Uncategorized

303 દિવસ પછી ઘરેલુ ક્રિકેટની વાપસી: આજથી મુશ્તાક અલી ટ્રૉફી શરૂ થશે, 22 દિવસમાં 38 ટીમ વચ્ચે 169 મેચ રમાશે, નૉકઆઉટ મેચ મોટેરામાં રમાશે

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • The Mushtaq Ali Trophy Will Start From Today, 169 Matches Will Be Played Between 38 Teams In 22 Days, Knockout Matches Will Be Played In Motera

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઇ22 દિવસ પહેલા

  • કૉપી લિંક
સૌરાષ્ટ્રનો સુકાની જયદેવ ઉનડકટ ટીમના સાથી ખેલાડીઓ સાથે. - Divya Bhaskar

સૌરાષ્ટ્રનો સુકાની જયદેવ ઉનડકટ ટીમના સાથી ખેલાડીઓ સાથે.

  • સૌથી પહેલી ટી-20 ટુર્નામેન્ટ કેમ કે ફેબ્રુઆરીમાં IPL ઑક્શન…

ઘરેલુ ટી-20 ટુર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રાૅફી રવિવારથી શરૂ થઇ રહી છે. ગત વર્ષે 13 માર્ચે રમાયેલી રણજી ફાઈનલ પછી આ પહેલી ઘરેલુ ટુર્નામેન્ટ છે. ફેબ્રુઆરીમાં યોજાનાર આઈપીએલ ઑક્શન પહેલાં આ ટુર્નામેન્ટ ફ્રેન્ચાઈઝીને નવી પ્રતિભાઓને ઓળખવાની તક આપશે. આ જ કારણ છે કે રણજી અને વિજય હઝારે પહેલાં તેનું આયોજન થઈ રહ્યું છે.

7 વેન્યૂ પર મેચ રમાશે, 26થી નૉકઆઉટ શરૂ થશે
10થી 31 જાન્યુઆરી સુધી 7 વેન્યૂ પર ટુર્નામેન્ટ યોજાશે. 38 ટીમ વચ્ચે 169 મેચ રમાશે. 19 જાન્યુઆરી સુધી લીગ મેચ રમાશે. 26થી અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં નૉકઆઉટ મેચ શરૂ થશે. મેદાનમાં દર્શકોના પ્રવેશ પર બેન છે. ઈન્દોર, મુંબઈ, અમદાવાદ, એલુર, કોલકાતા, વડોદરા અને ચેન્નઈમાં મેચ રમાશે.

7 વર્ષ પછી ઝડપી બોલર એસ.શ્રીસંતની વાપસી
7 વર્ષના પ્રતિબંધ પછી કેરળનો ઝડપી બોલર એસ શ્રીસંત વાપસી કરી રહ્યો છે. તે ઉપરાંત ધવન, સેમસન, ચહલ, રૈના, ભુવનેશ્વર, કૃણાલ જેવા ખેલાડી પણ ટુર્નામેન્ટનો હિસ્સો બનશે. હાર્દિક, રાહુલ, અય્યર અને મનીષ પાંડે નથી રમી રહ્યા. આ વખતે શમ્સ મુલાની, અભિમન્યુ ઈશ્વરન, ધર્મેન્દ્ર સિંહ જાડેજા પર નજર. તેઓ પણ ફ્રેન્ચાઈઝીને આકર્ષિત કરવા માગે છે.

સૂર્યકુમાર-કિશન પોતાની દાવેદારી મજબૂત કરશે
આઈપીએલ 2020માં શાનદાર પ્રદર્શન કરનારા સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન પાસે ફરી ટીમ ઈન્ડિયામાં દાવેદારી રજૂ કરવાની તક રહેશે. ફેબ્રુઆરી-માર્ચ ઈંગ્લેન્ડ સિરીઝ ઉપરાંત આ વર્ષે ટી-20 એશિયા કપ અને ટી-20 વર્લ્ડકપ પણ છે. બોલર ખલીલ અહેમદ, ઓલરાઉન્ડ રાહુલ તેવટિયા, લેગ સ્પિનર રાહુલ ચાહર પર નજર રહેશે.

[ad_2]

Source link