Uncategorized

હિન્દુ સમુદાય માટે ગૌરવની વાત: ફ્લોરિડા અને ટેક્સાસે ઓક્ટોબરને ‘હિન્દુ હેરિટેજ મન્થ’તરીકે ઉજવવાની જાહેરાત કરી, બન્ને રાજ્યોના ગવર્નરે હિન્દુ સમુદાયને શુભેચ્છા પાઠવી

[ad_1]

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nrg
  • Florida And Texas Announce October As Hindu Heritage Month, With Governors Of Both States Congratulating The Hindu Community

7 દિવસ પહેલા

  • કૉપી લિંક
  • અમેરિકામાં વસતા હિન્દુ સમુદાયે વિજ્ઞાન, શિક્ષણ, તબીબી, કાયદા, રાજકારણ, કારોબાર, સંસ્કૃતિ, રમત-ગમત સહિત તમામ ક્ષેત્રોમાં અમૂલ્ય યોગદાન આપ્યું

અમેરિકામાં હિન્દુ સમુદાય સાથે સંકળાયેલી સંસ્થાઓએ ઓક્ટોબર મહિનાને ‘હિન્દુ હેરિટેજ મંથ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. વર્લ્ડ હિન્દુ કાઉન્સિલ ઓફ અમેરિકા (VHPA)એ એક યાદીમાં જણાવ્યા પ્રમાણે સમગ્ર વિશ્વમાં હિન્દુ, શીખ, બૌદ્ધ અને જૈન સહિતના ધર્મ સાથે સંકળાયેલી સંસ્થાઓએ ઓક્ટોબર મહિના દરમિયાન મહત્વના પરંપરાગત તહેવારો આવતા હોઈ આ મહિનાને હિન્દુ હેરિટેજ મન્થ તરીકે જાહેર કરતાં ખુશી અનુભવી છીએ.

ઓક્ટોબર 2021ને હિન્દુ હેરિટેજ મન્થ તરીકે ઉજવવાની જાહેરાત
ફ્લોરિડા અને ટેક્સાસ રાજ્યોએ પણ ઓક્ટોબર 2021ને હિન્દુ હેરિટેજ મન્થ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. આ ઉમદા પહેલને લીધે ફ્લોરીડા તથા સમગ્ર દેશમાં વસવાટ કરતા હિન્દુ સમુદાય સાથે મળીને આ મહિનામાં આવી રહેલા તહેવારોની ઉમળકાભેર ઉજવણી કરી શકશે. ફ્લોરિડા રાજ્યના ગવર્નર રોન ડેસાન્ટીસે પણ હિન્દુ હેરિટેજ મંથ તરીકે ઓક્ટોબર,2021ની ઉજવણી નિમિત્તે અભિનંદન તથા શુભેચ્છા પાઠવી છે.

તેમણે જણાવ્યું હતું કે ફ્લોરિડા તેના સમૃદ્ધ સાંસ્કૃતિક ઈતિહાસ અંગે ગર્વ અનુભવે છે અને ઘણા બધા લોકો અમારા રાજ્યને એક ઘર તરીકે ઓળખે છે અને ફ્લોરિડા એ આ વાઈબ્રન્ટ હિન્દુ સમુદાયનું ખરા અર્થમાં ઘર છે. અમેરિકામાં વસવાટ કરતા હિન્દુ સમુદાયે વિજ્ઞાન, શિક્ષણ, તબીબી, કાયદા, રાજકારણ, કારોબાર, સંસ્કૃતિ, રમત-ગમત સહિત તમામ ક્ષેત્રોમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. અમારું આ મહાન રાજ્ય હિન્દુ વારસા, સંસ્કૃતિ, પરંપરા તથા મૂલ્યોથી સમૃદ્ધ છે.

અમેરિકામાં હિન્દુ સમુદાયના અમૂલ્ય યોગદાનની પ્રશંસા
હિન્દુ હેરિટેજ મન્થ હિન્દુ સંસ્કૃતિ તથા ભારતમાં તેની વૈવિધ્યપૂર્ણ ધાર્મિક પરંપરા પ્રત્યે ધ્યાન આપવાની ઉત્તમ તક તરીકે હિન્દુ હેરિટેજ મન્થને ગણાવ્યો છે. ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટ્ટે પણ અમેરિકામાં હિન્દુ સમુદાયના અમૂલ્ય યોગદાનની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું હતું કે ટેક્સાસ સાંસ્કૃતિક રીતે વૈવિધ્યતા ધરાવે છે અને વાઈબ્રન્ટ હિન્દુ સમુદાય ટેક્સાસ રાજ્યની સમૃદ્ધિમાં અસાધારણ યોગદાન આપી રહ્યા છે.

વર્તમાન સમયમાં અમેરિકામાં આ એક પરિવર્તનનો સમય છે કે જ્યારે કેટલીક યુનિવર્સિટી અને પ્રોફેસરે તાજેતરના દિવસોમાં ગ્લોબલ હિન્દુત્વને લગતા કાર્યક્રમોનું આયોજન કર્યું હતું, હવે કેટલાક રાજ્યો અને અનેક સંસ્થાઓ ઓક્ટોબર મહિનાને હિન્દુ હેરિટેજ મન્થ તરીકે ઉજવવા માટે એકમંચ પર આવી રહી છે.

હિન્દુત્વને બદનામ કરવા ઈચ્છા લોકોને તમાચો
આ બાબત એવા લોકોને મોટો તમાચો છે કે જેઓ પોતાના હિતોને સાધવા માટે હિન્દુત્વને બદનામ કરવા માગે છે. ટેક્સાસ અને ફ્લોરિડા રાજ્યો તરફથી જે ઉમદા પહેલ કરવામાં આવી છે તેને અમે હૃદયપૂર્વક આવકારી છીએ અને અમેરિકાના નાગરિકોને અમારી શ્રેષ્ઠ શુભેચ્છા પાઠવી છીએ.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link