલ મીડિયા કંપની ટ્વિટરે તેમનું એકાઉન્ટ જ સસ્પેન્ડ કરી દીધું. ટ્રમ્પ પોતાની વાત કહેવા માટે સૌથી વધુ ટ્વિટરનો જ ઉપયોગ કરતા હતા. કંપનીના આ નિર્ણયની પાછળ 45 વર્ષના ભારતીય-અમેરિકન વિજયા ગડ્ડે મજબૂતાઈથી ઊભા હતા.

વિજયા કંપનીની ટોપ લોયર છે. તેમણે જ ટ્રમ્પના ટ્વિટર એકાઉન્ટને પરમનેન્ટ સસ્પેન્ડ કરવાની પુષ્ટિ કરી હતી. ટ્વિટરે શુક્રવારે પહેલી વખત ટ્રમ્પનું હેન્ડલ સસ્પેન્ડ કર્યું હતું. કંપનીનું માનવું છે કે ટ્રમ્પે પોતાના ટ્વિટ દ્વારા US કેપિટલમાં હુલ્લડને ઉશ્કેર્યું અને તેનો સપોર્ટ કર્યો. ત્યારપછી વિજયા સામે આવ્યા. તેમણે કહ્યું કે, ભવિષ્યામાં આવી ઘટના ફરી બને તેવું જોખમ છે, એટલા માટે ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટને સ્થાયી રીતે સસ્પેન્ડ કરી દેવાયું છે. કંપનીના લીગલ, પોલીસી એન્ડ ટ્રસ્ટ અને સેફ્ટી ઈશ્યૂના હેડ વિજયાએ સોશિયલ મીડિયા પર કંપનીની પોલિસી વિશે પણ માહિતી આપી.

ભારતમાં જન્મ, અમેરિકામાં અભ્યાસ
વિજયાનો જન્મ ભારતમાં થયો હતો. બાળપણમાં જ તે પરિવાર સાથે અમેરિકા ચાલ્યા ગયા હતા. તેમના પિતા મેક્સિકોની એક ઓઈલ રિફાઈનરીમાં કેમિકલ એન્જિનીયર હતા. વિજયાએ ન્યૂ જર્સીમાં હાઈ સ્કૂલનો અભ્યાસ પુરો કર્યો.

તેમણે પોતાનું ગ્રેજ્યુએશન કોર્નેલ યૂનિવર્સિટી અને ન્યૂયોર્ક યૂનિવર્સિટી લો સ્કૂલમાંથી કર્યું. લગભગ એક દાયકા સુધી એક લો ફર્મમાં કામ કર્યા પછી 2011માં તેઓ કોર્પોરેટર લોયર તરીકે ટ્વિટર જોડાયા હતા. તેમણે આ દરમિયાન કંપનીને આકાર આપવામાં મદદ કરી છે. દુનિયાના રાજકારણમાં ટ્વિટરની ભૂમિકા મહત્વની રહી છે, તેની પાછળ વિજયાને જ કારણ માનવામાં આવે છે.

દુનિયાને બદલનાર મહિલાઓમાં સામેલ

ભારત યાત્રા દરમિયાન ટ્વિટરના કો-ફાઉન્ડર જૈક ડોરસેએ દલાઈ લામા સાથે એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં વિજયા દલાઈ લામા અને જેકનો હાથ પકડીને જોવા મળ્યા હતા.

ભારત યાત્રા દરમિયાન ટ્વિટરના કો-ફાઉન્ડર જૈક ડોરસેએ દલાઈ લામા સાથે એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં વિજયા દલાઈ લામા અને જેકનો હાથ પકડીને જોવા મળ્યા હતા.

ફોર્ચ્યૂન મેગેઝિનના જણાવ્યા પ્રમાણે, ગત વર્ષે વિજયા જ્યારે ઓવલ ઓફિસમાં હતી, ત્યારે ટ્વિટરના કો-ફાઉન્ડર જેક ડોરસે ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા. નવેમ્બર 2018માં તેમણે ભારતના PM નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી. ડોરસેએ ભારત યાત્રા દરમિયાન દલાઈ લામા સાથે એક તસવીર પોસ્ટ કરી હતી. ત્યારે વિજયા દલાઈ લામાનો હાથ પકડીને બન્ને વચ્ચે ઊભા હતા. વિજયાએ એ વખતે પણ બધાનું ધ્યાન ખેંચ્યું હતું, જ્યારે તેમણએ અમુક મોટા અમેરિકન પબ્લિકેશનમાં સ્થાન મેળવ્યું. અમેરિકન કંપની પોલિટિકોએ તેમને સૌથી શક્તિશાળી સોશિયલ મીડિયા એક્ઝિક્યૂટિવ ગણાવ્યા હતા, જેમાં વિશે ઘણા ઓછા લોકો જ જાણે છે. આ સ્ટાઈલ મેગેઝિને તેમને દુનિયા બદલનાર મહિલાઓમાં સામેલ કર્યા હતા.



[ad_2]

Source link