Uncategorized

સ્ટાર્સ ચાહકોથી દૂર થયા: ફાતિમા સના શેખ બાદ ઈશા ગુપ્તાએ સો.મીડિયા છોડ્યું, આ સેલેબ્સે પણ 2021માં સો.મીડિયાને અલવિદા કહ્યું

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ6 કલાક પહેલા

  • કૉપી લિંક

ઈશા ગુપ્તાએ હાલમાં જ સો.મીડિયા છોડવાનો નિર્ણય લીધો છે. એક્ટ્રેસે સો.મીડિયામાં આ અંગેની પોસ્ટ શૅર કરીને કહ્યું હતુ કે દેશમાં જે પણ થઈ રહ્યું છે, તે જોવું દર્દનાક છે. ઈશા પહેલાં ઘણાં સ્ટાર્સે કોરોના અથવા અન્ય કારણોસર સો.મીડિયા છોડ્યું છે.

ફાતિમા સના શેખ

‘દંગલ’ ફૅમ એક્ટ્રેસ ફાતિમા સના શેખે થોડાં દિવસ પહેલાં જ સો.મીડિયા છોડવાનો નિર્ણય લીધો હતો. ફાતિમાએ પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે તે સો.મીડિયામાંથી બ્રેક લે છે. તમારું ધ્યાન રાખો અને સલામત રહો.

હિના ખાન

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફૅમ હિના ખાનના પિતાનું થોડા દિવસ પહેલાં જ અવસાન થયું હતું. પિતાના અવસાનથી આઘાતમાં સરી પડેલી હિનાએ સો.મીડિયામાંથી બ્રેક લેવાનું નક્કી કર્યું છે. તેણે કહ્યું હતું, મારા પિતા અસલમ ખાનનું 20 એપ્રિલના રોજ નિધન થયું હતું. હું તે તમામ વ્યક્તિની આભારી છું, જેમણે આ મુશ્કેલ સમયમાં મારું તથા મારા પરિવારનું ધ્યાન રાખ્યું. જ્યાં સુધી હું તથા મારો પરિવાર પિતાના શોકમાં છીએ ત્યાં સુધી મારું સો.મીડિયા અકાઉન્ટ મારી ટીમ ચલાવશે.

આમિર ખાન

આમિર ખાને સો.મીડિયાથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. માર્ચ, 2021માં આમિર ખાને પોતાના કામ પર ધ્યાન આપવા માટે સો.મીડિયાને હંમેશાં માટે અલવિદા કહી દીધું છે. આમિર ખાન માને છે કે સો.મીડિયાથી દૂર થવાથી તે પોતાના કામ પર ફોકસ કરી શકશે.

વરીના હુસૈન

‘લવરાત્રિ’ ફૅમ વરીનાએ એપ્રિલ, 2021માં સો.મીડિયા છોડી દીધું છે. તેણે કહ્યું હતું, મેં ક્યાંક વાંચ્યું હતું કે જતા પહેલાં કહેવાય નહીં, કારણ કે આ એરપોર્ટ નથી. જોકે, હું મારા ચાહકો તથા મિત્રોને જણાવી રહી છું કે તેઓ હંમેશાં મારી તાકત રહ્યા છે. હવેથી મારું સો.મીડિયા અકાઉન્ટ મારી ટીમ હેન્ડલ કરશે.

અમિત સાધ​​​​​​​

અમિત સાધે દેશની પરિસ્થિતિ જોતા સો.મીડિયામાં પોસ્ટ શૅર કરવાનું બંધ કરી દીધું હતું. તેણે કહ્યું હતું કે તે અવારનવાર પોતાની તસવીરો તથા વીડિય શૅર કરે છે. જોકે, આનાથી કોઈનું દુઃખ ઓછું થતું નથી અને કોઈને મનોરંજન પણ મળતું નથી. તે માને છે કે પરિસ્થિતિને જોતા તે સંવેદનશીલ બન્યો છે અને તે બધું ઠીક થાય તેવી પ્રાર્થના કરે છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link