Uncategorized

સમુદ્રમાં તણાવ: PAKનો દાવો- અમારી સરહદમાં ઈન્ડિયન નેવીની સબમરીન ઘુસી; ભારતનો જવાબ- સબમરીન સપાટી પર થોડી હોય છે

[ad_1]

  • Gujarati News
  • International
  • PAK’s Claim Indian Navy Submarine Enters Our Border; India’s Answer Why The Submarine Comes To The Surface

ઈસ્લામાબાદ4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • પાકિસ્તાન નેવીએ કથિત રીતે ઘટનાનો એક વીડિયો પણ જાહેર કર્યો છે. જો કે તેમાં કંઈ પણ સ્પષ્ટ જોવા નથી મળતું

પાકિસ્તાનના મીડિયામાં મંગળવાર સવારથી જ એક હાસ્યાસ્પદ સમાચારે જોર પકડ્યું છે. જેમાં દાવો કરાયો છે કે 16 ઓક્ટોબરે કરાચીની નજીક ભારતની એક સબમરીન જોવા મળી હતી અને પાકિસ્તાનની નેવીએ પોતાની શક્તિ દેખાડતા તેઓને પરત જવાની ફરજ પાડી હતી. બીજી બાજુ ઈન્ડિયન નેવીના સૂત્રોએ કહ્યું કે જો સબમરીન મોકલવી જ હોય તો શું તે સમુદ્રની સપાટી પર ફરે, તે તો પાણીની અંદર કામ કરે છે. મજાની વાત એ છે કે પાકિસ્તાનના તમામ ટીવી ચેનલ્સ પર કેટલીક સેકન્ડનો વીડિયો પણ દેખાડવામાં આવે છે, જેમાં એ જ નથી સમજાતું કે આ લોકો સબમરીન દેખાડે છે કે કોઈ વ્હેલ જેવી મોટી માછલી.

સૌથી પહેલા પાકિસ્તાનનો દાવો જાણો
ન્યૂઝ એજન્સી મુજબ પાકિસ્તાનની સેનાએ મંગળવારે એક વિચિત્ર જ દાવો કર્યો. કહ્યું- 16 ઓક્ટોબરની રાત્રે ઈન્ડિયન નેવીની એક સબમરીન અમારી સમુદ્રી સરહદમાં ઘુસી હતી. આ દરમિયાન પાકિસ્તાન નેવીની પેટ્રોલ એરક્રાફ્ટ ફરજ પર હતી. જે બાદ અમારી નેવીએ ભારતીય સબમરીનનો રસ્તો બ્લોક કરી દીધો અને તેઓને પરત ફરવા પર મજબૂર બનાવી દીધા.

પાકિસ્તાનના જણાવ્યા મુજબ ક્ષેત્રમાં સુરક્ષાની સ્થિતિ ઘણી જ સંવેદનશીલ છે અને આ કારણે જ પેટ્રોલિંગ દરમિયાન ઘણી સાવચેતી અને સતર્કતા રાખવામાં આવી રહી છે. આ કારણ જ છે કે ભારતીય સબમરીનને યોગ્ય સમયે જોઈ લીધી હતી.

પાક. બોલ્યું- ત્રીજી વખત સબમરીન ઘુસી
પાકિસ્તાને નેવીએ એમ પણ કહ્યું કે ઈન્ડિયન નેવી તરફથી ત્રીજી વખત પાકિસ્તાનના સમુદ્રી વિસ્તારમાં ઘુસવાનો પ્રયાસ કરાયો. પાકિસ્તાનના નેવીના હેલિકોપ્ટર દરેક વખતે અલર્ટ પર હોય છે અને આ કારણે જ કોઈ પણ બહારની દરમિયાનગીરીને રોકી દેવામાં આવે છે.

પાકિસ્તાન નેવીએ કથિત રીતે ઘટનાનો એક વીડિયો પણ જાહેર કર્યો છે. જો કે તેમાં કંઈ પણ સ્પષ્ટ જોવા નથી મળતું. તેથી એ કહેવું મુશ્કેલ છે કે આ સબમરીન હતી કે કંઈક બીજું જ. એટલું જ નહીં વીડિયો ફુટેજમાં પાણીની હલચલ અને બ્લેક સ્પોટ સિવાય કંઈજ નજરે નથી પડતું. પાકિસ્તાને 2019માં પણ આ પ્રકારનો જ હાસ્યાસ્પદ દાવો કર્યો હતો

ભારતે પાકિસ્તાનના તમામ આરોપોને ફગાવ્યા
મીડિયા રિપોટ્સ મુજબ ભારતે પાકિસ્તાનના આ દાવાને હાસ્યાસ્પદ ગણાવતા ફગાવી દીધો છે. ભારતીય નેવીના સૂત્રોનું કહેવું છે કે- પાકિસ્તાન હંમેશાની જેમ એક વખત ફરી પ્રોપેગેન્ડા ચલાવી રહ્યાં છે. દાવામાં કંઈક તો લોજિક હોવો જોઈએ. કોઈ પણ પ્રોફેશ્નલ નેવી જ્યારે કોઈ દુશ્મનના સમુદ્રી વિસ્તારમાં સબમરીનથી ઓપરેશન કરવા જાય છે તો શું તેને પાણીની સપાટી પર રાખવામાં આવે ચે, કે જેથી દુશ્મન તેને સહેલાયથી જોઈ લે. સબમરીનથી ઓપરેશન સમુદ્રના પેટાળમાંથી કરવામાં આવે છે, સપાટી પરથી નહીં.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link