Uncategorized

સૌથી મોંઘી ક્રિપ્ટોકરન્સી: એક બિટકોઈનનું મૂલ્ય રૂપિયા 14.62 લાખ, આ વર્ષે 175% ઉછાળા સાથે વિક્રમજનક સપાટી નોંધાવી

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હીએક કલાક પહેલા

  • કૉપી લિંક

ક્રિપ્ટોકરન્સી બિટકોઈન આ વર્ષે વિક્રમજનક સ્તર પર પહોંચી ગઈ છે. સોમવારે બિટકોઈનમાં 9 ટકાનો ઉછાળો નોંધાયો છે. આ સાથે તે 19,860 ડોલર એટલે કે આશરે રૂપિયા 14 લાખ 62 હજાર પ્રતિ યુનિટની આ વર્ષની વિક્રમજનક સપાટી પર પહોંચી ગઈ છે. આ અગાઉ ડિસેમ્બર,2017ના રોજ બિટકોઈન 19,873 ડોલર પ્રતિ યુનિટની સપાટી નોંધાવી હતી. એટલે કે તે સમયની ગણતરી પ્રમાણે કિંમત આશરે રૂપિયા 13 લાખ થઈ હતી.

વર્ષ 2020માં અત્યાર સુધીમાં 175 ટકાની વૃદ્ધિ
બિટકોઈન માટે વર્ષ 2020 ખૂબ જ ગ્રોથ વાળુ સાબિત થયુ છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેની કિંમતમાં 175 ટકાનો ઉછાળો આવી ચુક્યો છે. કોરોના બાદ માર્ચમાં બિટકોઈનની કિંમત 4000 ડોલર પ્રતિ યુનિટની નીચે આવી ગઈ હતી. જોકે, હવે ડોલરનું મૂલ્ય નબળુ થવાને લીધે બિટકોઈનમાં તેજી પરત ફરી છે. અમેરિકાની બ્રોકરેજ અને ટ્રેડિંગ કંપની eToroના મેનેજીંગ ડિરેક્ટર ગે હિર્ષનું કહેવું છે કે ઈન્ડિવિઝ્યુઅલ અને એસેટ મેનેજર મોટી સંખ્યામાં બિટકોઈનની ખરીદી કરી રહ્યા છે. વર્તમાન સમયમાં તે આશરે 365 બિલિયન ડોલરના બિટકોઈન સર્ક્યુલેશનમાં છે.

ક્રિપ્ટોકરન્સીમાં તેજી પાછળ આ પણ એક કારણ છે
વિશ્વની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની બ્લેકરોક (BLK)ના અંદાજ પ્રમાણે સેફ હેવન ચોઈસ તરીકે બિટકોઈન એક દિવસ ગોલ્ડનું સ્થાન લઈ શકે છે. તેને પણ બિટકોઈનની કિંમતમાં ઉછાળા માટેનું કારણ માનવામાં આવે છે. નાની ક્રિપ્ટોકરન્સીમાં શુમાર ઈથેરિયમ, XRP, લાઈટકોઈન અને સ્ટેલરની કિંમતોમાં વધારો થવાને લીધે પણ બિટકોઈનમાં તેજી આવી રહી છે.

વર્ષ 2008માં બિટકોઈનની શોધ થઈ હતી
બિટકોઈનની વર્ષ 2009માં શોધ થઈ હતી. સત્તાવાર રીતે બિટકોઈન વર્ષ 2009માં લોંચ કરવામાં આવી હતી. ભારતમાં અત્યારે બિટકોઈન સહિત કોઈ પણ ક્રિપ્ટોકરન્સીને માન્યતા મળી નથી.

[ad_2]

Source link