Uncategorized

સીરિયાનો શોકિંગ વીડિયો: કોર્ટની બહાર શખ્સે ગ્રેનેડનો ધડાકો કર્યો, રોકવા માટે મથતા વકીલ સહિત ત્રણના ફૂરચા ઉડી ગયા

[ad_1]

  • Gujarati News
  • International
  • A Man Detonated A Grenade Outside The Courthouse, Killing Three People, Including A Lawyer Trying To Stop Him.

2 કલાક પહેલા

  • ગ્રેનેડ ફૂટ્યા બાદ વધુ અફડાતફડી ના સર્જાય તે માટે સત્તાવાળાઓએ વિસ્તાર બ્લોક કરી દીધો હતો
  • 23 સપ્ટેમ્બરના રોજ ટાર્ટસમાં આવેલી કોર્ટની સામે જ આ શોકિંગ ઘટના બની હતી

સીરિયામાં પારિવારિક વિવાદનો કરુણ અંજામ સામે આવ્યો છે. સીરિયાની રાજધાની ટાર્ટસમાં આવેલા જસ્ટિસ પેલેસ સામે એક ગ્રેનેડ ફૂટતાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે. રિપોર્ટ્સ પ્રમાણે બે ભાઈઓ વચ્ચે પારિવારિક વિવાદ ચાલી રહ્યો હતો. બંને ભાઈઓ વકીલ સાથે જસ્ટિસ પેલેસ પહોંચ્યા હતા અને ત્યારે જ વિવાદ વકરતાં બોલાચાલી થઈ હતી. એક ભાઈએ ગ્રેનેડ હુમલાની ધમકી આપતા વકીલે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વકીલ તેને પકડીને રોકે તે પહેલા જ ગ્રેનેડ ફોડ્યો હતો. આ બ્લાસ્ટમાં બંને ભાઈ સાથે વકીલના પણ ફુરચા ઉડી ગયા હતા. સાથે જ ઘટનાસ્થળે હાજર 11 લોકો પણ ઘાયલ થયા હતા. બોમ્બ ઘડાકાની આ ઘટના બાદ તરત જ ઓથોરિટીએ આખા વિસ્તારને કોર્ડન કરીને સુરક્ષા વ્યવસ્થાને સઘન બનાવી દીધી હતી. આ મામલે સત્તાવાળાઓએ પણ આવું હિચકારું પગલું ભરવા પાછળના કારણને જાણવા માટે પણ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link