Uncategorized

સેવા: આફ્રિકામાં વડતાલધામ નૈરોબી માં સેવાની સરવાણી વહી : ગરીબોની આંતરડી ઠરી : 1100 જરૂરિયાતમંદો છ મહિનાની રાશન કીટ આપી.

[ad_1]

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nrg
  • In Nairobi, Vadtaladham In Africa, The Service Flow: The Guts Of The Poor: 1100 Needy People Were Given Six month Ration Kits.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નૈરોબી4 દિવસ પહેલા

  • કૉપી લિંક
  • આફ્રિકાના પાટનગર નૈરોબી મુકામે શ્રીસ્વામિનારાયણ મંદિર વડતાલધામ દ્વારા કોરોનાના કપરાકાળમાં માનવસેવાની જ્યોત જગાવી

આફ્રિકાના પાટનગર નૈરોબી મુકામે શ્રીસ્વામિનારાયણ મંદિર વડતાલધામ દ્વારા કોરોનાના કપરાકાળમાં માનવસેવાની જ્યોત જગાવી છે. વડતાલધામ નૈરોબીના સ્થાપક ટ્રસ્ટી અને કે સોલ્ટના માલિક શેઠ કે. કે.વરસાણીના સૌજન્યથી , કોવિડ -૧૯માં ઓછા વેતન મેળવનાર આફ્રિકાના સ્થાનિક લોકોને ભોજન માટે મકાઈનો લોટ અને ચોખા ,સ્વચ્છતા માટે કપડા ધોવાનો (ઓમો ) પાવડર અને સ્નાન માટે હર્બલ સાબુ વગેરે જીવન જરૂરીયાતની વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું છે.

શિક્ષાપત્રીના સર્વજીવ હિતાવહ સંદેશને દેશ વિદેશમાં વ્યાપક બનાવવા વડતાલ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડ દ્વારા , આચાર્યશ્રી રાકેશપ્રસાદજીના આશીર્વાદ સાથે , ઓસ્ટ્રેલિયા , લંડન અને આફ્રિકામાં વડતાલ તાબાના મંદિરોનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે, તાજેતરમાં જ નૈરોબી મંદિરનો શિલાન્યાસ વિધિ સંપન્ન થયો છે. પરેશ પટેલ – મહેળાવ, કે કે વરસાણી કચ્છ ,પરેશ પટેલ વડતાલ , હરજીભાઈ રાઘવાણી -કચ્છ ; કુરજીભાઈ વરસાણી કચ્છ , પ્રથમેશ પટેલ – નાર વગેરે અગ્રણીઓ મંદિર નિર્માણ કાર્યની સાથે સાથે સ્થાનિક લોકોના જીવન ઉત્કર્ષ માટે પણ કાર્ય કરી રહ્યા છે. એટલા માટે આ મંદિર ઈસ્ટ આફ્રિકામાં શિક્ષાપત્રીના સર્વજીવ હિતાવહ સેવા પ્રવૃત્તિનું કેન્દ્ર બનશે એમ વડતાલ મંદિરના ચેરમેન દેવ સ્વામી અને નૌતમ સ્વામીએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું .

[ad_2]

Source link