Uncategorized

હ્યુવેઈ એક્ઝિક્યુટિવના છૂટકારા પછીનો ઘટનાક્રમ: બદલાની ભાવનાથી ચીને કેદ કરેલા 2 કેનેડિયન નાગરિકોની મુક્તિ, માઈકલ કોવરિગ અને માઈકલ સ્પેવર 3 વર્ષે કેનેડા પરત આવ્યા

[ad_1]

  • Gujarati News
  • International
  • Release Of 2 Canadians Held Captive By China Out Of Revenge, Michael Coverig And Michael Saver Return To Canada In 3 Years

ટોરોન્ટો9 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • બ્રિટિશ કોલંબિયાની કોર્ટે જેવો મેંગ વાનઝોઉ સામે પ્રત્યાર્પણનો કેસ પડતો મૂક્યો તેના થોડા કલાકોમાં બંને કેનેડિયન નાગરિકો ફ્લાઈટમાં કેનેડા આવવા રવાના થયા
  • ચીન અગાઉ અમેરિકામાં વોન્ટેડ હ્યુવેઈ એક્ઝિક્યુટિવની કેનેડામાં થયેલી ધરપકડના સંદર્ભમાં કેનેડિયન નાગરિકોને કેદ કર્યા હોવાની વાત નકારતું હતું

2018માં ચીનના અધિકારીઓએ કેનેડાના બે નાગરિકો માઈકલ કોવરિગ અને માઈકલ સ્પેવરની ચીનમાં કેદ કરી લીધા હતા. વાસ્તવમાં ચીનની આ હરકતને કેનેડામાં બનેલી એક ઘટનાના વિરોધ તરીકે જોવામાં આવી રહી છે. જો કે હવે આ બંને કેનેડિયન નાગરિકોને મુક્તિ મળી છે અને તેઓ કેનેડા પરત આવી ચૂક્યા છે. તેમને આવકારવા માટે ખુદ કેનેડિયન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો એરપોર્ટ પર હાજર રહ્યા હતા.

કેનેડિયન નાગરિકો માઈકલ સ્પેવર અને માઈકલ કોવરિગ મુક્ત થયા પછી કેનેડા જવા એરપોર્ટ તરફ રવાના થયા એ સમયની તસવીર

કેનેડિયન નાગરિકો માઈકલ સ્પેવર અને માઈકલ કોવરિગ મુક્ત થયા પછી કેનેડા જવા એરપોર્ટ તરફ રવાના થયા એ સમયની તસવીર

વાસ્તવમાં કેનેડામાં ચાઈનીઝ કંપની હ્યુવેઈના એક્ઝિક્યુટિવ મેંગ વાનઝોઉની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે મેંગ અમેરિકામાં વોન્ટેડ છે. પરંતુ હાલમાં જ મેંગ વિરુદ્ધ બ્રિટિશ કોલંબિયાની કોર્ટમાં પ્રત્યાર્પણનો કેસ પડતો મૂકાયો અને તેની સાથે જ ચીને બંને કેનેડિયન નાગરિકો માઈકલ કોવરીગ અને માઈકલ સ્પેવરને પણ મુક્ત કરી દીધા અને તેઓ કેનેડા આવવા વિમાનમાં રવાના થઈ ગયા હતા.

ચીન મેંગની ધરપકડના વિરોધમાં આ બંને કેનેડિયન નાગરિકોને કેદ કર્યા હોવાની વાતનો ઈનકાર કરતું રહ્યું છે પરંતુ એક્સપર્ટ્સના મતે મેંગ વિરુદ્ધ પ્રત્યાર્પણનો કેસ પડતો મૂકાયા પછીનો ઘટનાક્રમ સ્પષ્ટપણે કેનેડામાં મેંગ અને ચીનમાં 2 કેનેડિયન નાગરિકોની ધરપકડની ઘટનાઓ વચ્ચેનો સંબંધ દર્શાવે છે.

કેનેડિયન પીએમ ટ્રુડો અને વિદેશમંત્રી ખુદ એરપોર્ટ પર પહોંચ્યા

ચીનમાં છેલ્લા 3 વર્ષથી અટકાયતમાં રહેલા કેનેડિયન નાગરિકો માઈકલ કોવરિગ અને માઈકલ સ્પેવર જ્યારે સ્વદેશ પરત આવ્યા ત્યારે કેલગરીના એરપોર્ટ પર ખુદ કેનેડિયન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને વિદેશમંત્રી માર્ક ગાર્નોઉ તેમને આવકારવા ઉપસ્થિત રહ્યા હતા. બંને કેનેડિયન નાગરિકો રાજદૂત ડોમિનિક બાર્ટન સાથે કેનેડા પરત આવી પહોંચ્યા હતા.

માઈકલ કોવરિગ (મધ્યમાં) તેમના પત્ની વિના નદજીબુલ્લા (ડાબે) તથા બહેન એરિયાના બોથા સાથે ટોરોન્ટોના પિઅરસન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ખુશખુશાલ નજરે પડે છે.

માઈકલ કોવરિગ (મધ્યમાં) તેમના પત્ની વિના નદજીબુલ્લા (ડાબે) તથા બહેન એરિયાના બોથા સાથે ટોરોન્ટોના પિઅરસન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ખુશખુશાલ નજરે પડે છે.

શુક્રવારે સાંજે જ ટ્રુડોએ ઘોષણા કરી હતી કે માઈકલ કોવરિગ અને માઈકલ સ્પેવર ચાઈનીઝ એરસ્પેસથી બહાર નીકળી ગયા છે. આ ઘટના હ્યુવેઈ એક્ઝિક્યુટિવ મેંગ વાનઝોઉ સામેનો પ્રત્યાર્પણનો કેસ પડતો મૂકાયાના થોડા જ કલાકોમાં બની.

હ્યુવેઈ એક્ઝિક્યુટિવ મેંગ વાનઝોઉનો કેસ શું છે?

હ્યુવેઈ એક્ઝિક્યુટિવ મેંગ વાનઝોઉએ પોતાના વિરુદ્ધનો પ્રત્યાર્પણનો કેસ કેનેડિયન કોર્ટે પડતો મૂક્યા પછી કોર્ટ બહાર નિવેદન આપીને કોર્ટ તથા કેનેડિયન સરકારનો આભાર માન્યો હતો

હ્યુવેઈ એક્ઝિક્યુટિવ મેંગ વાનઝોઉએ પોતાના વિરુદ્ધનો પ્રત્યાર્પણનો કેસ કેનેડિયન કોર્ટે પડતો મૂક્યા પછી કોર્ટ બહાર નિવેદન આપીને કોર્ટ તથા કેનેડિયન સરકારનો આભાર માન્યો હતો

વાસ્તવમાં હ્યુવેઈ એક્ઝિક્યુટિવ મેંગ વાનઝોઉ અમેરિકામાં વોન્ટેડ છે. અમેરિકામાં મેંગ વિરુદ્ધ ફ્રોડ આચર્યાના આરોપો લાગ્યા છે. જેના સંદર્ભમાં કેનેડાની સરકારે મેંગ વાનઝોઉની ધરપકડ કરી હતી. ત્રણ વર્ષ અગાઉ એટલે કે 2018ની આ ઘટના બાદ તુરંત ચીનમાં 2 કેનેડિયન નાગરિકો માઈકલ કોવરિગ અને માઈકલ સ્પેવરની ચાઈનીઝ અધિકારીઓએ અટકાયત કરી હતી.

ચીનની આ હરકતને બદલાની ભાવનાથી કરાયેલી માનવામાં આવી રહી હતી, જેનો ચીને સતત ઈનકાર કર્યો હતો. જો કે હાલમાં જ મેંગ વાનઝોઉ વિરુદ્ધ જે પ્રત્યાર્પણનો કેસ બ્રિટિશ કોલંબિયાની કોર્ટમાં ચાલતો હતો તે પડતો મૂકાયાના થોડા જ કલાકોમાં જ્યારે બંને કેનેડિયન નાગરિકોનો ચીનમાંથી છૂટકારો થયો તે દર્શાવે છે કે ચીને બંને કેનેડિયન નાગરિકોની ધરપકડ મેંગની ધરપકડના વિરોધમાં જ કરી હતી.

કોણ છે કોવરિગ અને સ્પેવર?
ચીનમાં 3 વર્ષ અટકાયતમાં રહ્યા પછી કેનેડા પરત પહોંચેલા કેનેડિયન નાગરિકો માઈકલ કોવરિગ અને માઈકલ સ્પેવર એરપોર્ટ પર વિમાનમાંથી ઉતર્યા ત્યારે ખુશખુશાલ જોવા મળ્યા હતા. માઈકલ કોવરિગ એક ડિપ્લોમેટ છે. જ્યારે માઈકલ સ્પેવર એક ઉદ્યોગસાહસિક છે. માઈકલ કોવરિગ ઉત્તર કોરિયા અને સ્પેવર ચીનમાં કામ કરતા હતા. તેમની 2018ના ડિસેમ્બરમાં એ સમયે ચાઈનીઝ અધિકારીઓ દ્વારા હ્યુવેઈ એક્ઝિક્યુટિવ મેંગ વાનઝોઉની કેનેડા દ્વારા અમેરિકા વતી ધરપકડ થયાના થોડા જ કલાકોમાં અટકાયત કરવામં આવી હતી.

ચાઈનીઝ સરકારે આ બંને કેનેડિયન નાગરિકો વિરુદ્ધ જાસૂસીનો આરોપ મૂકીને કોર્ટમાં ખટલો પણ ચલાવ્યો હતો અને સ્પેવરને 11 વર્ષની જેલની સજા પણ જાહેર કરી હતી. જ્યારે માઈકલ કોવરિગ સામે કેસની સુનાવણી પૂરી થઈ હતી પણ હજુ કોઈ સજા જાહેર કરાઈ નહોતી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link