Uncategorized

ISROના વૈજ્ઞાનિકનો દાવો: અમદાવાદ સ્પેસ એપ્લીકેશન સેન્ટરના પૂર્વે ડાયરેક્ટર તપન મિશ્રાનો ફેસબુક પર મોટો ખુલાસો- મને ઝેર આપવામાં આવ્યું હતું

[ad_1]

  • Gujarati News
  • National
  • Former Director Of Ahmedabad Space Application Center Tapan Mishra’s Big Revelation On Facebook I Was Poisoned

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2 કલાક પહેલા

  • કૉપી લિંક

ઈસરોના વૈજ્ઞાનિક અને અમદાવાદ સ્પેસ એપ્લીકેશન સેન્ટરના પૂર્વ ડાયરેક્ટર તપન મિશ્રાએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે તેમને ઝેર આપવામાં આવ્યું હતું. આ ઝેર તેમને પ્રમોશન ઈન્ટરવ્યૂ દરમિયાન નાશ્તામાં મેળવીને આપવામાં આવ્યું હતું. જેના કારણે તેઓનું 30થી 40 ટકા જેટલું બ્લડ લોસ થયું હતું. તેઓને એનલ બ્લીડિંગ થતુ હતું. જે બાદ તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપન મિશ્રાના દાવા મુજબ તેઓનો માંડ માંડ જીવ બચ્યો હતો. તપન મિશ્રાએ પોતાની સાથે થયેલી આ ઘટનાને ફેસબુક પર પોસ્ટ કરી છે.

તપન મિશ્રાએ ફેસબુક પર દાવો કર્યા બાદ અન્ય કેટલીક ન્યૂઝ વેબસાઈટે પણ તેમના આ દાવાને પ્રસિદ્ધ કર્યા છે.

તપન મિશ્રાએ ફેસબુક પોસ્ટ પર લખ્યું કે 23 મે 2017નાં રોજ તેઓને જીવલેણ આર્સેનિક ટ્રાઇઓક્સાઈડ આપવામાં આવ્યું હતું. જે તેમને પ્રમોશન ઈન્ટરવ્યૂ દરમિયાન ISRO હેડક્વાર્ટર બેંગલુરુમાં ચટણી અને દોસાઈમાં મેળવીને આપવામાં આવ્યું હતું. જે તેઓએ લંચ પછી આવેલા નાસ્તા સમયે ખાધુ હતું. તપન મિશ્રાના જણાવ્યા મુજબ આ ઘટના બાદ છેલ્લાં બે વર્ષથી તેઓ સતત ખરાબ સ્થિતિ છે. ઈન્ટરવ્યૂ પછી તેઓ ઘણી જ મુશ્કેલીમાં બેંગલુરુથી અમદાવાદ પરત આવ્યા હોવાનો પણ દાવો કર્યો છે.

તપન મિશ્રાએ પોતાની ફેસબુક પોસ્ટમાં વધુમાં લખ્યું કે, “ISROમાં ક્યારેક ક્યારેક મોટા વૈજ્ઞાનિકોના સંદિગ્ધ મોતના સમાચાર મળતા રહ્યાં છે. વર્ષ 1971માં પ્રોફેસર વિક્રમ સારાભાઈનું મોત સંદિગ્ધ સ્થિતિમાં થયું હતું. જે બાદ 1999માં VSSCના ડાયરેક્ટર ડૉ.એસ શ્રીનિવાસનના મોત પર પણ સવાલ ઉઠ્યા હતા. એટલું જ નહીં 1994માં નાંબીનારાયણનો કેસ પણ સૌની સામે આવ્યો હતો. પરંતુ મને ખ્યાલ ન હતો કે એક દિવસે હું પણ રહસ્ય બની જઈશ.”

તપન મિશ્રાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે દેશના પ્રસિદ્ધ ફોરેન્સિક સ્પેશિયાલિસ્ટ ડૉ. સુધીર ગુપ્તાએ તેઓને જણાવ્યું હતું કે “તેઓએ પોતાના જીવનમાં ઝેરની જીવંત સ્પેસીમેનને પહેલી વખત જોયા છે. આ ઝેર મોલીક્યૂલર ગ્રેડ As203 સ્તરનું છે.”

[ad_2]

Source link