Uncategorized

હરિધામ મંદિર વિવાદ: UKમાં હરિભક્તોએ હરિ પ્રબોધમ મૂર્તિ પ્રતિષ્ઠા કરી શોભાયાત્રા કાઢી, સંતોનાં 2 જૂથ આજે સમાધાન માટે નિવૃત્ત જજ પસંદ કરશે

[ad_1]

વડોદરા3 કલાક પહેલા

  • કૉપી લિંક

યુકેમાં હરિભક્તો દ્વારા શોભાયાત્રા કાઢીને પ્રબોધ સ્વામી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરી પૂજા-અર્ચના કરવામાં આવી હતી.

  • બાકરોલમાં સમાધાનની ફોર્મ્યૂલા પર ચર્ચા માટે બેઠકોનો દોર જારી

પ્રેમ સ્વરૂપ અને પ્રબોધ સ્વામી જૂથ સમાધાન માટે આજે રિટાયર્ડ જજની પસંદગી કરશે. હાઇકોર્ટે બંને પક્ષો સમાધાન કરી લે તે માટે 28 એપ્રિલ સુધીમાં રિટાયર્ડ જજને પસંદ કરવાના રહેશે. યુકેમાં પ્રબોધ સ્વામીના હરિભક્તોએ હરિ પ્રબોધમ મૂર્તિ પ્રતિષ્ઠા કરી શોભાયાત્રા કાઢી હતી.

સમાધાન ફોર્મ્યુલા ચર્ચા માટે બેઠકો
હરિ પ્રબોધમ ગ્રૂપે પિટિશન દાખલ કર્યા બાદ હાઇકોર્ટના જજે બંને પક્ષો સમાધાન કરી લે તેવી ટકોર કરી હતી. જેમાં બંને પક્ષોને 28 એપ્રિલ સુધીમાં રિટાયર્ડ જજને સિલેક્ટ કરવાનો નિર્ણય લેવાનો હતો. 27મીએ બંને જૂથ રિટાયર્ડ જજની પસંદગી કર્યા બાદ સમાધાનની ફોર્મ્યુલા પર કામ કરાશે. બાકરોલમાં પ્રબોધ સ્વામી અને સંતો વચ્ચે હાઇકોર્ટમાં ચાલતી પિટિશન તેમજ સમાધાન ફોર્મ્યુલા વિશે ચર્ચા કરવા બેઠકોનો દૌર ચાલુ છે.

યુકેમાં હરિ પ્રબોધમ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી​​​​​​​
યુકેમાં હરિભકતો દ્વારા હરિ પ્રબોધમ પરિવારની સ્થાપના કરીને હરિ પ્રબોધમ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરીભક્તોએ શોભાયાત્રામાં ભાગ લીધો હતો અને પ્રબોધ સ્વામીની મૂર્તિ પ્રતિષ્ઠા કરીને તેની પૂજા કરી હતી. અમેરિકા,કેનેડા અને યુકેમાં આવેલા હરીધામનાં મંદિરો કોના હસ્તક જશે તે વિશે હવે ચર્ચા ચાલી રહી છે.​​​​​​​

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link