Uncategorized

હેલ્થની નવી ફોર્મ્યૂલા: કેલેન્ડર એજ-આઈ એજ વચ્ચેનો તફાવત બ્લડ ટેસ્ટથી જાણી શકાશે, ગંભીર બીમારીનું જોખમ ટળશે, તકેદારી રાખી શકશો

[ad_1]

  • Gujarati News
  • International
  • The Difference Between Calendar Age And Eye Age Can Be Detected By Blood Test, Risk Of Serious Illness Can Be Avoided, Vigilance Can Be Maintained.

વોશિંગ્ટનએક દિવસ પહેલા

  • કૉપી લિંક
  • વિજ્ઞાનીઓના મતે ઇમ્યુન સિસ્ટમની તપાસ ખૂબ જ જરૂરી

આપણે ઉંમરની ગણતરી કેલેન્ડર કે વર્ષથી કરીએ છીએ. આપણી ઉંમર વધે તેમ બીમારીઓનું જોખમ વધે છે. તેનાથી ઊલટું, નાની ઉંમરે બીમારી થવાની આશંકા ઓછી રહે છે પણ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અને બક ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ઓન એજિંગે એક એવો બ્લડ ટેસ્ટ શોધ્યો છે કે જેનાથી કોઇ પણ વ્યક્તિની કેલેન્ડર એજ (ઉંમર વર્ષમાં) અને આઇ એજ વચ્ચેનો તફાવત જાણી શકાશે. વિજ્ઞાનીઓએ કોઇ પણ વ્યક્તિની ઇન્ફ્લેમેશન (બળતરા), દુખાવો કે હૃદયરોગ કે ડાયાબિટીસ જેવી કોઇ જૂની બીમારીને આઇ એજ નામ આપ્યું છે.

લોહીની તપાસથી વિજ્ઞાનીઓ બ્લડમાં રહેલા કાયટોકીન્સ અને ઇમ્યુન સિસ્ટમ પ્રોટીનનો અભ્યાસ કરે છે. બ્લડ ટેસ્ટ બાદ કોઇ વ્યક્તિની કેલેન્ડર એજ 45 વર્ષ અને આઇ એજ 65 વર્ષ આંકવામાં આવે તો તેનાથી એવું સાબિત થાય છે કે તે વ્યક્તિનું શરીર વધુ 20 વર્ષ ઘરડું છે. તે તેના શરીરમાં ઇન્ફ્લેમેશન (જૂની બીમારીઓ)ને કારણે થઇ રહ્યું છે. તેણે વધુ સાવચેતી રાખવાની જરૂર છે. આવા લોકોએ હૃદયના રોગો અને ટાઇપ-2 ડાયાબિટીસ બાબતે સવિશેષ કાળજી રાખવી જોઇએ.

સ્મોકિંગ કરવું, એક્સરસાઇઝ ન કરવી, ખાણીપીણીમાં બેદરકારી લાંબી ઉંમર આડે અવરોધરૂપ
સ્ટેનફોર્ડ યુનિ.ના પ્રો. નાજિશ સૈયદનું કહેવું છે કે આપણા બધાની ઉંમર વધી રહી છે અને બધા મૃત્યુ ભણી આગળ વધીએ છીએ પણ સૌથી મહત્વનું એ છે કે આપણી ઉંમર કયા પ્રકારે વધે છે? નવા બ્લડ ટેસ્ટથી એ જાણી શકાશે કે આપણે ઉંમર વધવા સાથે કેટલા તંદુરસ્ત રહી શકીએ છીએ? કેલેન્ડર એજ અને આઇ એજમાં તફાવત આવે તો આપણે સતર્ક થઇ જવું જોઇએ. સ્મોકિંગ કરવું, એક્સરસાઇઝ ન કરવી તેમ જ ખાણીપીણીમાં બેદરકારીથી આઇ એજ વધી જાય છે. હેલ્ધી રુટિનથી તેમાં સુધારો થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link