Uncategorized

1 સેકન્ડમાં મહિલા ગટરમાં પડી ગઈ: મોબાઈલ ફોન પર વાત કરતાં મહિલા મુખ્ય ગટરના હોલમાં પડી, લોકોએ ગણતરીની સેકન્ડોમાં જ જીવ બચાવ્યો

[ad_1]

10 મિનિટ પહેલા

પટનામાં મહિલા મુખ્ય રોડ પર આવેલી એક ગટરમાં પડી ગઈ હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. મહિલા એક રિક્ષા પાછળ વાતો કરતા કરતાં ચાલતી હતી અને અચાનક જ રસ્તામાં ખુલ્લી ગટરના હોલમાં પડી ગઈ હતી. જોકે આગળ એક રિક્ષા જતી હતી તેથી મહિલાને ખબર નહીં હોય કે આગળ ગટરનું ઢાંકણું ખુલ્લું હશે. પરિણામે જેવી રિક્ષા જતાં તે ગટરના હોલમાં પડી ગઈ હતી. મહિલાના પડતાં જ આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા. લોકોએ 18 સેકન્ડમાં જ મહિલાને બહાર કાઢી હતી. જોકે પટનાના આ વીડિયોથી પ્રશાસન સામે ઘણાં સવાલ ઉભા થયા છે.

આ રીતે થઈ ઘટના
ઘટના તે સમયે થઈ જ્યારે મહિલાના એક હાથમાં સામાન હતો અને બીજા હાથે મોબાઈલ ફોન પર વાત કરતી હતી. આ દરમિયાન ઓવરબ્રીજ પાસે મુખ્યરસ્તા પર જ એક ગટર ખુલ્લી હતી. મહિલા ગટરના હોલમાં પડી તે પહેલાં વાત કરતાં આજુ બાજુ જોતી હતી અને તે દરમિયાન ચાલતા ચાલતા જ તે ગટરમાં પડી ગઈ હતી. ત્યાં હાજર લોકોએ મહિલાને ગટરમાં પડતા પણ જોઈ હતી, તેથી તેને તુરંત બચાવી લેવાઈ હતી.
મહિલા ઘટનાના ઘણાં સમય સુધી આઘાતમાં રહી હતી. તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. હવે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. ઘટના પછીથી લોકોમાં પ્રશાસનની મનમાનીના કારણે ખૂબ આક્રોશ છે. આરોપ છે કે સિટી વિસ્તારમાં ઘણી જગ્યાએ ખુલ્લી ગટરો છે.

પટનામાં ગટરો ખુલ્લી હોવી સામાન્ય વાત છે
લોકોનું કહેવું છે કે, અહીં પટનામાં ગટરો ખુલ્લી હોવી તે સામાન્ય વાત છે. જો નગર નિગમના કર્મચારીઓ આ વિશે એલર્ટ રહે તો આવી ઘટનાઓ બનતી અટકાવી શકાય છે. મહિલા 7થી 8 ફૂટ ઉંડા નાળામાં પડી ત્યારે લોકોની નજર તેના ઉપર પડી હોવાથી તે બચી ગઈ. આસપાસના લોકોએ તેને બહાર કાઢી અને તેનો જીવ બચી ગયો. લોકોનું કહેવું છે કે, NMCHથી લઈને મલિયા મહાદેવ જલ્લા રોડમાં નમામિ ગંગેનું કામ ચાલી રહ્યું છે. આ જ કારણથી ઓટો અને ફોર વ્હિલર વાહનો ગટરની આસપાસથી પસાર થાય છે. પરિણામે ચાલીને જતા લોકોને ઘણી મુશ્કેલી થાય છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link