Uncategorized

2 બાળકોને કુવામાં ફેંકી મા પણ કૂદી: પહેલા ખોબો ભરીને પાણી પિવડાવ્યું, પછી એક-એક કરીને બંનેને ફેંકી દીધા; ત્રણેયના મોત

[ad_1]

9 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પટનાના બિક્રમ વિસ્તારમાં રવિવારે બપોરે એક દિલને હચમચાવી દે તેવી ઘટના જોવા મળી હતી. એક મહિલાએ પોતાના બે બાળકોને કૂવામાં ફેંકી દઈને પોતે પણ આત્મહત્યા કરી લીધી છે. ત્રણેય મૃત્યુ પામ્યા. સ્થાનિક લોકોએ બિક્રમ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને ત્યારબાદ મહિલા અને બંને બાળકોના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યા.

બંને બાળકોને કૂવામાં ફેંકતી મા

બંને બાળકોને કૂવામાં ફેંકતી મા

CCTV ફુટેજમાં મળી હ્રદયદ્રાવક તસવીરો
મહિલાએ બંને બાળકો સાથે કૂવામાં કૂદી પડવાની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. CCTV ફૂટેજમાં જે તસવીરો સામે આવી છે તે હ્રદયદ્રાવક છે. માહિતી મળતાં જ ગામના સેંકડો લોકો કૂવા પાસે એકઠા થઈ ગયા હતા. લોકોએ મૃતદેહની ઓળખ કરવાનો પ્રયાસ શરૂ કર્યો. પરંતુ હજી સુધી તેમની ઓળખ થઈ શકી નથી.

પહેલા નાના અને પછી મોટા દીકરાને ફેંક્યો
ગામના લોકોએ જણાવ્યું કે, રવિવારે બપોરે 27 વર્ષની એક મહિલા આસપુર ​​ધર્મકાંટે પાસેના કૂવા પર પહોંચી હતી. તેની સાથે લગભગ દોઢ વર્ષ અને ત્રણ વર્ષના બાળકો હતા. પોતાના હાથે બાળકોને નળનું પાણી પીવડાવ્યા બાદ તેણે પહેલા નાના દીકરાને કૂવામાં ફેંકી દીધો, પછી 3 વર્ષના મોટા દીકરાને કૂવામાં ધક્કો માર્યો અને પછી પોતે પણ કૂદી પડી.

પ્રત્યક્ષદર્શી રાજેશ કુમાર

પ્રત્યક્ષદર્શી રાજેશ કુમાર

સમગ્ર ઘટનાના પ્રત્યક્ષદર્શીએ ભાસ્કર સાથે વાત કરી
એક પ્રત્યક્ષદર્શી રાજેશ કુમારે ભાસ્કર ટીમને જણાવ્યું કે આ ઘટના બપોરે 12.55 વાગ્યે બની હતી, જ્યારે રાજેશ કુમાર ધર્મકાંટા પાસે બેઠા હતા. આ દરમિયાન આશરે 27 વર્ષની એક મહિલા તેના બે બાળકોને હાથમાં લઈને આવી હતી. એક બાળકની ઉંમર લગભગ દોઢ વર્ષની હતી અને બીજા હાથે પકડેલા બાળકની ઉંમર લગભગ 3 વર્ષની હતી. તે કુવા પાસેના હેન્ડપંપ પાસે પહોંચી હતી. રાજેશ કુમારને લાગ્યું કે મહિલા શૌચ કરવા માટે એકાંત જગ્યા શોધી રહી છે. એમ વિચારીને રાજેશ કુમારે મહિલાને સૂચના આપી કે બાળકને સાચવીને રાખો, કૂવો ખુલ્લો છે.

પછી થોડીવાર માટે ત્યાંથી ચાલ્યા ગયા જેથી મહિલા એકાંતમાં શૌચ કરી શકે. રાજેશ કુમારે જણાવ્યું કે થોડા સમય પછી જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા તો તેમણે જોયું કે મહિલાનો કોઈ ઠેકાણું નથી. એક ચપ્પલ કૂવા પાસે પડેલું હતું અને બીજું કૂવા ઉપર પડ્યું હતું. કૂવા પાસે પહોંચીને ડોકિયું કર્યું તો બંને બાળકો ડૂબતા જોવા મળ્યા.

બંને બાળકોના મૃતદેહ તાત્કાલીક કુવાની બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ બંનેના મોત થઈ ચૂક્યા હતા

બંને બાળકોના મૃતદેહ તાત્કાલીક કુવાની બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ બંનેના મોત થઈ ચૂક્યા હતા

પોલીસ ત્રણેયની ઓળખાણ શોધી રહી છે
બિક્રમ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ધર્મેન્દ્ર કુમારે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે મહિલાએ તેના બે બાળકો સાથે આસપુર ​​ગામ પાસેના કૂવામાં કૂદીને આત્મહત્યા કરી હોવાની માહિતી મળી હતી. લાશને કૂવામાંથી બહાર કાઢવામાં આવી છે. પોલીસ મહિલા અને તેના બે બાળકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link