Uncategorized

5th T20- IND VS ENG મહાસંગ્રામ LIVE: ઇંગ્લેન્ડનો સ્કોર 2 વિકેટે 130ને પાર, ભુવનેશ્વરે બટલરને પેવેલિયન ભેગો કર્યો; ઇંગ્લેન્ડને જીત માટે 225 રનનો લક્ષ્યાંક

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક મિનિટ પહેલા

  • કૉપી લિંક
ભુવનેશ્વર કુમારે ઇંગ્લેન્ડના ઓપનર જૉસ બટલરને આઉટ કર્યો છે, ઈંગ્લેન્ડની બન્ને વિકેટો ભુવનેશ્વરે લીધી છે - Divya Bhaskar

ભુવનેશ્વર કુમારે ઇંગ્લેન્ડના ઓપનર જૉસ બટલરને આઉટ કર્યો છે, ઈંગ્લેન્ડની બન્ને વિકેટો ભુવનેશ્વરે લીધી છે

  • રોહિતે T20 કારકિર્દીની 22 મી ફિફ્ટી ફટકારી; બેન સ્ટોક્સનો શિકાર થયો
  • વિરાટ કોહલીની ફિફ્ટી, કેપ્ટન કોહલીએ આક્રમક અંદાજમાં 80 રનનો અંગત સ્કોર કર્યો હતો
  • બટલર- મલાન ઇંગ્લેન્ડની ટીમને મજબૂત સ્થિતિમાં લાવ્યા હતા, બન્ને વચ્ચે 100+ રનની પાર્ટનરશિપ થઇ હતી
  • ડેવિડ મલાને ચોગ્ગા સાથે T20 કારકિર્દીની 10મી અર્ધસદી પૂરી કરી હતી
  • ભારતે રિવ્યૂ ગુમાવ્યું, બટલર ફિફ્ટી પૂરી કર્યા પછી ભુવનેશ્વર કુમારનો શિકાર થયો
  • ભુવનેશ્વરે જેસન રોયને બોલ્ડ કર્યા પછી બટલરને પણ પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લી અને નિર્ણાયક મેચ રમાઇ રહી છે. ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન મોર્ગને પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. હાલમાં, 5 ટી 20 શ્રેણી 2-2થી બરાબર છે. ભારતે ઈંગ્લેન્ડને 225 રનનો લક્ષ્યાંક આપ્યો છે, જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે 120+નો સ્કોર નોંધાવ્યો છે. ભુવનેશ્વર કુમારે રૉયને ક્લિન બોલ્ડ કર્યો હતો અને બટલરને પણ પેવેલિયન ભેગો કર્યો છે. જોની બેયરસ્ટો અને ડેવિડ મલાન ક્રીઝ પર બેટિંગ કરી રહ્યા છે. ડેવિડ મલાને ચોગ્ગા સાથે T20 કારકિર્દીની 10મી ફિફ્ટી પૂરી કરી હતી. સંપૂર્ણ સ્કોરબોર્ડ જોવા માટે અહીં ક્લીક કરો

માલન પાસે બાબર આઝમના રેકોર્ડને તોડવાની તક
આ મેચમાં માલનને સૌથી ઝડપી 1000 રન બનાવવાની તક મળશે. તેણે અત્યાર સુધીની 23 ઇનિંગ્સમાં 935 રન બનાવ્યા છે. જ્યારે, પાકિસ્તાનના બાબર આઝમે 26 ઇનિંગ્સમાં 1000 રન પૂરા કર્યા હતા. તેવામાં જો મલાને આ છેલ્લી T20માં 65નો સ્કોર બનાશે તો તે 1 હજાર રન બનાવનારો ઇંગ્લેંડનો સાતમો બેટ્સમેન બનશે. તેની પહેલા જેસન રૉય, ઇઓન મોર્ગન, જોસ બટલર, એલેક્સ હેલ્સ, કેવિન પીટરસન અને જોની બેયરસ્ટો 1,000 રન બનાવી ચૂક્યા છે.

ઇંગ્લેન્ડ સામે ભારતનો સર્વોચ્ચ સ્કોર
આજની મેચમાં ભારતીય ટીમે 2 વિકેટ ગુમાવ્યા બાદ 224 રન બનાવ્યા છે. જે આ શ્રેણીનો બન્ને ટીમોની તુલના કરીએ તો સર્વૌચ્ચ સ્કોર છે. ઉપરાંત T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટીમ ઇન્ડિયાનો આ સૌથી મોટો અને એકંદરે ચોથો સૌથી મોટો સ્કોર છે. આ પહેલા, ભારતે ઇંગ્લેન્ડ સામે 218/4નો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો, જે ડર્બનમાં પ્રથમ T20 વર્લ્ડકપ ( 2007) દરમિયાન બનાવવામાં આવ્યો હતો.

T20માં ભારતના TOP 5 સર્વાધિક સ્કોર્સ

સ્કોર બનામ સ્થળ વર્ષ
260/5 શ્રીલંકા ઇંદોર 2017
244/4 વેસ્ટઇંન્ડિઝ લૉડરહિલ 2016
240/3 વેસ્ટઇંન્ડિઝ મુંબઈ 2019
224/2 ઇંગ્લેન્ડ અમદાવાદ 2021
218/4 ઇંગ્લેન્ડ ડરબન 2007

ભારતના સ્કોરને 200 પાર પહોંચાડવામાં 3 સૌથી મોટી પાર્ટનરશિપ

  • ટીમ ઇન્ડિયાની શરૂઆત સારી રહી હતી. વિરાટ કોહલી અને રોહિત શર્માએ 94 રનની શરૂઆતની ભાગીદારી કરી હતી. આ સીરીઝની બન્ને ટીમોની તુલનાની સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી હતી. જેમાં રોહિત શર્મા 34 બોલમાં 64 રન બનાવીને આઉટ થયો હતો.
  • રોહિતે પોતાના ટી -20 કરિયરની 22મો અર્ધશતક બનાવીને બેન સ્ટોક્સનો શિકાર થયો હતો. ત્યારપછી કોહલીએ બીજી વિકેટ માટે સૂર્યકુમાર યાદવ સાથે 26 બોલમાં 49 રનની ભાગીદારી કરી હતી.
  • 143 રનમાં ટીમ ઈન્ડિયાની બીજી વિકેટ પડી હતી. સૂર્યકુમારે 17 બોલમાં 32 રન બનાવીને જોર્ડન અને રૉયના શાનદાર પાર્ટનરશિપ વાળા કેચના પગલે પેવેલિયન ભેગો થયો હતો.
  • કોહલીએ એક એન્ડથી ભારતની કમાન સંભાળી રાખી હતી. તેણે પણ T20 કારકીર્દિમાં પોતાની 28મી અર્ધસદી બનાવી હતી. અંતે તેણે હાર્દિક પંડ્યા સાથે ત્રીજી વિકેટ માટે 81 રનની અણનમ ભાગીદારી નોંધાવીને ઇન્ડિયન ટીમના સ્કોરને 224 રનને પાર પહોંચાડ્યો હતો.
  • ઇંગ્લેન્ડના સ્પિનર ​​આદિલ રાશિદ અને ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે 1-1 વિકેટ લીધી હતી. ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક વુડે 53 અને ક્રિસ જોર્ડને 57 રન આપ્યા હતા, પરંતુ તેમને કોઈપણ વિકેટ પ્રાપ્ત થઈ નહોતી.

ભારતીય બેટ્સમેન્સનું ટીમ વર્ક
રોહિત શર્મા T20 કારકિર્દીની 22મી ફિફ્ટી ફટકાર્યા બાદ બેન સ્ટોક્સનો શિકાર થયો હતો. જોર્ડન અને રૉયના શાનદાર પાર્ટનરશિપ વાળા કેચના કારણે સૂર્યકુમાર યાદવ આઉટ થયો છે. કોહલીએ T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 28મી અર્ધસદી ફટકારી છે. હાર્દિકે છગ્ગો મારીને ભારતનો સ્કોર 200ને પાર પહોંચાડ્યો હતો. કોહલીએ 7 ચોગ્ગા અને 2 છગ્ગા મારીને 52 બોલમાં 80 રન ફટકાર્યા છે. હાર્દિક પંડ્યાએ પણ તેનો સાથ આપીને 17 બોલમાં 39 રન કર્યા હતા, જેમાં પંડ્યાએ 2 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા.

વિરાટ કોહલી સૌથી વધુ 12 વખત 50+ સ્કોર્સ કરનારો કેપ્ટન બન્યો છે. આ કિસ્સામાં તેણે ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સનને પાછળ છોડી દીધો છે. વિલિયમ્સને 11 વખત 50+ સ્કોર કર્યો છે. ત્રીજા નંબર પર ઓસ્ટ્રલિયાના કેપ્ટન એરોન ફિંચનો આવે છે, તેણે 10 વાર આ પડાવ પાર કર્યો છે.

રોહિત 130+ સિક્સર ફટકારનારો બીજો બેટ્સમેન
ભારતીય ઓપનર રોહિત શર્માએ આ ઇનિંગમાં 5 સિક્સ મારી હતી. રોહિતે T20 આંતરરાષ્ટ્રીય મેચમાં કુલ 133 સિક્સર્સ મારી છે. જેથી તે સૌથી વધુ સિક્સર ફટકારનારો બીજો બેટ્સમેન બની ગયો છે. વિશ્વમાં સૌથી વધુ સિક્સર્સ ન્યુઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલે મારી છે, તેણે 139 છગ્ગા સાથે પ્રથમ ક્રમાંક પર પોતાનું સ્થાન જમાવ્યું છે.

રોહિતે જીવનદાનનો ભરપૂર લાભ ઉઠાવ્યો
8મી ઓવરના 5માં બોલ પર, માર્ક વુડે બાઉંડ્રી પર રોહિત શર્માનો કેચ છોડ્યો હતો. સૈમ કરણની ઓવરમાં રોહિતને જીવતદાન મળ્યું હતું. તે સમયે રોહિત 45 રન પર ક્રીઝ પર હતો. રોહિતે આનો ફાયદો ઉઠાવ્યો અને બીજા બોલ પર સિક્સ ફટકારીને પોતાની ફિફ્ટી પૂર્ણ કરી હતી.

ભારતીય ટીમ માટે શ્રેણીમાં શ્રેષ્ઠ પાવર-પ્લે પ્રદર્શન
આ મેચમાં ભારતીય ટીમે પાવર-પ્લેમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 60 રન બનાવ્યા હતા. તે આ શ્રેણીના પાવર-પ્લેનો શ્રેષ્ઠ સ્કોર છે. અગાઉ ઇંગ્લેન્ડે ત્રીજી મેચમાં એક વિકેટ ગુમાવ્યા બાદ 57 રન બનાવ્યા હતા.

વિરાટ કોહલીએ સૂપર સિક્સ મારીને બન્ને ઓપનર્સ વચ્ચે 50 રનની પાર્ટનરશિપ પૂરી કરી હતી. કોહલી આ મેચ પહેલા 7 વખત T20 આંતરરાષ્ટ્રીય ઇનિંગ્સમાં ઓપનિંગ કરી ચૂક્યો છે. તેણે 28.28ની એવરેજથી 198 રન બનાવ્યા છે. જેમાં તેની સ્ટ્રાઇક રેટ 146.66ની છે.

ટીમ ઇન્ડિયાની પાસે એક હરોળમાં 6 સીરીઝ જીતવાની તક
ભારત પાસે એકસાથે છઠ્ઠી અને ઇંગ્લેન્ડ માટે સતત ત્રીજી સીરીઝ જીતવાની તક છે. ભારતીય ટીમ નવેમ્બર 2019 પછી રમેલી પાંચેય T20 મેચ જીતી ચૂકી છે. તેવામાં ઈંગ્લેન્ડે 2020ની સપ્ટેમ્બર પછી સતત 2 T20 સીરીઝ પોતાના નામે કરી છે.

ભારતીય ટીમ
રોહિત શર્મા, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડયા, વોશિંગ્ટન સુંદર, શાર્દૂલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર, રાહુલ ચાહર અને ટી નટરાજન

ઈંગ્લેન્ડ ટીમ
જેસન રોય, જોસ બટલર, ડેવિડ મલાન, જોની બેયરસ્ટો, બેન સ્ટોક્સ, ઈયોન મોર્ગન (કેપ્ટન), સૈમ કરન, ક્રિસ જોર્ડન, જોફ્રા આર્ચર, માર્ક વૂડ અને આદિલ રાશિદ.

ટીમ ઇન્ડિયાની પાસે એક હરોળમાં 6 સીરીઝ જીતવાની તક
ભારત પાસે એકસાથે છઠ્ઠી અને ઇંગ્લેન્ડ માટે સતત ત્રીજી મેચ જીતવાની તક છે. ભારતીય ટીમ નવેમ્બર 2019 પછી રમેલી પાંચેય T20 મેચ જીતી ચૂકી છે. તેવામાં ઈંગ્લેન્ડે 2020ની સપ્ટેમ્બર પછી સતત 2 T20 સીરીઝ પોતાના નામે કરી છે.

પ્રથમ બેટિંગ કરનારી ટીમ 180+ રન બનાવવા પ્રયત્ન કરશે
આ શ્રેણીમાં ટોસ અને ડ્યુએ મહત્વની ભૂમિકા ભજવી છે. શ્રેણીની પ્રથમ ત્રણ મેચમાં ટોસ જીતનાર ટીમે મેચ પર પકડ બનાવીને જીત પ્રાપ્ત કરી હતી. જ્યારે ગત મેચમાં ભારતે ડ્યૂ હોવા છતાં 185 રનના લક્ષ્યાંકને ડિફેન્ડ કર્યો હતો. ભારતના ઝડપી બોલરોએ ઇંગ્લેન્ડના બેટ્સમેનોના વિરૂદ્ધ વધુમાં વધું સ્લોઅર બોલિંગ કરીને સ્કોરનો પીછો કરતા અટકાવ્યા હતા. આ મેચમાં પણ પ્રથમ બેટિંગ કરનારી ટીમ 180+ રનનો લક્ષ્યાંક આપવા પ્રતિસ્પર્ધિ ટીમને આપવા માંગશે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link