Uncategorized

વેલકમ 2021: મુંબઈમાં નાઈટ કફર્યૂથી પહેલાં બીચ પર ઉમટી પડી ભીડ; બંગાળના દુર્ગાપુરમાં DJની ધૂન પર ઠુમકાં લગાવતા નજરે આવ્યાં લોકો

[ad_1]

  • Gujarati News
  • National
  • Crowds Throng The Beach Before The Night Curfew In Mumbai; In Durgapur, Bengal, People Were Seen Banging On A DJ’s Tune

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

8 મિનિટ પહેલા

2021 આવી ગયું છે. દેશભરમાં લોકોએ નવી આશાની સાથે ભારે ઉત્સાહથી નવા વર્ષનું સ્વાગત કર્યું છે. 2020 પાછળ છૂટી ગયું છે. સાથે છૂટી ગી તે આશંકાઓ અને પરેશાનીઓ જે કોરોનાને કારણે આખા વર્ષ દરમિયાન લોકોના મનમાં હતી. 2021માં વેક્સિનની આશા છે, નવા જીવન શૈલીને અપનાવવાના સપનાંઓ છે. સંક્રમણને હરાવવાનો પડકાર છે. પરંતુ આપણો વિશ્વાસ અતૂટ છે અને તૈયારીઓ પણ સારી છે.

આ જ આશા આંખોમાં સેવીને દેશભરમાં નવા વર્ષનું સ્વાગત કરાયું, પરંતુ નાઈટ કર્ફ્યૂની પહેલાં અને કોરોનાની ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખીને. મુંબઈની બીચ પર ભીડ ઉમટી, પરંતુ લોકો સાવધાની દાખવતા જોવા મળ્યાં. બંગાળમાં ડીજેની ધુન પર લોકોએ ઠુમકાં લગાવીને નવા વર્ષનું સ્વાગત કર્યું.

મુંબઈ
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં રાત્રે 11 વાગ્યાથી નાઈટ કર્ફ્યૂ લાગી ગયો છે. તે પહેલાં મોટી સંખ્યામાં ભીડ જૂહુ બીચ પર ઉમટી પડી હતી. રસ્તાઓ પર પણ અનેક જગ્યાએ લોકો મસ્તી કરતા જોવા મળ્યા. અહીં અનેક મોલ પણ આકર્ષક રોશની શણગારવામાં આવ્યા છે. લોકો અહીં સેલ્ફી લેતા નજરે પડ્યા.

મુંબઈના એક મોલને લાઈટ્સથી શણગારવામાં આવ્યું છે. દરેક લોકો આ રંગબેરંગી લાઈટ્સની સાથે સેલ્ફી લેવા માટે ઉત્સુક જોવા મળ્યા

મુંબઈના એક મોલને લાઈટ્સથી શણગારવામાં આવ્યું છે. દરેક લોકો આ રંગબેરંગી લાઈટ્સની સાથે સેલ્ફી લેવા માટે ઉત્સુક જોવા મળ્યા

નવી દિલ્હી
કોરોનાને પગલે દિલ્હીમાં અનેક પ્રતિબંધો લગાડવામાં આવ્યા છે. પરંતુ રસ્તા પર લોકો જશ્ન મનાવતા જોવા મળ્યા. હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં પાર્ટીઓ થઈ. કનોટ પ્લેસ, ઈન્ડિયા ગેટ, લોટસ ટેમ્પલ સહિત અનેક પર્યાટન સ્થળો પર પોલીસ તેહનાત કરવામાં આવી હતી કે જેથી લોકોની ભીડ એકઠી ન થઈ શકે.

ફોટો દિલ્હીના રાયસિના હિલ્સનો છે. અહીં નવા વર્ષનું સ્વાગત કરવા માટે રાષ્ટ્રપતિ ભવનથી લઈને સંસદ ભવનને શણગારવામાં આવ્યું છે.

ફોટો દિલ્હીના રાયસિના હિલ્સનો છે. અહીં નવા વર્ષનું સ્વાગત કરવા માટે રાષ્ટ્રપતિ ભવનથી લઈને સંસદ ભવનને શણગારવામાં આવ્યું છે.

નવી દિલ્હીની એક હોટલની બહારે ગાડીની લાંબી લાઈન જોવા મળી. અહીં ન્યૂયર પાર્ટી મનાવવા માટે લોકો એકઠાં થયા

નવી દિલ્હીની એક હોટલની બહારે ગાડીની લાંબી લાઈન જોવા મળી. અહીં ન્યૂયર પાર્ટી મનાવવા માટે લોકો એકઠાં થયા

કર્ણાટક
રાજધાની બેંગલુરુમાં કલમ-144 લાગુ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ સમગ્ર શહેરમાં તહેનાત કરવામાં આવી છે. લોકોને પોતાના ઘરોમાં જ ન્યૂયર સેલિબ્રેટ કરવાનું કહેવામાં આવ્યું છે.

બેંગલુરુમાં કલમ 144 લાગુ છે. મોટી સંખ્યામાં પોલીસ દળ શહેરના અલગ અલગ વિસ્તારમાં તહેનાત છે.

બેંગલુરુમાં કલમ 144 લાગુ છે. મોટી સંખ્યામાં પોલીસ દળ શહેરના અલગ અલગ વિસ્તારમાં તહેનાત છે.

હિમાચલ પ્રદેશ
અહીં શિમલા, કાંગડા, કુલ્લુ અને મંડીમાં રાત્રે 10 વાગ્યાથી નાઈટ કર્ફ્યૂ છે. તેમ છતાં અનેક જગ્યાએ ટૂરિસ્ટ ફરતા જોવા મળ્યા. પોલીસે પણ તમામ ચેતવણી આપીને પરત હોટલમાં જવાનું કહ્યું હતું.

ફોટો શિમલાનો છે. અહીં નાઈટ કર્ફ્યૂ પછી પણ રસ્તાઓ પર લોકો મસ્તી કરતા જોવા મળ્યાં

ફોટો શિમલાનો છે. અહીં નાઈટ કર્ફ્યૂ પછી પણ રસ્તાઓ પર લોકો મસ્તી કરતા જોવા મળ્યાં

રાજસ્થાન
અનેક ટૂરિસ્ટ સ્પોટ અને આલીશાન હોટલ માટે પ્રખ્યાત રાજસ્થાનમાં ન્યૂયર નાઈટ ફિક્કી જોવા મળી. નાઈટ કર્ફ્યૂ ન હટાવવાને નિર્ણયને કારણે રાત્રે 8 વાગ્યાથી લોકો ઘરોમાં જ કેદ થઈ ગયા. બહારથી આવેલા હોટલમાં રોકાયેલા અનેક પર્યટકો પરત ફરી ગયા. તેઓએ બીજા રાજ્ય તરફ પ્રયાસ કર્યું. એકલા જયપુરમાં જ સાંજ 7 વાગ્યાથી 120 જગ્યાઓ પર રાત્રે વધુ 90 જગ્યાએ નાકાબંધી કરવામાં આવી.

ફોટો જયપુરના આમેર કિલ્લાનો છે. નાઈટ કર્ફ્યૂના કારણે જયપુરમાં આ વર્ષે ઘણાં જ ઓછા ટૂરિસ્ટ આવ્યા

ફોટો જયપુરના આમેર કિલ્લાનો છે. નાઈટ કર્ફ્યૂના કારણે જયપુરમાં આ વર્ષે ઘણાં જ ઓછા ટૂરિસ્ટ આવ્યા

મધ્યપ્રદેશ
MPમાં સરકારે ન્યૂયર નાઈટ માટે છૂટ આપવાનો અધિકાર કલેક્ટરોને સોંપી દીધો છે. દરેક શહેર મુજબ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. પાટનગર ભોપાલમાં લોકોને રાત્રે 12:30 વાગ્યા સુધી જશ્ન મનાવવાની છૂટ આપી હતી, પરંતુ ઓપન સ્પેસ કે ગાર્ડનમાં 200થી વધુ લોકો એકઠાં થાય તેના પર પ્રતિબંધ છે. હોટલ, કલબ કે પબ પણ 50% ક્ષમતા સુધી જ ખોલવાના આદેશ છે. ઈન્દોર સહિત અન્ય શહેરોમાં બહારથી સેલિબ્રિટીને આવવાની મનાઈ હતી. જબલપુરમાં DJ પર પ્રતબિંધ લગાડવામાં આવ્યો છે.

ભોપાલમાં ન્યૂયર પર બોય કલબમાં પાર્ટી કરતા લોકો

ભોપાલમાં ન્યૂયર પર બોય કલબમાં પાર્ટી કરતા લોકો

તમિલનાડુ
ચેન્નાઈમાં તમામ પ્રતિબંધો વચ્ચે પણ નવા વર્ષની ખુશીઓ ઓછી નથી થઈ. અહીં નેપિયર બ્રિજને મનમોહક રોશનીથી શણગારવામાં આવ્યો છે.

ફોટો ચેન્નાઈનો છે. અહીં નેપિયર બ્રિજને આકર્ષક લાઈટ્સથી શણગારવામાં આવ્યો છે.

ફોટો ચેન્નાઈનો છે. અહીં નેપિયર બ્રિજને આકર્ષક લાઈટ્સથી શણગારવામાં આવ્યો છે.

[ad_2]

Source link