Uncategorized

સિડની ટેસ્ટમાં વિવાદ: સિડનીમાં સિરાજ સાથે ફરી અપમાનજનક વ્યવહાર, વંશીય ટિપ્પણી કરનારા દર્શકોને સ્ટેડિયમમાંથી બહાર કઢાયા

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

19 દિવસ પહેલા

  • કૉપી લિંક

સિડની ટેસ્ટમાં સતત બીજા દિવસે મોહમ્મદ સિરાજે ઓસ્ટ્રેલિયન દર્શકો દ્વારા થતી વંશીય ટિપ્પણીની ફરિયાદ કરી. સિરાજે કેપ્ટન અજિંક્ય રહાણે અને બાકીના પ્લેયર્સ સાથે મળીને ફિલ્ડ અમ્પાયર પૉલ રાફેલને આ અંગે ફરિયાદ પણ કરી. તેના પછી અમ્પાયરે મેચ રેફરી અને ટીવી અમ્પાયર સાથે વાત કરીને પોલીસ બોલાવી હતી.

આ દરમિયાન થોડી મિનિટો માટે મેચ અટકાવી પણ દેવાઈ હતી. પોલીસે 6થી વધુ દર્શકોને સ્ટેડિયમમાંથી બહાર મોકલી દીધા હતા. તેના પછી મેચ ફરી ચાલુ કરી શકાઈ હતી.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ માફી માગી
આખી ઘટના અંગે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પ્રેસ રિલીઝ દ્વારા ભારતીય ક્રિકેટ ટીમની માફી માગી હતી અને ખાતરી આપી હતી કે આ મામલે તેઓ સ્ટ્રિક્ટ એક્શન લેશે. તેમણે કહ્યું કે, બોર્ડ અત્યારે આ કેસમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ તપાસ સમાપ્ત કરે તેની રાહ જોઈ રહ્યું છે. જ્યારે આ પાછળ જે લોકોનો હાથ છે, તેઓ સામે આવી જશે તો તેમની સામે એન્ટી- હેરેસમેન્ટ કોડ હેઠળ એક્શન લેવામાં આવશે. તેમને ફરી ક્યારેય સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ કે ન્યૂ સાઉથ વેલ્સના કોઈપણ ગ્રાઉન્ડમાં પ્રવેશ મળશે નહીં. અમે ન્યૂ સાઉથ વેલ્સ પોલીસની પણ મદદ લઈશું.

ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગની 86મી ઓવરની ઘટના
આ ઘટના ઓસ્ટ્રેલિયન ઈનિંગની 86મી ઓવરની છે. સિરાજ બાઉન્ડ્રી પર ફિલ્ડીંગ કરી રહ્યો હતો. તેના પછી દર્શકો તરફથી ટિપ્પણી કરવામાં આવી હતી. તેના પછી અમ્પાયરને આ અંગે ફરિયાદ કરાઈ હતી. અમ્પાયરે પોલીસને બોલાવી અને બાઉન્ડ્રી રોપ પાસે સ્ટેન્ડમાં ઓળખ કરી અને તેના પછી કેટલાક દર્શકોને સ્ટેડિયમમાંથી બહાર મોકલી દેવાયા હતા.

ત્રીજા દિવસે શનિવારે BCCIએ કરી હતી ફરિયાદ
આ અંગાઉ મેચના ત્રીજા દિવસે શનિવારે ટીમ ઈન્ડિયાના બે પ્લેયર્સ પર વંશીય ટિપ્પણીનો મામલો સામે આવ્યો હતો. ન્યૂઝ એજન્સીના પ્રમાણે, એક દર્શકે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ વિરુદ્ધ અભદ્ર અને વંશીય કોમેન્ટ્સ કરી હતી. BCCIએ તેની ફરિયાદ મેચ રેફરી ડેવિડ બૂનને કરી હતી.

સિરાજને મંકી એટલે કે વાનર કહ્યો
BCCIના સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે સિરાજ જ્યારે બાઉન્ડ્રી લાઈન પર ફિલ્ડીંગ કરી રહ્યો હતો, ત્યારે તેને એક દર્શકે મંકી એટલે કે વાનર કહ્યો હતો. આ દર્શક સિડન ક્રિકેટ ગ્રાઉન્ડના સ્ટેન્ડ્સમાં આખો સમય હાજર હતો. આ સૂત્રએ કહ્યું-અમે આ મામલે ICCના મેચ રેફરી ડેવિડ બૂન સમક્ષ ફરિયાદ કરી છે. આરોપી દર્શકો નશામાં હતા. ડેવિડ બૂન ઓસ્ટ્રેલિયન ટીમનો પૂર્વ ઓપનર રહી ચૂક્યો છે.

જો કે, બુમરાહ પર કયા પ્રકારની વંશીય ટિપ્પણી કરાઈ, તેના વિશે કોઈ સ્પષ્ટ જાણકારી નથી. જાણકારી અનુસાર, સિરાજ અને બુમરાહ સાથે થયેલી ઘટના પછી કપ્તાન અજિંક્ય રહાણે અને બીજા સિનિયર પ્લેયર્સે મીટિંગ પણ કરી હતી. આ દરમિયાન સિક્યુરિટી ઓફિસર્સ અને અમ્પાયર્સ પણ હાજર હતા.

વૉર્ન-હસીએ કહ્યું-આવા દર્શકો પર લાઈફટાઈમ પ્રતિબંધ લાગે
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર શેન વૉર્ન અને માઈક હસીએ સિરાજવાળી ઘટના અંગે નિવેદન આપતા કહ્યું હતું કે આવા દર્શકો પર લાઈફટાઈમ પ્રતિબંધ લગાવી દેવો જોઈએ. કોમેન્ટેટર માર્ક હાવર્ડે પણ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સમક્ષ આવી ઘટનાઓ સામે આકરા પગલાં લેવાની માગ કરી છે.

[ad_2]

Source link