Uncategorized

ચેમ્પિયન્સ લીગ: 13 વખતની ચેમ્પિયન રિયલ પર પ્રથમ વખત યુરોપા લીગમાં પહોંચવાનું જોખમ, છેલ્લી મેચ જીતવી અનિવાર્ય

[ad_1]

  • Gujarati News
  • Sports
  • 13 time Champions Real Risk Reaching Europa League For First Time, Must Win Last Match

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિવ4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • રિયલ મેડ્રિડને યુક્રેનની ક્લબ શાખ્તર દોનેત્સકે 2-0થી હરાવી
  • ડિફેન્ડિંગ ચેમ્પિયન લીવરપૂલ 9મી વખત પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં

13 વખતની ચેમ્પિયન રિયલ મેડ્રિડ પર પ્રથમ વખત યૂરોપા લીગમાં પહોંચવાનું જોખમ ઊભું થયું છે. સ્પેનની ક્લબ રિયલ મેડ્રિડને યુક્રેનની ક્લબ શાખ્તર દોનેત્સકે ઘરેલુ મેદાન પર 2-0થી હરાવી દીધી. શાખ્તર તરફથી દેન્તિન્હોએ 57મી અને મનોર સોલોમને 82મી મિનિટમાં ગોલ કર્યા હતા. રિયલ ગ્રૂપ બીમાં ત્રીજા નંબરે છે.

આ ગ્રૂપની ચારેય ટીમો પ્રી-ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય કરવાની રેસમાં છે. જો રિયલને પ્રી-ક્વાર્ટર ફાઈનલ રમવી હોય તો ગ્રૂપની ટીમ બોરૂસિયા મોનચેનગ્લેડબેકને હરાવવી પડશે.

આ બાજુ ડિફેન્ડિંગ ચેમ્પિયન લીવરપૂલે 9મી વખત લીગની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. ઈંગ્લિશ ક્લબ લીવરપૂલે નેધરલેન્ડની ક્લબ અયાક્સને 1-0થી હરાવી. કાર્ટિન જોન્સે 58મી મિનિટમાં ગોલ કર્યો હતો. અન્ય મેચોમાં ઈન્ટર મિલાને મોનચેનગ્લેડબેકને 3-2, માર્સિલેએ ઓલિમ્પિયાકોસને 2-1 અને આરબી સાલ્ઝબર્ગે લોકોમોટિવ મોસ્કોને 3-1થી હરાવી. એટલેટિકો મેડ્રિડ અને બાયર્ન મ્યુનિખ તથા એટલાન્ટા અને મિડિલેન્ડની મેચ 1-1થી ડ્રો રહી.

[ad_2]

Source link